લોકડાઉનના પિરીયડમાં ભુલાયેલ વિરાસતને જાગૃત કરીએ … માણીએ, વિવિધ જ્ઞાાતિની વિશેષતાઓ – ભાગ ૧

આ પોસ્ટ જયેશભાઈ રાદડિયા દ્વારા શરુ કરવામાં આવી છે અને એટલી લાંબી બનવાની શકયતા છે કે સૌથી વધુ વાર એડીટ થવાનો રેકોર્ડ કરશે.  પણ આપણે અહી બ્લોગ માં અલગ અલગ ભાગરૂપે દર ભાગમાં ૧૦ જ્ઞાતિ વિશેની વિશેષતા લઈને આવીશું.

પોસ્ટ ની અંતમાં જયેશભાઈ ની ઓરીજીનલ પોસ્ટ ની લીંક છે, તમારા માંથી જેમને ઓરીજીનલ પોસ્ટ માં કોઈ કોમેન્ટ કરવી હોય તો જરૂર કરી શકશો.

ખાસ નોંધ: પોસ્ટ માં મુકેલા ફોટો ફક્ત રેફરન્સ માટે છે. કોઈ પણ ફોટો કોઈ પણ જ્ઞાતિ અનુરૂપ ના લાગે તો અમને જણાવશો તો અમે રીમુવ કરીશું.

૦૧.બ્રાહ્મણની રસોઇ -જુના જમાનામાં કોઇપણ શુભ પ્રસંગે બ્રાહ્મણો જ રસોઇ બનાવતા અને તેમની રસોઇમાં એકવાર જે વસ્તુ એડ કરે તે ફરીથી ક્યારેય ઉમેરવી ના પડે. માણસોનું માપ કહી દો એટલે ક્યારેય તેમની રસોઇ ના વધે કે ના ઘટે.

૦૨.વાણિયાનો વેપાર – વાણીયા લોકો વર્ષોથી વેપાર કરતાં આવ્યા છે, તેમના લોહીમાં જ વેપાર રહેલો હોય છે. તે લોકો મોટાભાગે ખોટ ખાઇને વેપાર ના કરે.
“ગાંડીના ડાહ્યા અને ડાહીના ગાંડા” આ કહેવત પણ વાણીયા અને ગોપાલક લોકોને લક્ષમાં લઇને બની હોય તેવુ બની શકે.

૦૩.પારસીની પ્રીત- પારસી લોકો આપણે ત્યાં આવ્યા ત્યારે એવુ કહેવાય છે કે તે લોકો સાકરની જેમ ભળી ગયા. તે લોકો “ત” ને બદલે “ટ” અને ” ળ” ને બદલે “લ” ભાષામાં વાપરીને સૌના પ્યારા બની રહે છે.

૦૪.નાગરની મુત્સદી- જુના જમાનામાં જોશો તો મોટાભાગે નાગર લોકો સરકારી વહીવટમાં ખુબ ઉચ્ચ હોદા પર રહેલા જોવા મળશે. નાગર લોકોની વ્યાવહારીક દુંરદેશી તે વખતના રજવાડા પણ જાણતાં હતા.

૦૫.વ્યાસની ભવાઇ- ભવાઇનાં ખેલમાં મોરબી બાજુના વ્યાસ લોકોની વંશપરંપરાગત માસ્ટરી છે , રાજાશાહી વખતથી તેઓએ તેમની આ કલાને વ્યવસાયરુપે સ્વીકારી છે. પણ આ ટી.વી./સીનેમાનો યુગ આવતા હાલ કળા લુપ્ત થવાને આરે છે.

૦૬.લોહાણાની નિષ્ફીકરાઇ- લોહાણા લોકો વેપારમાં ખુબ મોટુ જોખમ લેવા હંમેશા તૈયાર હોય. ડુંગળીને ભાવોભાવ વેચીને બારદાનની કમાણી કરી લે તેવી હોંશીયાર નાત.
૦૭.આયરની રખાવટ- આયર બચ્ચો પોતાના વચને કદી કાચો ના પડે. તેનું ઉદાહરણ રા નવઘણ અને રાખેંગાર છે જ.

૦૮.કણબીની ખેતી- કણબીની ખેતી અછતી ના રહે, તેના વાડી ખેતર હંમેશા ચોખ્ખા જ હોય . નિંદામણ કે ધ્રોકડ તેના ખેતરમાં જોવા ના મળે. આગળના વર્ષોના અનુભવે તે પોતાના પાકના વાવેતરનું બખુબીથી આયોજન કરી શકે.

૦૯.સંધીની ઉઘરાણી- સંધી લોકો મોટાભાગે ગામડે ગામડે બળદો વેચવાનું કામ કરે અને તે પણ “કબાલો” કરીને એટલે કે ઉધારમાં બલદ વેચે. અને હા આજ સુધી તેમની ઉઘરાણી ન પાકી હોય તેવુ બને જ નહીં.

૧૦.પઠાણનું વ્યાજ- પઠાણનું વ્યાજ કોઇ સોફટવેર પણ ગણતરી ના કરી શકે તેટલુ અટપટુ હોય છે, તમે તેન બધી રકમ ચુકવવા ચાહો તો પણ થોડી રકમ ચતુરાઇ વાપરીને તમારી પાસે લેણિ રાખે. અને ફરી આવતા વર્ષે મુડી કરતા પણ વ્યાજ અનેકગણુ થઇજાય તેવો ખેલ ખેલે.

આ પોસ્ટ ના રચીયેતા રૂટ્સબેરી કન્સેપ્ટ ના માલિક અને રાજકોટના નામાંકિત ઉદ્યોગપતિ શ્રી જયેશભાઈ રાદડિયા આવી લગભગ બધી જ જ્ઞાતિ ને આવરી લેવાના છે ત્યારે આજે પહેલા ભાગમાં ૧૦ જ્ઞાતિ વિષે માણીને પોસ્ટ પૂર્ણ કરીએ. તમને આ માહિતી માટે કોઈ સૂચનો હોય તો પોસ્ટ ના રચીયેતા જયેશભાઈ રાદડિયા ની ફેસબુક વોલ પર જવા માટે અહી ક્લિક કરો

Posted By : ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!