થોડી થોડી વારે ‘સૌતેલી માં’ શબ્દ સાંભળી કંટાળી ગઈ છે કરીના – કહ્યું ‘અગર સૌતેલી માં જ કહેવું છે તો પછી….’

બોલીવૂડ ની એક્ટ્રેસ કરીના કપૂર ની લોકપ્રિયતા ફિલ્મ જગત ની સાથે જ સામાન્ય લોકો માં પણ ઘણી બધી છે. તેને ઘણા વિદેશી લોકો પણ ખુબ જ પસંદ કરે છે અને તેને ફિલ્મો માં કામ કરતા ૨૦ વર્ષ થઇ ગયા છે. 

કરીના એ વર્ષ ૨૦૧૨ માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા જેનાથી પહેલા સૈફ એ અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન થી સૈફ અને અમૃતા ના બે બાળકો હતા જે ઈબ્રાહીમ અને સારા છે.આજ કારણે લોકો કરીના કપૂર ને “સૌતેલી માં” કહે છે અને આ વાત થી તે ઘણી વાર હેરાન થઇ જાય છે અને આ વાત વિશે તેણે પોતે જ જણાવ્યું હતું.

આ વાત થી છે હેરાન કરીના કપૂર :

અભિનેત્રી કરીના કપૂર એ ફિલ્મો માં સક્રિય છે અને સાથે જ તે પોતાનો પરિવાર પણ સંભાળે છે. કામ થી જયારે પણ સમય મળે છે ત્યારે તે પોતાના દીકરા તૈમુર ની સાથે સમય પસાર કરે છે. બોલીવૂડ ની આ હસીના એ મોટા ભાગના બધા જ એકટરો સાથે કામ કર્યું છે અને લગ્ન જીવન માં તેનું ખુબ જ ચાલે છે પરંતુ જયારે કોઈ તેને “સૌતેલી માં” કહે છે ત્યારે તેને ખુબ જ દુખ થાય છે.

એક ઈન્ટરવ્યું માં કહ્યું આવું :

એક ઈન્ટરવ્યું માં કરીના કપૂર એ કહ્યું હતું કે “મેં હમેશા જ ડીવા હોવાની ઈમેજ ની સાથે લડાઈ કરી છે. મને ખબર નથી કે આ ક્યાં થી શરુ થયું છે. લોકો હમેશા જ મને એક સૌતેલી માં તરીકે જ વિચારે છે. શરૂઆત માં તો મને આ વાત પર ગુસ્સો આવતો હતો પરંતુ હવે મને ડીવા ના ટેગ ને લીધે કોઈ ફર્ક પડતો નથી”

સૈફ ની દીકરી સારા અલી ખાન એ પણ બોલીવૂડ માં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે અને સારા ની કેટરીના સાથે ના સંબંધો પણ ખુબ જ સારા છે. પરંતુ ઘણી વાર કરીના ને આ સવાલ પૂછવામાં આવે છે કે એક સૌતેલી માં હોવાને લીધે તેનો સારા સાથે કેવો સંબંધ છે?

આ સવાલ નો જવાબ દેતા કરીના કહે છે કે “લોકો હજી પણ મને સૌતેલી માં કહી છે. પરંતુ હું મારા જીવન ને એવી રીતે નથી જોતી અને મને લાગે છે કે કોઈ ને મારા અંગત જીવન વિશે કઈ પણ બોલવું જોઈએ.”

ઘણી વાર જોવા મળે છે સારા અને ઈબ્રાહીમ સાથે :

કરીના કપૂર ની સાથે ઘણી વાર સૈફ અને અમૃતા ના બાળકો એટલે કે સારા અને ઈબ્રાહીમ જોવા મળે છે અને આ બધી તસ્વીરો ને જોઇને એવું લાગે પણ છે કે કરીના ના સારા અને ઈબ્રાહીમ સાથે ના સંબંધો સારા છે.

કરીના પણ તેઓની સાથે ખુબ જ સારી રીતે વર્તન કરે છે. કરીના એ પોતાના કરિયર માં ઘણા બધા અલગ અલગ પાત્રો ભજવ્યા છે. તેઓ એ વર્ષ ૨૦૦૦ માં પોતાના ફિલ્મ ના કરિયર  ની શરૂઆત કરી હતી, પરંતુ તેમને સાચી ઓળખ એ જ વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ “મુજે કુછ કહેના હે” થી મળી હતી.

જેના પછી કરીના એ ઘણી બધી સુપરહિટ ફિલ્મો પણ કરી હતી જેમાં થ્રી ઇડીયટ, કભી ખુશી કભી ગમ, બોડીગાર્ડ, બજરંગી ભાઈ જાન જેવી ઘણી બધી ફિલ્મો નો સમાવેશ થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!