સુરતના આ બે છોકરાઓને આ રીતે મળી તારક મેહતામાં જવાની તક – નસીબ ચમકી ઉઠ્યા

પોતાને ગમતા કલાકારો ને મળવું એ મોટા ભાગના લોકો ની ઈચ્છા હોય છે. ઘણા બધા લોકો કોઈ ને કોઈ રીતે તેમને મળવા નો પ્રયત્ન કરતા જ હોય છે. કેટલાક ને તેમની સાથે મળવા નો મોકો મળે છે તો કેટલાક ને નથી મળતો.આવો જ સારો મોકો મળ્યો સુરત ના બે છોકરાઓ ને, જયારે તેમને પોતાના મનપસંદ શો તારક મહેતા કા ઉલટા ચશ્માં માં જવાનો મોકો મળ્યો હતો.

આ છે આખી ઘટના :

સુરત ના વિરલ રાજાણી અને શ્યામ રાજાણી નામના બે ભાઈઓ ને પોતાના ખુબ જ પસંદીદા શો તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ નું લાઈવ શુટિંગ જોવા ની અને તેના કલાકારો ને મળવા નો મોકો મળ્યો હતો. આ બંને ને તારક મહેતા કા ઉલટા ચશ્માં સીરીયલ તરફથી તેમને મળવા અને તેમના શો ની લાઈવ શુટિંગ જોવા નું આમંત્રણ મળ્યું હતું.

ઘણી બધી વાતો કરી પોતાના પ્રિય કલાકારો સાથે :

સુરત ના આ બંને ભાઈઓ તારક મહેતા કા ઉલટા ચશ્માં ની ટીમ ના કલાકારો સાથે ઘણો સમય પસાર કર્યો હતો અને ઘણી જ વાતો કરી હતી. આ સાથે જ આ બંને છોકરાઓ એ તેમના પ્રિય કલાકારો સાથે ફોટા પણ પડાવ્યા હતા.

ગીફ્ટ હેમ્પર અને ટી-શર્ટ પણ મળ્યા હતા :

વિરલ રાજાણી અને શ્યામ રાજાણી બંને ને તારક મહેતા ની ટીમ તરફથી ગીફ્ટ હેમ્પર અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતા.

ઇન્સ્ટાગ્રામ પર કર્યું હતું લાઈવ :

સુરત ના આ બંને ભાઈઓ એ તારક મહેતા ની ટપુસેના ની સાથે તારકમહેતા ના પોતાના અકાઉન્ટ પર લાવી પણ કર્યું હતું.

બંને ભાઈઓ એ કહ્યું આવું :

સુરતના આ બંને ભાઈઓ માંથી વિરલ રાજાણી એ તારક મહેતા ને તેમની લાઈવ શુટિંગ જોવા અને તેના કલાકારો ને મળવા માટે નો મોકો આપવા માટે તારક મહેતા ની સીરીયલ ને ધન્યવાદ કહ્યું હતું. સાથે જ કહ્યું હતું કે તારક મહેતા કા ઉલટા ચશ્માં ના બધા જ કલાકારો ખુબ જ નમ્ર છે, કેમકે જયારે તેમની સાથે મુલાકાત થઇ ત્યારે તેઓએ એવું લાગવા જ ન દીધું કે તેઓ કલાકારો છે.

વિરલ ના ભાઈ શ્યામ એ કહ્યું હતું કે, “અમે બંને ખુબ જ નસીબદાર છીએ કારણકે અમને બંને ને તારક મહેતા કા ઉલટા ચશ્માં ની શુટિંગ લાઈવ જોવા અને તેના કલાકારો ને મળવા નો મોકો મળ્યો છે, અમે આખી દુનિયા માં ગમે ત્યાં હોઈશું ત્યાં અમે તારક મહેતા કા ઉલટા ચશ્માં સિરિયલ જોઈશું જ”

સોનું એ કહ્યું આવું :

તારક મહેતા ક ઉલટા ચશ્માં શો ની સોનું ભીડે એ કહ્યું હતું કે અમે અમારા ચાહકો ની સાથે ઘણો સારો સમય વિતાવવા નો પ્રયત્ન કરીએ છીએ. સુરત થી આવેલા આ બંને ભાઈઓ શ્યામ અને વિરલ એ કહ્યું હતું કે તેમને ટપુસેના ખુબ જ પસંદ છે અને તેમની સાથે અમે ઘણો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન અમને તેમના જીવન વિશે ઘણું જ જાણવા મળ્યું છે. 

પોપટલાલ એ આમ કહ્યું :

તારક મહેતા કા ઉલટા ચશ્માંના પોપટલાલ એ કહ્યું હતું કે અમે લોકો શો ના ચાહકો ને મળી ને ખુબ જ ખુશ છીએ શ્યામ અને વિરલ બંને તારક મહેતા શો ના ખુબ જ મોટા ચાહકો છે.તેઓ ને પણ લાઈવ શુટિંગ જોઈ ને ખુબ જ મજા પડી ગઈ હતી. અમે ફરીથી તેમને બંને ને મળવા માટે ઉત્સાહિત છીએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!