યસ બેંકને સંકટ માંથી દુર કરવા જેમની નિયુક્તિ થઇ છે એ પ્રશાંતકુમાર કોણ છે – ક્લિક કરી જાણો

જો તમે યસ બેંક ના ગ્રાહક છો તો તમને એ તો ખબર જ હશે કે તે અત્યારે ખુબ જ ખરાબ સમય માંથી પસાર થઇ રહી છે. પ્રાઈવેટ સેક્ટર માં ચર્ચિત યસ બેંક કર્જા માં ડૂબેલી છે, યસ બેંક વિતીય સંકટ માંથી પસાર થઇ રહ્યું છે અને તેના શેર ના ભાવ ખુબ જ નીચે પડી રહ્યા હતા. 

આમ જોઈએ તો યસ બેંક પોતાની આ હાલત ની પોતે જ જવાબદાર છે, યસ બેંક એ ઘણા બધા લોકો ને લોન આપી હતી, જેને લીધે તે આર્થિક સંકટ માં ફસાઈ ગઈ હતી, દિવાન હાઉસિંગ, જેટ એરવેઝ આવી બધી કંપનીઓ ને લોન દઈ ને પોતે જ વિતીય સંકટ માં ફસાઈ ગઈ છે.

બેંક પર લાગી આરબીઆઈ દ્વારા પાબંદી :

આરબીઆઈ એ યસ બેંક ની ઉપર ૩ એપ્રિલ સુધી પાબંદી લગાવી છે, ખબરો મુજબ એવું જણાવવા માં આવી રહ્યું છે કે આરબીઆઈ મુજબા તે આવતા ૧ મીના સુધી રહેશે અને યસ બેંક ના ગ્રાહકો તેમના ખાતા માંથી ૫૦૦૦૦ ની જ રાશી કાઢી શકશે.  જો સરળ શબ્દો માં કહીએ તો માત્ર ૫૦૦૦૦ રૂપિયા જ ખાતા માંથી બહાર કાઢી શકાશે, પરંતુ જો કોઈ વ્યક્તિ ઈમરજન્સી માં વધુ પૈસા ની જરૂર હોય તો તેના માટે કેટલીક શરત રાખેલી છે. આ શરત નું પાલન કરતા વ્યક્તિ ૫ લાખ સુધી ની ધનરાશી કાઢી શકે છે. પરંતુ યસ બેંક કોઈ પણ પ્રકાર ની લોન આપી શકશે નહિ.

આ વ્યક્તિ ને કરવામાં આવ્યા છે નિયુક્ત :

યસ બેંક ને સંકટ ગ્રસ્ત સ્થિતિ માંથી બહાર કાઢવા માટે એક વ્યક્તિ ની નિયુક્તિ કરવા માં આવી છે. આ વ્યક્તિ નું નામ છે પ્રશાંત કુમાર. તો ચાલો જાણીએ કોણ છે આ પ્રશાંત કુમાર.

કોણ છે પ્રશાંત કુમાર ?

પ્રશાંત કુમાર એ એસબીઆઈ ના પૂર્વ અધિકારી હતા. ખબરો મુજબ આર બી આઈ ના આવનારા આદેશ મુજબ પ્રશાંત કુમાર જ યસ બેંક ના પ્રશાસક ની જવાબદારી સંભાળશે.

પ્રશાંતકુમાર ને બેન્કિંગ સેક્ટર નો ખુબ જ લાંબો અનુભવ છે. ૩૬ વર્ષ સુધી તેઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં રહ્યા હતા, પ્રશાંતકુમાર એ પોતાના અભ્યાસ ની શરૂઆત બિહાર ની રાજધાની પટના માં કરી હતી, આ પછી તેઓએ દિલ્લી યુનીવર્સીટી માં અભ્યાસ કર્યો હતી. તેઓ સાઈન્સ અને કાયદા ના વિદ્યાર્થી છે.

ગ્રાહકો છે ખુબ જ હેરાન :

આમ જોઈએ તો યસ બેંક ના ગ્રાહકો અત્યારે ખુબ જ પરેશાન છે , અને આ બેંક ના શેર ના ભાવ પણ ખુબ જ નીચે પડી ગયા હતા. જોકે આ પહેલી વખત નથી કે કોઈ બેંક ની હાલત આવી થઇ ગઈ, આનાથી પહેલા પણ એક બેંક માં આવું થયું હતું જેના પછી તેને બંધ કરવી પડી હતી.

શુક્રવારે યસ બેંક ના શેર નો ભાવ 33.૧૫ રૂપિયા માં ખુલ્યા હતા જે ૫ રૂપિયા સુધી પહોચી ગયા હતા અને છેલ્લે ૧૬ રૂપિયા માં બંધ થયા હતા.આર બી આઈ એ યસ બેંક ના ગ્રાહકો ને કહ્યું છે કે તેમને બીવાની જરૂર નથી, થોડા જ દિવસો માં બેંક નું રીસ્ટ્રક્ચરીંગ નું કામ શરુ થશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!