બ્રેકીંગ ન્યુઝ: અમદાવાદમાં દુકાનો ૩ મે સુધી બંધ જ રહેશે – વિજય નેહરાએ કરી આ જાહેરાત

પરમ દિવસે રાત્રે જયારે કેન્દ્ર સરકાર તરફથી શરતો સાથે દુકાનો ખોલવાનો નિર્ણય આવ્યો ત્યાર બાદ ગઈ કાલે ગુજરાત રાજ્ય સરકારે બપોરે ઉચ્ચસ્તરીય મીટીંગ કરીને અમુક નિયમો બનાવેલા અને જણાવેલું કે શહેરી વિસ્તાર ની રહેણાંક વિસ્તાર સ્થિત દુકાનો ખુલી શકશે જેમાં નીચે ની દુકાનો બંધ રહેશે.

બાર્બર શોપ –હેર કટીંગ સલૂન-બ્યૂટી પાર્લર-પાન-ગુટકા-બીડી-સીગારેટની દુકાનો ચ્હા –
ટી સ્ટોલ- હોટલ રેસ્ટોરન્ટ શરૂ નહિં થાય. ફરજિયાત માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવું પડશે. ટેક્ષી સેવા-રિક્ષાઓ-ઉબેર કે બસ સેવાઓ શરૂ નહિં થાય. મુખ્યમંત્રીશ્રીએ મોલ-માર્કેટીંગ કોમ્પ્લેક્ષ માટે મહત્વના નિર્ણયો કર્યા. શહેર-જીલ્લામાં કન્ટેનમેન્ટ વિસ્તારોમાં દુકાનો-વ્યવસાય શરૂ કરી શકાશે નહી

આ નિયમો સાથે આજ થી રાજ્યના લગભગ વિસ્તારોમાં દુકાનો ખુલી જોવા મળી છે ત્યારે અમદાવાદ કમિશ્નર સાહેબ વિજય નહેરાજી એ અત્યારે પ્રેસ કોન્ફરન્સ માં જાહેરાત કરી છે કે અમદાવાદમાં દુકાનદારો એ સામેથી આવીને ૩ મે સુધી દુકાનો નહિ ખોલે એવું સુચન કર્યું અને ખુબ જ આદર્શ જનતા જનાર્દન નું ઉદાહરણ આપ્યું છે.

આ સાથે વિજય નહેરાએ કહ્યું કે કોરોના કેસ ડબલીંગ ૮ સુધી પહોંચ્યું છે. જે એક સારો સંકેત છે. અને આ ડબલીંગ રેશિયો ઘટતો રહેશે તો જલ્દી જ અમદાવાદ કોરોના મુક્ત થશે પણ આના માટે જનતા નો સપોર્ટ ખુબ જરૂરી છે.

આ સાથે નેહરા સરે મુસ્લિમ ભાઈઓ ને વિનંતી કરી હતી એમને પવિત્ર રમજાન મહિનામાં પણ ઘરની બહાર ના નીકળવું જોઈએ અને નમાઝ અને રોજા ઘરે જ કરવા અને ઘરે જ રોજા તોડી ઇફતાર કરવું એવી વિનંતી અને સુચના આપેલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!