૧૫૦ જરૂરિયાત મંદ લોકો માટે વરદાન બન્યો અમદાવાદનો આ મોલ – જ્યાં હજારો લોકો રોજ જતા ત્યાં આજે

આજે જયારે હજારો લોકો રસ્તા પર આવી ગયા છે ત્યારે આ કોરોના મહામારીના સંકટના આ કપરા  સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ ગરીબ અને શ્રમિક વર્ગ માટે  આશીર્વાદરૂપ બની અને શરણ આપી રહ્યો છે. અમદાવાદ સ્થિત ઈસ્કોન મોલ દ્વારા લોકડાઉનમાં હિજરત કરી રહેલાં 150 લોકો માટે પોતાના દરવાજા ખોલી દીધા હતા. અને એટલું જ નહિ પણ આ બધા હિજરતીઓ માટે ખાવા-પીવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. હર હંમેશ જયારે જોઈએ ત્યારે કોઈ ને કોઈ ખરીદી કરનારા વર્ગથી ઉભરાતો આ મોલ આજે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યો છે જેની આખા સમાજે નોંધ લીધેલ છે.

ગુજરાતમાં નાના મોટા કામ કરીને સ્થાનિક અને પરપ્રાંતીય લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. લોકડાઉનને પગલે નાના કામ કરતાં લોકો ગુજરાત છોડીને પોતાના વતન જઈ રહ્યા હતા. ત્યારે પોલીસ અને તંત્રએ આવા લોકોને હંગામી રહેવાની વ્યવસ્થા કરી આપી છે. અમદાવાદનો ઇસ્કોન મોલ આવા લોકોનું શેલ્ટર બન્યું છે. જે મોલમાં લોકોની અવર જવર કરતા હતા ત્યાં લોકોની રસ્તા પર રઝળતા લોકોને સાચવવામાં આવે છે. મોલમાં ગરીબીને પથારી પાથરવામાં આવી છે. 130 લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને જમવા અને રહેવા માટેની સગવડ કરવામાં આવી છે અને અમદાવાદના અલગ અલગ જગ્યાએથી લેવામાં આવ્યા હતા.

ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદના એસજી હાઈવે પર આવેલ ઈસ્કોન મોલ આજે જે લોકો લોકડાઉનમાં અટવાઈ ગયેલાં છે એમના માટે શેલ્ટર હોમ બની ગયો છે. જરૂરિયાતમંદ લોકો માટે તે એક અદ્ભુત સહારો બની ગયો છે. અહીં મોલ મેનેજમેન્ટ અને બીજી સંસ્થાઓ દ્વારા 150 લોકો માટે રહેવા-જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઇસ્કોન મોલની અંદર જ 12 દુકાનો ખોલી દઈને આ લોકોને ઊંઘવા માટે આપવામાં આવી છે. તો તે લોકો માટે 600 લિટર પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, પણ લોકોને ગરમી ન લાગે તે માટે પણ 50 જેટલાં ટેબલ ફેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના મહામારીના સંકટમાં માનવધર્મ લોકો દેખાડી રહ્યા છે. ગરીબ, ભિક્ષુકો માટે ફૂડ પેકેટ આપવાના સેવાયજ્ઞ ઠેર ઠેર ચાલી રહ્યા છે. અમદાવાદ પોલીસ અને મનપા દ્વારા પણ કોઈ ભૂખ્યું ન રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તેવામાં શહેરના પ્રતિષ્ઠિત મોલ દ્વારા પણ આ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મહામારીના આ સમયમાં માનવ ધર્મની સુવાસ ચારેકોર ફેલાઈ રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!