વાસી મોઢે પાણી પિતા હો તો જરૂર વાંચી લેજો – આંખ ઉઘાડનાર પોસ્ટ શેર કરજો જરૂર

મોટા ભાગના લોકો એ ઉષાપાન નું નામ તો સાંભળ્યું જ હશે કે જેનો મતલબ છે ઉઠી ને તરત જ વાસી મોઢે પાણી પીવું એ પણ બ્રશ કે કોગળા કર્યા વગર. ઘણા લોકો આવું કરતા પણ હોય છે. આજે અમે તમને ઉષાપાન એટલે કે વાસી મોઢે પાણી પીવાના લાભ વિશે જણાવીશું. જો તમે વાસી મોઢે પહેલે થી જ પાણી પિતા હોય તો તમે પણ આના લાભ વાંચીને આશ્ચર્ય ચકિત થઇ જશો અને જો તમે વાસી મોઢે પાણી ન પિતા હોવ તો કાલ થી જ શરુ કરી દેશો તેના લાભ વિશે જાણીને. તો ચાલો જાણીએ ક્યાં ક્યાં લાભ થાય છે, વાસી મોઢે પાણી પીવાના.

આયુર્વેદ માં કહેલું છે આ વિશે :

આપણા આયુર્વેદ માં વર્ષો પહેલા થયેલા વાગભટ્ટ ઋષિ એ પોતાની પુસ્તક માં સંસ્કૃત ભાષા માં ઘણા બધા સુત્રો લખેલા છે કે જે આપણા જીવન માં સ્વસ્થ અને નીરોગી રહેવા માટે ખુબ જ ઉપયોગી છે. આમાંના એક સૂત્ર માં ઉષાપાન વિશે લખેલું છે. જે મુજબ જો આપણે આખું જીવન સ્વસ્થ રહેવા માંગતા હોઈએ તો સવાર ના ઉઠી ને સૌથી પહેલા પાણી પીવ જોઈએ. વહેલી સવાર ના સમય ને ઉષા નો સમય કહેવામાં આવે છે એટલા માટે ત્યારે જો પાણી પીવામાં આવે તો તેને ઉષાપાન કહેવામાં આવે છે.

આ છે વૈજ્ઞાનિક કારણ :

વિજ્ઞાનિક દ્રષ્ટીએ થી જોઈએ તો આપણા મોઢા માં બનતી લાળ નું આપણા શરીર માં જવું ખુબ જ જરૂરી છે, કેમકે લાળ છે એ ક્ષારીય હોય છે અને આપણા શરીર માં અમ્લતા રહેલી હોય છે. જયારે લાળ આપણા શરીર માં જાય છે ત્યારે તે અમ્લતા ને દુર કરે છે અને ક્ષારીય બનાવે છે. જેને કારણે આપના શરીર ને ઘણા બધા લાભ થાય છે. અને આખી રાત્રે આપણે સુતા હોઈએ ત્યારે આપના મોઢા માં બનેલી આ લાળ આપણા શરીર માં જતી નથી એટલા માટે સવારે ઉઠી ને સૌથી પહેલા પાણી પીવાથી આ લાળ આપણા શરીર માં જાય છે અને આપણા શરીર માંની અમ્લતા દુર કરે છે. તો ચાલો હવે જાણીએ સવારે વાંસી મોઢે પાણી પીવાથી ક્યાં ક્યાં લાભ થાય છે.

વજન ઘટી જાય :

સવાર ના ઉઠીને સૌથી પહેલા વાસી મોઢે હુંફાળું ગરમ પાણી પીવાથી થોડા સમય માં જ વજન ઘટવા લાગે છે. એટલા માટે જે લોકો ને વજન ઘટાડવું હોય તે લોકો માટે ઉષાપાન કરવું ખુબ જ ઉપયોગી છે.

પાચનક્રિયા ને બનાવે છે મજબુત :

સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી રાત્રે સુતી વખતે બનેલી લાળ પાણી સાથે શરીર માં જાય છે અને આ લાળ પાચન ક્રિયા ને મજબુત બનાવે છે.

ગેસની સમસ્યા થાય છે દુર :

ખોરાક નું પાચન સારી રીતે ન થવાથી લોકો માં જોવા મળતી ગેસ ની સમસ્યા પણ વાસી મોઢે પાણી પીવા થી ગેસ ની સમસ્યા દુર થાય છે.આ સિવાય પણ ઘણી બધી સમસ્યાઓ દુર થાય છે.એટલા માટે દરરોજ સવારે ઉઠીને ઉષાપાન વખતે સવા લીટર પાણી પીવું જોઈએ. જો પેલા દિવસ થી જ તમે આટલું પાણી ન પી સકતા હોય તો પહેલા દિવસે એક ગ્લાસ થી શરુ કરીને પછીથી ધીરે ધીરે પાણી ની માત્ર વધારી શકો છો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!