ધનુર્ધર અર્જુન બન્યા બ્રિહનલ્લા (નપુંસક) અને પૂરો કર્યો આ શ્રાપ – મહાભારતની વાત

મહાભારત માં અર્જુન ના રોલ માં ભરપુર આકર્ષણ છે, યુધ્ધ હોય કે બાળપણ હોય બધી જ જગ્યાએ તેને મહત્વાકાંશી અને અત્યંત ઈમ્પોર્ટન્ટ આપવામાં આવ્યુ છે. એ મહાભારતના મહાનાયકમાંનો એક હતો. અર્જુનનો અર્થ ઉજ્જવળ, ચમકતું કે ચાંદી એવો થાય છે, તેની ગણના કર્ણ તથા એકલવ્યની જેમ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તરીકે થાય છે.તે કુંતી પુત્ર અને વાસદેવ શ્રી કૃષ્ણ નો પરમ મિત્ર હતો.

અર્જુનને એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. એક તંદુરસ્ત તન અને મન ધરાવતી વ્યક્તિ જેને દરેક મા પુત્ર તરીકે, દરેક પત્ની વર તરીકે અને દરેક વ્યક્તિ મિત્ર તરીકે મેળવવા ઇચ્છે. અર્જુન ઈઁદ્રનો પુત્ર એક સશક્ત શરીર સહિત ખૂબ મોહક દર્શાવાયો છે. ધનુર્વિદ્યામાં નિપુણતાનો તેને એક અનન્ય ફાયદો થયો. આને લીધે તે સ્વયંવરમાં તેની પ્રથમ પત્ની, પાંચાલનરેશ દ્રુપદની પુત્રી, દ્રૌપદીનો હાથ જીતી શક્યો.

આમ જોઈએ તો મહાભારત અને રામાયણમાં અમુક પ્રસંગો એવા છે કે જેની ઘણા ખરા લોકોને સંપૂર્ણ માહિતી નો ખ્યાલ હોતો નથી,અને અત્યારે સોશિયલ મીડિયા સહિત ન્યૂઝ વેબસાઈટો પર મહાભારત અને રામાયણના પ્રસંગોને લઈને અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે, તેમાં એક મહાભારત નો  એવો પ્રસંગ છે અજ્ઞાતવાસ દરમિયાન અર્જુને વ્યંઢળ તરીકે ગાળ્યો હતો , તો તેને રૂપ બદલ્યું હતું કે હકીકતમાં વ્યંઢળ હતો? આ વાતની મોટા ભાગના લોકો ને ખ્યાલ નહિ હોય, તો આજે અમે આપને જણાવીશું કે તે એક શ્રાપ હતો જેનો ઉપયોગ કરીને અર્જુને માટે અજ્ઞાનવાસ માં છુપાવું ખુબજ આસન બન્યું હતું, નહિતર અર્જુન અજ્ઞાતવાસ માં ઓળખાવ્યા વગર રહી શકે તેમ હતો નહિ.

આ શાપ અર્જુન ને ક્યારે અને કોને શા માટે આપેલો ? એ એક સરસ મજાની રહસ્યમય વાત છે, જે લોકોએ મહાભારત જોયું નથી કે વર્ષો પેહલા જોયેલું હોય તો કદાચ ભૂલી પણ ગયું હશે કે અર્જુનને શા માટે આ શ્રાપ મળેલો અને કોને આપેલો જે હકીકત માં શાપ જ હતો પણ અર્જુન માટે તે આશીર્વાદ રૂપ બની રહે છે.

ધુતક્રીડા માં પાંડવો શકુનીમામા ની સામે હારી ગયા હતા અને તેઓને વનવાસ થયેલો ૧૨ વર્ષ માટે અને ૧ વર્ષ અજ્ઞાતવાસ માં રેહવાનું એવી કૌરવોની શરત હતી, અને હવે પાંડવો અને કૌરવો બંને ને આ કાળ દરમિયાન ખ્યાલ આવી ગયેલો કે હવે તો ૧૪ માં વર્ષે યુધ્ધ નિશ્ચિત છે. બંને બાજુ થી અત્યારથી જ પોતપોતાની સેનાને મજબત કરવા લાગી હતી.

પાંડવો નો યુધ્ધ માટેનો સૌથી મોટો આધાર એટલે ભીમ અને અર્જુન, અને આ માટે યુધિષ્ઠિર અર્જુન ને સ્વર્ગમાં જઈને ઇન્દ્રદેવ ની પાસે થી દીવ્યસ્ત્રો મેળવવાની આજ્ઞા કરે છે, ઇંદ્રલોકમાં ગાળેલા સમય દરમ્યાન ઉર્વશી નામની અપ્સરા અર્જુન પ્રત્યે આકર્ષિત થઇ અને અર્જુન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ભૂતકાળમાં ઉર્વશી ના લગ્ન પૌરવ નામના રાજા સાથે થયાં હતાં અને તેના દ્વારા તેમને આયુશ નામે એક પુત્ર હતો જે અર્જુનનો દૂરનો પિતરાઇ થતો હતો. આ સંબંધ અનુસાર તે ઉર્વશીને માતા સમાન જોતો હતો. આમ જણાવી તેણે ઉર્વશીના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. એક અન્ય મત અનુસાર ઉર્વશી અર્જુનના પિતા ઇંદ્રના દરબારની અપ્સરા હોવાથી તેને તે અમુક હદે માતા સમાન નિહાળતો હતો. પોતાનો અસ્વીકાર ઉર્વશીને અપમાન સમાન લાગ્યો. તેણે અર્જુનને સમજાવ્યું કે પૃથ્વીના કોઇ સંબંધો સ્વર્ગની અપ્સરાને બંધનકારી નથી. તેમ છતાં અર્જુન પોતાની વિચાર બંધન માંથી બહાર ન આવી શક્યો અને ઉર્વશીને કહ્યું, હું તો આપની સમક્ષ એક બાળક છું. આ ઉત્તર સાંભળી ઉર્વશીએ અર્જુનને નંપુસકતાનો શ્રાપ આપ્યો. ઇંદ્રએ તેને શ્રાપ ઘટાડવાનો કહ્યું આથી તેણે શ્રાપની અવધી એક વર્ષ કરી અને પોતાના જીવનનો કોઇપણ એક વર્ષ તે પસંદ કરી વ્યંઢળ બની શકે તેવી જોગવાઇ રાખી. આ શ્રાપ અર્જુન માટે વરદાન સાબિત થયો અને તેને તેણે ખૂબ જ અસર કારાક રીતે વનવાસના છેલ્લાં વર્ષ દરમ્યાન કર્યો જ્યારે તેમણે ગુપ્તાવાસમાં રહેવાનું હતું.

કૌરવ સાથેના કરાર અનુસાર તે અને ૧૨ વર્ષ દેશવટો સહી તેરમા વર્ષે ગુપ્તાવાસમાં રહેવાનુ હતું. આ વર્ષ તેમણે વિરાટ રાજ્યમાં ગાળ્યો. અર્જુને આ વર્ષે ઉર્વશીના શાપનો ઉપયોગ કરી વ્યંઢળ તરીકે ગાળ્યો. તેને બ્રિહનલ્લા નામ લીધું. તે વર્ષના અંતે અર્જુને એકલે હાથે વિરાટ પર ચડી આવેલી કૌરવ સેનાને હરાવી હતી. તેની તે બહાદુરીના બદલા સ્વરૂપે અને પાંડવોની ખરી ઓળખ મેળવતા વિરાટ રાજે પોતાની કન્યા ઉત્તરાને અર્જુન સાથે પરણાવી. ઉંમરના અંતર ઉપરાંત નૃત્ય અને સંગીતનો પ્રશિક્ષક હોવાથી અર્જુને ઉત્તરાને કન્યા સમાન ગણી હોવાથી મૂંઝવણ વ્યક્ત કરી. અને જણાવ્યું કે ઉત્તરાના વિવાહ તેના પુત્ર અભિમન્યુ સાથે કરવામાં આવે. આ વિવાહ થકી જન્મેલ બાળક કુરુ કુળનો એક માત્ર વારસ જીવીત રહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!