વારાણસીમાં પવિત્ર ગંગા આરતી કરીને ગલીઓમાં શોપિંગ કરતી સારા અલી ખાન – કોઈ ઓળખી પણ ના શક્યું

અમૃતા સિંહ અને સૈફ અલી ખાન ની લાડલી સારા અલી ખાન ખુબ જ ઓછા સમય ની અંદર બોલીવૂડ માં ઘણી આગળ વધી ગઈ છે. અત્યાર સુધી ની તેની મોટા ભાગની ફિલ્મો ખુબ જ સારી રીતે ચાલી છે. હાલ માં જ સારા અલી ખાન વારાણસી માં પોતાની આવનારી ફિલ્મ “અતરંગી રે”  ની શુટિંગ કરી રહી છે.

વારાણસી ની ગલીઓ માં આ રીતે જોવા મળી સારા :

પોતાની ફિલ્મ ના શુટિંગ ને માટે વારાણસી ના ચંદૌલી જીલ્લા ના એક ગામ માં રોકાયેલી છે. ફિલ્મ મેકર આનંદ એલ રાય ની ફિલ્મ માં સારા અલી ખાન એ અક્ષય કુમાર અને ધનુષ ની સાથે જોવા મળશે.જોકે હજી સુધી આ શુટિંગ માં અક્ષય કુમાર પહોચ્યા નથી.

વારાણસી માં રહી ને સારા ગંગા માતા ની થનારી આરતી કરવા પહોચી ગઈ હતી. આ પહેલા પણ તે એક વખત ગંગા માતા ની આરતી માં પહોચી ગઈ હતી.આરતી પછી તે વારાણસી ની ગલીઓ માં શોપિંગ કરવા માટે પહોચી ગઈ હતી.

ઇન્સ્ટાગ્રામ માં કર્યો વિડીયો શેર :

સારા અલી ખાન એ પોતાનો એક વિડીયો શેર કર્યો છે કે જેમાં પોતે વારાણસી ની ગલીઓ માં અલગ અલગ દુકાનો માં શોપિંગ કરી રહી હોય તેવું જોવા મળે છે.

એક દુકાન ની બહાર લગાવેલી શાલ માં ની સામે તે જુએ છે અને સાથે જ કેમેરા ની સામે જોઈ ને નમસ્તે કરે છે. બીજી એક દુકાન માં જાય છે અને ત્યાં દુકાનદાર ને એક વસ્તુ વિશે પૂછે છે કે આ શું છે, ત્યારે તે વ્યક્તિ જવાબ આપે છે કે “આ દહીં છે”.

આ સિવાય તે એક દુકાન માં અલગ અલગ રંગની બંગળીઓ ને જોઈ ને કહે છે કે મને આ બંગળીઓ ખુબ જ ગમી છે અને તે આ બંગળીઓ ને જરૂર થી ખરીદશે.

કોઈ ઓળખી ના શક્યું સારા ને :

જયારે સારા વારાણસી ની ગલીઓ માં અલગ અલગ દુકાને જઈ ને ત્યાં વિડીયો બનાવી રહી હોય છે ત્યારે તેની આસપાસ રહેલા લોકો માંથી કોઈ પણ લોકો તેને ઓળખી શકતા નથી. 

ગામના લોકો એ કહ્યું શુટિંગ અટકાવવા :

અત્યારે સારા પોતે પોતાની આવનારી ફિલ્મ માટે વારાણસી ના ચંદૌલી જીલ્લા ના એક ગામ માં રોકાયેલી છે, ત્યા ફિલ્મ ની શુટિંગ માટે અલગ અલગ લોકો બીજી જગ્યાએ થી આવી રહ્યા છે. જેમાં કેટલાક કલાકારો અને કૃ મેમ્બર્સ પણ સામેલ છે. 

બહાર થી આવી રહેલા આ બધા લોકો ને લીધે અને અત્યારે ફેલાઈ રહેલા કોરોના વાઈરસ ને લીધે તે ગામ ના લોકો ગભરાઈ ગયેલા છે કે તેમના ગામ માં પણ આ કોરોના વાઈરસ ની અસર ના થઇ જાય. એટલા માટે તેઓએ માંગ કરી છે કે આ શુટિંગ ને હાલ કેન્સલ કરી દેવા માં આવે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!