કોરોના સામેની જંગમાં બચ્ચાનની મોટી પહેલ – આ રીતે અધધ આટલા મજુરો માટે મદદરૂપ થશે

કોરોના નો કહેર આજે જયારે પુરા વિશ્વમાં ફેલાઈ ગયેલો છે અને વિશ્વ આખું એની સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારતમાં પણ રોજ ૪૦૦ થી ૫૦૦ નવા કોરોના પોઝીટીવ કેસ આવી જ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ૨૧ દિવસ નું લોક ડાઉન મોદી સરકારે જાહેર કર્યું છે પણ અમુક લોકો ને ઘરમાં ટકવું જ નથી અને ફર્યા જ કરે છે ત્યારે એક બીજાના સંપર્ક થી આ રોગ દેશમાં વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે.

સરકારે લોક ડાઉન અને બીજા ઘણા આકરા પગલાઓ લીધેલા છે આવી પરિસ્થિતિમાં મજુર વર્ગ માટે બધા જ લોકોને ચિંતા થઇ રહી છે. આ એવો વર્ગ છે જે રોજે રોજ કમાઈ અને રોજે રોજ ખાઈ છે. આવા વર્ગની લોકડાઉન માં કામ ના હોવાથી શી દશા થતી હશે એ વિચારીને જ આપણને આંચકો આવી જાય. જો કે ઘણી સંસ્થાઓ શહેરોમાં ભોજન પુરુ પાડવા કાર્યરત છે, સરકારે પણ મજુરો ને મફતમાં રાશન આપવાની જાહેરાત અને અમલ કરેલ છે, તેમ છતાં આ બધી મદદ બધા જ મજુરો સુધી નથી પહોંચી શકતી, કદાચ એ શક્ય જ નથી.

આવી ચિંતા અને તણાવ વાળી પરિસ્થિતિમાં બોલીવુડ માંથી ઘણા લોકોએ ખુબ મોટી રાશિમાં રકમ પી.એમ. ફંડ માં ડોનેટ પણ કરેલ છે અને ઘણા મિત્રોએ પોતાના થી થતી બધી મદદ કરી છે. સલમાન ખાને પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના લો પ્રોફાઈલ લોકો માટે તમામ જવાબદારી લઈને ખુબ પૂર્ણ નું કાર્ય કરેલ છે.

મજુરો ને મદદ કરવા બોલીવુડ ના બાદશાહ ગણાય એવા અમિતાભ બચ્ચન પણ મૈદાન માં આવી ગયા છે. એમને ઓલ ઇન્ડિયા ફિલ્મ એપ્લોય્ઝ ફેડરેશન માં કાર્યરત અને એમાં જોડાયેલા લગભગ ૧ લાખ જેટલા અલગ અલગ કેટેગરીના મજુરો અને એમના પરિવાર ની મદદ માટે, મહિના નું રાશન આપવાનો સંકલ્પ લીધો છે.

અમિતાભ બચ્ચન ની આ ઉમદા પહેલ માં સોની અને કલ્યાણ જવેલર્સ પણ જોડાયું હોવાના સમાચાર છે અથવા પુરુ સમર્થન હોવાની વાત મળી છે.

આ બાબતમાં સોની પિક્ચર્સ ઇન્ડિયા દ્વારા રજૂઆત પણ થયેલી કે અમિતાભ બચ્ચન ના આ ૧ લાખ મજુરો ના પરિવાર માટેના માસિક રાશન માટે સોની અને કલ્યાણ જવેલર્સ નું એમને પુરુ સમર્થન છે.

જો કે હજુ એ વાત બહાર નથી આવી કે અમિતાભ બચ્ચન ક્યારે અને કઈ રીતે આ ૧ લાખ મજુરોના પરિવાર સુધી રાશન પહોચાડશે. જો કે એમના માટે અમિતાભ, સોની ની ટીમ કાર્યરત થઇ ગયેલી છે પણ સતાવાર કોઈ જાહેરાત થયેલ નથી.

આ સિવાય પણ ઘણા અલગ અલગ બોલીવુડ સ્ટાર્સ રોજ કંઇક ને કંઇક રીતે સમાજ માં મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે એ કહેવું ઘટે કે આપણે પણ પરોક્ષ રીતે આ મદદ માં એમની સાથે જ છીએ.

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!