સુરજ બડજાત્યાની સંસ્કારી ફિલ્મોની આ ૬ મોટી ભૂલો ક્યાંક સમાજને ખોટો સંદેશ તો નથી આપતી?

હમ આપકે હૈ કોન, હમ સાથ સાથે હૈ, વિવાહ વગેરે કેટલીક એવી ફિલ્મો છે કે જે પારિવારિક અને સંસ્કારી ફિલ્મો ની કેટેગરી માં આવે છે.આ બધી જ ફિલ્મો ના રચયિતા બોલીવૂડ ના પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર સુરજ બડજાત્યા છે. આમની બધી જ ફિલ્મો ખુબ જ સંસ્કારી હોય છે.

૯૦ ના દશક માં તો તેમની એક ખાસ ઓડિયન્સ પણ હતી.આ લોકો માત્ર સુરજ બડજાત્યા ની ફિલ્મો જોવા માટે પરિવાર ની સાથે થિયેટર માં જતા હતા.આમની ફિલ્મો માં ઘણી બધી વસ્તુઓ સામાન્ય હોય છે. સંસ્કાર દેખાડવાના ચક્કર માં ઘણી વાર તેઓ કેટલીક એવી વસ્તુઓ દેખાડી દે છે કે જે તમને સાચી કે સંસ્કારી ન લાગે.

કુવારી અને વૃદ્ધ મહિલાઓ તોડે છે પરિવાર :

હમ સાથ સાથ હૈ ફિલ્મ માં તમને “ત્રણ તિતલી”  યાદ છે? અરે એજ જે રીમા લાગુ ની બેસ્ટ ફ્રેન્ડ હોય છે.આ ત્રણેય સ્ત્રીઓ ને લીધે જ તે પોતાના સગા દીકરા ને પ્રેમ અને પારકા દીકરા ને નફરત કરવા લાગી હતી. આને કારણે જ આખો પરિવાર અલગ થઇ જાય છે.

આમાં અહી એક વાત કહેવામાં આવી છે કે કુવારી મહિલાઓ પરિવાર ની કિમત કઈ રીતે સમજી શકે.એવામાં સુરજ જી એ તેમની ફિલ્મ માં ઘર માં કુવારી મહિલાઓ ને એક વિલન ના રૂપ માં દેખાડી છે.

છોકરી અને છોકરો ક્યારેય મિત્ર નથી હોતા :

સુરજ બડજાત્યા ની ફિલ્મો માં એક પોઈન્ટ આ પણ અવાર નવાર ઉઠાવવામાં આવે છે કે એક છોકરો અને એક છોકરી ક્યારેય મિત્ર ન રહી શકે.કા તો તમની વચ્ચે પ્રેમ હશે કા લગ્ન થવા જોઈએ.જોકે અત્યારના જમાનામાં એવું નથી રહ્યું.

વડીલો નો નિર્ણય છેલ્લો હોય છે :

સુરજ બડજાત્યા ની ફિલ્મો માં એક વસ્તુ હમેશા દેખાડવામાં આવે છે કે તમારા જીવન ના બધા જ નિર્ણય વડિલો જ લેશે.તેમની કીધેલી વાત ને તમે ટાળી ન શકો.જેમ હમ આપકે હૈ કૌન માં ચાચા જી એ નિર્ણય લીધો હતો કે રાજેશ ના લગ્ન તેની શાળી સાથે થશે.

જયારે આ વાત તેઓ તેમના પરિવાર ને કહે છે ત્યારે કોઈ તેનો વિરોધ નથી કરતુ.આ એ વાત દર્શાવે છે કે સારા કુટુંબ માં વડિલો ની વાતો ને ચુપ ચાપ માની લેવી જોઈએ.પરંતુ તેઓ દ્વારા લેવાયેલો નિર્ણય હમેશા સાચો જ હોય તેવું જરૂરી નથી.

લગ્ન જ જીવન નું એક મુખ્ય લક્ષ્ય છે :

સુરજ બડજાત્યા ની ફિલ્મ માં લગ્ન નું ન હોવું એ એવું જ છે કે જેમ જમવામાં મીઠું ન હોય.આની મોટા ભાગની બધી જ ફિલ્મો માં મુખ્ય પાત્ર ના લગ્ન કરવાનું એક લક્ષ્ય હોય જ છે.આના સિવાય તેમની ફિલ્મો માં કોઈ સ્ટોરી નથી હોતી.

લગ્ન માટે છોકરી સફેદ હોવી જોઈએ :

સુરજ બડજાત્યા ની મોટા ભાગની ફિલ્મો માં આ વાત પર જોર દેવામાં આવે છે કે છોકરી સફેદ હોવી જોઈએ તો તેના લગ્ન જલ્દી થઇ જાય અને કાળી હોય તો તેના લગ્ન માં ઘણી બધી સમસ્યા આવે છે. કેમકે મોટાભાગના લોકો તેમની જ આવી બધી ફિલ્મો જોઇને જ મોટા થયા છે એટલા માટે તેમના મગજ માં આવા નકામાં વિચારો ભરાયેલા જ હોય છે.

પત્ની ની ઉપર પતિ નો બધોજ હક છે :

સુરજ ની બધી જ ફિલ્મો માં પતિ પોતાની પત્ની ને ડોમીનેટ કરતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે ફિલ્મ મેને પ્યાર કિયા માં પ્રેમ સુમન ને તેની મર્જી ન હોવા છતાં પણ ટુકા કપડા પહેરવા માટે દબાણ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                                          

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!