અમદાવાદ માં ટપોટપ કોરોના કેસ વધ્યા – બેકાબુ થઇ રહ્યું છે ગુજરાતનું ઔદ્યોગિક કેપિટલ

અમદાવાદ માં વધી રહ્યા છે કોરોના વાઇરસ ના અધઅધ કેસ

  • લોકડાઉન અને કર્ફ્યું નું પાલન થઇ રહ્યું નથી પણ કોઈ ને કોઈ પણ જાતની ચિંતા નથી
  • રાજકોટ,સુરત, ભાવનગર અને વડોદરા માં કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે
  • પરંતુ અમદાવાદ માં કેસ કેમ વધતા રહે છે?

અમદાવાદ શહેર ના કોર્ટ એરિયાના ૫ નંબરના વોર્ડ માં કોરોના બેકાબુ થઇ રહ્યો છે, અહિયાં ના મ્યુનિસિપલ કમિશનર પાસે કોરોના નિયંત્રણ માટે,આ એરિયાના ખુબ જ મર્યાદિત અધિકાર છે, લોકડાઉન નો એક મહિના ઉપરાંત પણ કોઈ પણ જાતના કર્ફ્યું કે રોક્ધામમાં કામયાબી મળી નથી.

લોકડાઉન ના એક મહિના ઉપરાંત પણ અમદાવાદ માં હાલત ખુબજ બેકાબુ છે, જોતા જોતા જ આ શહેર ત્રીજા સ્ટેજ માં પહોચી ગયું છે,એટલે હવે કમ્યુનીટી ટ્રાન્સફરનું  સ્ટેજ આવી ગયું છે, આ બધા પરિબળો જોતા પ્રશાશકોના કેટલાય પ્રયતનો કરવા છતાં પણ જોઈએ તેવી કામયાબી મળી રહી નથી, શહેરના અમુક એરિયા તો એવા છે કે ત્યાની ભીડ-ભાડ જોતા તો એવું લાગતુંજ નથી કે આ શહેર કોરોના જેવા ભયંકર વાઇરસના સંક્રમણમાંથી પસાર થઇ રહ્યું છે.

ઘરે બેસીને પણ કોરોના જેવા મહામારી ને આપણે હરાવી સકવા માટે સમર્થ છીએ, છતાં પણ લોકો કોઈ પણ જાતની ચિંતા કે પર્વાહ કર્યા વીના બહાર નીકળે છે અને બેકાબુ ખરીદદારી પણ કરી રહ્યા છે,છતાં પણ આવા બેકાબુ લોકો માટે કોઈ પણ જાતની સખત માં સખત કાર્યવાહી કેમ કરવામાં આવી રહી નથી.

પાછલા એક મહિના માં અમદાવાદ ના કાલુપુર,દરિયાપુર,જમાલપુર,દાણીલીમડા,અને માણેકચોક માં સૌથી વધુ કોરોના સક્રમણ જોવા મળ્યું છે,આ એરિયા ની અમુક ગલી અને એરિયા ને ક્વોરોન્ટઈલ કરવામાં આવી હતી અમુક એરિયા માં કર્ફ્યું નાખવામાં આવ્યું હતું,હવે જરૂર છે આવા એરિયા માં આર્મી ની હેલ્પ લઈને ત્યાં જોરદાર કર્ફ્યું નાખવાની જેનાથી સક્રમણ ને જેટલું બની શકે તેટલું આપને ઘટાડી શકીએ અને તેની કડીને તોડવામાં આપણને સફળતા મળે,અને ઘરો ને સદંતર બંધ રાખવા ને પકડી પકડી ને ટેસ્ટ કરવા જોઈએ એવું વિશેષજ્ઞ માને છે,

હવે અમદાવાદ ના જે એરિયામાં કોરોના પોઝીટીવીટી નોંધાઈ નથી તે લોકોમાં હવે ભય જોવા મળ્યો છે, જે એરિયા માં આટલા બધા કેસ હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ અને સરકાર મળીને જો સફળતા નો મેળવી શકતા હોય અને જે એરિયા માં અત્યારે સંક્રમણજોવા નથી મળ્યું અને એકાદ પણ પોઝીટીવ કેસ જો નોધાશે તો શું થશે? જે બેકાબુ એરિયા છે તેને પણ સંભાળવામાં સફળતા ના મળતી હોય તો , આવા સુરક્ષિત એરિયાને બચાવવામાં સરકાર અને મ્યુનિસિપલ ને સફળતા મળશે ?અને જો આવી જ રીતે ચાલતું રહ્યું તો આખું અમદાવાદ ને સંક્રમિત થતા વાર નહિ લાગે .

હવે તો લોકો ને એવું પણ એવું માનવા લાગ્યા છે કે બીજા શેહરોની મ્યુનિસિપલ સારું કામ કરી રહી છે, સુરત , રાજકોટ અને વડોદરા ની મ્યુનિસિપલ અપેક્ષા કરતા ખુબજ સારું કામ કરી રહી છે અને શહેરો માં કેસ પણ ઓછા નોધાવા લાગ્યા છે, જે દર્શાવે છે કે મ્યુનિસિપલ અને સરકાર ની દરેક સામ દામ અને દંડ ની નીતિ વિફળ ગઈ છે અને કોઈ પણ રીતે કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી.

અમદાવાદના હોટ-સ્પોટ ના એરિયા ની જનતા લોકડાઉન સંપૂર્ણ રીતે પાળતી નથી અને કર્ફ્યું નો પણ જોઈ તેવી અસર પણ જોવા મળતી નથી,જ્યાં ગુજરાત ના હોટ સ્પોટ માનવામાં આવે છે, એવા અમદાવાદ ના આ હોટ સ્પોટની જનતા નાતો કર્ફ્યું માનતી કે લોકડાઉન ને સંપૂર્ણ રીતે પાલન કરતી, આવી જનતા ને તો એવું લાગે છે કે નિયમ તો ખાલી તોડવા માટે જ બનાવાયા છે, મ્યુનિસિપલ ની બધી જ કોશિશ નાકામયાબ જતી હોય તેવી જોવા મળે છે,કોટ નો બ્રીજ જયારે મન પડે ત્યારે ખોલી દેવામાં આવે છે અને મન પડે ત્યારે બંધ કરી દેવામાં આવે છે, આવી પરિસ્થિતિમાં કોરોના ઉપર કાબુ કઈ રીતે મેળવવામાં આવશે?

Author: જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!