૬૩ વર્ષના બાલાચન્દ્રજી રોજ ૨૫૦ ગરીબોને ભોજન કરાવે છે – આ જગ્યાએ આ ગરીબોને મદદ કરે છે

આ દુનિયા માં એવા પણ લોકો છે કે જેમને બે ટક નું ખાવા પણ નથી મળતું. ઘણા બધા લોકો એવા પણ છે કે જેમને ભૂખ્યા પેટે જ સુવું પડે છે. ગરીબી નું જીવન જીવવા વાળા આવા લોકો ને મદદ કરવા માટે જો કોઈ સામે આવે તો તેનાથી મહાન વ્યક્તિ અને આનાથી માં કામ કોઈ પણ ના થઇ શકે.

આ દુનિયા માં એક વાત તો સાચી છે કે મોટા ભાગના લોકો માત્ર પોતાના માટે જ વિચારે છે, પરંતુ એવા લોકો પણ દુનિયા માં ઓછા નથી કે જેઓ જેટલું પોતાના માટે વિચારે છે તેવું જ બીજાના સુખ દુખ માટે પણ વિચારે છે. બીજાના દુખ માં પણ તે ભાગીદાર બને છે, અને પોતાની તરફથી થઇ શકે એવી મદદ પણ કરે છે.

ઘણા બધા લોકો ને સુવું પડે છે ભુક્યા પેટ :

દુનિયા માં ઘણી બધી જગ્યાએ મોટી માત્રા માં અનાજ વેળફાઈ છે અને એવી જગ્યા પણ છે કે જ્યાં ઘણા બધા લોકો ને ભુક્યા પેટે સુવું પડે છે.એવા માં જો કોઈ આ ભૂખ્યા લોકો ને જમાડવા નું કામ કરી દે તો તેનાથી શ્રેષ્ઠ માણસ કોઈ ન કહેવાય.

આમ તો એવા ઘણા લોકો છે કે જે ગરીબો ને જમાડે છે. પરંતુ તમિલનાડુ માં ૬૩ વર્ષ ના બાલાચંદ્રા જે કરી રહ્યા છે તે ખુબ જ ઉલ્લેખનીય છે. ગરીબો ને જમાડવા નું કામ તેઓ પોતાના હાથ માં લીધું છે.

૨૫૦ ગરીબો ને રોજ જમાડે છે બાલાચંદ્રા :

તામીલનાડુ ના તુતુકુડી જીલ્લા માં ખુબ જ મોટી સંખ્યા માં આદિવાસીઓ પણ છે. એવા માં ઘણા બધા લોકો ગરીબ છે. આ બધા લોકો ને બે ટક ખાવા નથી મળતું. એવામાં અહી ના અંદાજે ૨૫૦ આદિવાસીઓ ને દરરોજ ભોજન કરાવવા નું કામ બાલાચંદ્રા કરી રહ્યા છે.

બાલાચંદ્રા દ્વારા દરરોજ આદિવાસીઓ ને જમવા ના પેકેટ નું વિતરણ કરવામાં આવે છે.અહી ના પહાડી વિસ્તારો માં તેઓ દરરોજ સવારે ૧૧ વાગે થી બપોરે ૧૨ વાગ્યા સુધી ભોજન ના પેકેટ પહોચાડવાનું કામ કરે છે. સૌથી મોટી વાત એ છે કે આ બધા ને સ્વાદિષ્ટ અને સારી ગુણવતા નું ભોજન આપે છે.

મહિના ના ત્રીજા રવિવારે કરે છે અનાજ નું વિતરણ :

બાલાચંદ્રા માત્ર આ બધા લોકો ને જમાડે જ છે, પરંતુ તેઓને દર મહીના ના ત્રીજા રવિવારે તેમની તરફ થી પાંચ પાંચ કિલો ચોખા અને એક એક કિલો દાળ નું વિતરણ પણ કરે છે. બાલાચંદ્રા મુજબ ૧૪ મી સદી માં જે કાવેરીપતનમ ના સંત પતિનાથર થયા હતા, તેમના પર થી પ્રેરણા લઇ ને તેઓ આ કામ કરી રહ્યા છે. પોતાના વ્યાપાર ની શરૂઆત કરી હતી ત્યારે તેઓએ મનમાં નક્કી કરી લીધું હતું કે તેઓ ગરીબો અને ભૂખ્યાઓને જમાડવા નું કામ કરશે.

બાલાચંદ્રા જણાવે છે કે તેમના જીવન ના ૬૦ વર્ષ તેમના પરિવાર ને આપી દીધા છે. પોતાના કામ ને આપી દીધા. જયારે તેઓએ વ્યાપાર શરુ કર્યો હતો ત્યારે તેઓ એ મનમાં જ વિચારી લીધું હતું કે તેઓ ભૂખ્યાઓ ને જમાડશે. હવે તેઓ પોતાને જ આપેલા વાચન ને અત્યારે પાળી રહ્યા છે.

પરિવાર છે સેટલ :

બાલાચંદ્રા નો પરિવાર સેટલ થઇ ગયો છે. તેમનો પુત્ર એક મલ્ટીસ્પેશલીટી હોસ્પિટલ માં મેનેજર તરીકે કામ કરી રહ્યો છે. સાથે જ તેની બંને દીકરીઓ ના લગ્ન થઇ ગયા છે. બંને વિદેશ માં રહે છે.બાલાચંદ્રા જે કામ ગરીબો માટે કરી રહ્યા છે, તે લોકો ને પ્રેરિત કરી દે તેવું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!