શોકમાં ડૂબ્યું બોલીવુડ – અમિતાભ બચ્ચનથી લઈને લતા મંગેશકરે આપી આ રીતે શ્રધાંજલિ

ઈરફાનખાન ની મૃત્યુ ના ઠીક એક દિવસ બાદ બોલીવુડે ફરીથી એક સિતારાને શ્રદ્ધાંજલિ આપી,બોલીવુડ જગતમાં અમુલ્યો ફાળો આપનાર એવા લોક્ચાહિતા ઋષિકપૂરનું મૃત્યુ થયું છે.ઋષિકપુરને બુધવાર મોડી રાત્રે તબિયત બગાડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા,અને આજે સવારે તેમનું મૃત્યુ નીપજ્યું હતું,ઋષિકપૂર ના અવસાનથી બોલીવુડમાં શોક ગ્રસ્ત વાતાવરણ ઉભું થઉ છે, બોલીવુડના ઘણા સિતારાઓએ ટ્વીટ કરીને ઋષિકપૂરને શ્રદ્ધાંજલિ આપી છે.

અમિતાભ બચ્ચન ઋષિકપુરના દેહાંત થી ખુબજ દુખી થઇ ગયા છે, તેમને ઘણી બધી ફિલ્મો સાથે કરેલી છે, અને અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે,અને લખ્યું છે કે….” वो चले गए.. ऋषि कपूर… वो चले गए.. उनका निधन हो गया। मैं टूट गया हूं।“

અક્ષયકુમારે પોતાના ટ્વીટમાં જણવ્યું છે કે મને એવું લાગે છે કે હું કોઈ સપનું જોઈ રહ્યું છે,મને માનવામાં જ નથી આવતું કે ઋષિકપૂર નું મૃત્યુ નીપજ્યું છે ,અને આ સમાચાર થી અક્ષયકુમારનું દિલ પણ તૂટી ગયું છે, તે એક સારા એવા અભિનેતા હતા,તેમજ સારા એવા સહ કલાકાર હતા અને મારા પરિવારના ખુબજ સારા એવા દોસ્ત હતા

જુહી ચાવલાએ પોતાના ટ્વીટ માં જણાવ્યું છે કે. “ ના આવું જ થઇ જ અન શકે, આ ખુબજ દુખદ સમાચાર છે, આ ખબરથી હું ખુબજ દુખી છું, હું આ સમાચાર થી એટલી બધી હું દુખી થઇ છું કે , મારી પાસે દુખ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દ જ નથી રહ્યા.

અનુષ્કા શર્માએ પોતાના ટ્વીટ માં જણાવ્યું છે કે.” આ દુખદ સમાચાર સાંભળી ને  મારી પાસે આ મહાન અભિનેતા માટે  કોઈ શબ્દ જ નથી અને હું હાથમાં ફોન લઈને ઉભી છું પણ મારું મન આ વાતને માનવા માટે તૈયાર જ નથી.” કાલે ઈરફાન ખાન અને આજે …. ઋષિકપૂર?, આપણે આ શોકમાંથી બહાર આવી જશું પણ તેમને હમેશા “miss” કરીશું,અને ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

કેટરીના કૈફે આ મેસેજ કરીને શ્રધાંજલિ અર્પી હતી.

શિલ્પા શેટ્ટી એ પોતાના ટ્વીટ માં જણાવ્યું છે કે.આ સમાચાર સાથે જ મારી આંખ ખુલી, એક મહાન કલાકાર અને કરોડો લોકો ના દિલ માં  રાજ કરવાવાળો એક મહાન કલાકાર ને આજે આપને ખોઈ બેઠા છીએ,ઋષિકપૂરની સ્ટાઈલ અને મુસ્કાન હમેશા યાદ રેહશે.

 

અજય દેવગને પોતાના ટ્વીટ માં જણાવ્યું છે કે.એક પછી એક બોલીવુડ ના મહાન કલાકારો ની વિદાય થઇ રહી છે, ઋષિકપૂર સાથે મેં રાજુચાચા ફિલ્મ માં કામ કરેલુ ત્યાંર પછી તેમની સાથે હમેંશા કોન્ટેકટમાં રહ્યો છું, નીતુજી,રણબીરકપૂર અને રીધીમાં ને ભગવાન આ દુખ સહન કરવાની શક્તિ આપે.

કરણ જોહર પોતાના ટ્વીટ માં જણાવ્યું છે કે. “એ મારું નાનપણ હતા” આનાથી વિશેષ કરણ જોહર કઈ બોલી શક્યા નથી.

લતા માંગેશકર એ પોતાના ટ્વીટ માં ખુબજ દુખ વ્યક્ત કર્યું છે,અને શ્રદ્ધાંજલિ ની સાથે ઋષિકપૂરની નાનપણની ફોટો પણ શેર કર્યો છે,જેમાં લતા મંગેશકરે ઋષિકપૂરને પોતે તેડેલા છે,લતાજી એ બે ટ્વીટ કર્યા છે , જેમાં પેહલા ટ્વીટ માં લખ્યું છે કે “શું કહું અને શું લખું મને કોઈ સમજ પડતી નાથી” ઋષિજી ના મ્રત્યુ થી મને ખુબજ દુખ થાય છે અને બોલીવુડ ને ખુબ જ નુકશાન થયું છે.આ દુખ સહન કરવું મારા માટે ખુબ જ અઘરું છે,ભગવાન એમની આત્માને શાંતિ આપે.

અને બીજા ટ્વીટમાં ફોટો શેર કરતા જણાવ્યું છે કે થોડા સમય પેહલા ઋષિજીએ મને તેમની સાથેનો મારો ફોટો મોકલેલો, અને આ સાથે જ મને એ દિવસો અને બહુ બધી યાદો તેમની સાથેની તાજી થઇ રહી છે, હું શબ્દહીન થઇ ગઈ છું.

માધુરીદીક્ષિત એ પોતાના ટ્વીટ માં પોતાની ઋષિકપૂર સાથેની એક ફોટો મૂકી છે અને લખું છે કે હું ખુબજ ભાગ્યશાળી છું કે મને આવા મહાન કલાકાર સાથે કામ કરવાની તક મળી,એ ખુબજ સારા એવા અભિનેતાની સાથે ખુબજ નમ્ર હતા, બોલીવુડ જગતે આજ એક મહાન કલાકાર ને ખોયો છે,મને હજી પણ માનવામાં નથી આવતું કે ઋષિકપૂર નું અવસાન થઈ ગયું છે. હું ખુબજ દુખી છું.

ઓમ શાંતિ શાંતિ શાંતિ

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

 

Leave a Reply

error: Content is protected !!