મહાભારતમાં ગાંધારીએ એક સાથે ૧૦૦ કૌરવોને કઈ રીતે જન્મ આપેલો? – ઇતિહાસનું સૌથી મોટું રહસ્ય

હાલમાં આખું વિશ્વ કોરોના જેવી મહામારી થી લડી રહ્યું છે, અને આખા વિશ્વમાં લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ભારતમાં લોકડાઉન સમય દરમિયાન પી એમ મોદી સાહેબે,દુરદર્શન ચેનલ ઉપર ધાર્મિક શ્રેણી ના કાર્યક્રમો પ્રસાર કરવાની જાહેરાત કરી, અને મહાભારત, રામાયણ અને શ્રી ક્રિષ્ના જેવા ધાર્મિક કર્યેક્રમો ને  ખુબ જ લોક્પ્રીયતા મળી છે. બધા જ ઘરોમાં ભક્તિમય વાતાવરણ પણ બન્યું છે.લોકો ઘરમાં બેસી ને કંટાડી ના જાય તે માટેનો મોદી સાહેબ નો આ પ્રયોગ ખુબજ

આમ જોઈએ તો મહાભારત અને રામાયણમાં અમુક પ્રસંગો એવા છે કે જેની ઘણા ખરા લોકોને સંપૂર્ણ માહિતી નો ખ્યાલ હોતો નથી,અને અત્યારે સોશિયલ મીડિયા સહિત ન્યૂઝ વેબસાઈટો પર મહાભારત અને રામાયણના પ્રસંગોને લઈને અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે, તેમનો એક મહાભારત નો  એવો પ્રસંગ છે જેના વિશે અમે આપને માહિતી આપીશું જેમાં ગાંધારી ને 100 પુત્રો ની પ્રાપ્તિ કઈ રીતે થઇ? ગાંધારીએ  એક સાથે 100 કૌરવો ને જન્મ કઈ રીતે આપ્યો હશે? આ કથા એક રહસ્યમય ભરેલી છે, અને જો તમને તેના વિશે માહિતી ના હોય તો વાંચીને તમને થોડું રોમાંચિત પણ લાગશે.

મહાભારતમાં 100 કૌરવોના જન્મ વિશેની માહિતી લગભગ બહુ ઓછા લોકો ને ખ્યાલ હશે, કોઈ સ્ત્રી એક સાથે 100 પુત્રો ને જન્મ કઈ રીતે આપી શકે? આ એક એવી ઘટના છે જે ભારતના પ્રાચીન વિજ્ઞાનનું ઉતમ ઉદાહરણ છે,આપને આ એહવાલ દ્વારા એ જાણવા મળશે કે ગાંધારી એ જન્મ આપેલા 100 પુત્રો એ કોઈ પ્રાકૃતિક ગર્ભ નહોતો,આ એક ઘુટાતું રહસ્ય છે.

મહાભારત માં ગાંધારી એ ગાંધાર નરેશ ,રાજા “સુબુલ” ની પુત્રી હતી, અને તેનો જન્મ ગાંધાર દેશમાં થયેલો હોવાથી તેનું નામ “ગાંધારી” પડેલું, ગાંધાર આજે અફઘાનિસ્તાનનો ભાગ છે અને આજે પણ આં પ્રદેશનું નામ ગાંધાર છે, અને તે ગાંધારના નામ થી જ ઓળખાય છે, મહાભારત માં સૌથી ચર્ચિત અને તિરસ્કાર રૂપ બનેલી વ્યક્તિ એટલે “શકુની” જેને બધા જ લોકો ઓળખતા હશે, શકુની એ ગાંધારી ના ભાઈ હતા અને ગાંધારી ના લગ્ન પછી તેઓ હસ્તિનાપુર આવીને વસ્યા હતા, જેમને કારણે જ આખા મહાભારત નું યુધ્ધ સર્જાયું હતું.

હસ્તિનાપુરના મહારાજા ધુતરાષ્ટ સાથે ગાંધારીના લગ્ન થયા હતા તે આંખે અંધ હતા,એટલે ગાંધારીએ પતિવ્રતા ધર્મ પાળીને પોતાની આંખો પર કાયમી માટે એક પટ્ટી બાંધી રાખેલી અને પોતાની પતિની માફક જ પોતાની આખી જીંદગી અંધાપામાં જ વ્યતીત કરેલી, તેમના લગ્ન પછી ગાંધારી ને 100 પુત્રો થાય છે, જેને આપણે કૌરવો તરીકે ઓળખીયે છીએ અને આ 100 પુત્રોનો જન્મ કઈ રીતે થાય છે તે આખી ઈતિહાસની વિચિત્ર ઘટના છે. જેનો ભાગ્યે કોઈક જ લોકો ને ખ્યાલ હશે.

મહારાણી ગાંધારી ઘણી જ ધાર્મિક પ્રકૃતિની સ્ત્રી હતી, ગાંધારીની સેવાથી પ્રસન્ન થઈને મહર્ષિ વેદવ્યાસ તરફથી તેને 100 પુત્રવતી ભવ: ના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. ગાંધારી ગર્ભવતી બની હતી ત્યારે તેના ગર્ભમાં 100 પુત્રો હતા, સામાન્ય ગર્ભવતી સ્ત્રી ના ગર્ભ નું આયુષ્ય 9મહિના નું હોય છે જયારે, ગાંધારીને ગર્ભવતી થયેલ લગભગ ૨ વર્ષ થઈ ગયા હતા છતાં પણ પ્રસુતિ થવાના કોઈ એંધાણ દેખાતા નહોતા, અને લોકો માં તેમજ મહેલ માં અજબ ગજબ ની વાતો પણ ફેલાઈ રહી હતી, જેને લીધે ગાંધારીના ધેર્યે નો  પણ હવે અંત આવી રહ્યો હતો, અને આ સમયે મહરાજ પાંડુ તેમની બંને પત્નિઅઓ સાથે શતશૃંગ પર્વત ઉપર વસ્યા હતા,અને ત્યાંથી આવતા ઋષીઓં તરફ થી હસ્તિનાપુર માં બધા જ સંદેશો મળતા હતા, અને આવા સમયે શતશૃંગ પર્વત પરથી આવેલા ઋષીઓં તરફ થી યુધિષ્ઠિરના જન્મનો સંદેશો મળ્યો અને આ વાત ગાંધારીની સ્ત્રી સહજ લાગણીથી  પચાવી શકાયું નહિ અને તેનો ૨ વર્ષ થી સાચવેલો ગર્ભ ને હવે તે ગર્ભપાત નો નિર્ણય લઇ લીધો હતો.અને ગર્ભપાત કરાવતા તેમાંથી કોઈ બાળક નથી નીકળતું, એક મોટો લોખંડ જેવો માંસનો પિંડો નીકળે છે, અને તેને જોઈને આખો મહેલ અને સ્વયમ ગાંધારી પણ ગભરાઈ જાય છે અને અનેક વાતો થવા લાગે છે.

એક ગાથા એવી પણ છે કે,વેદવ્યાસ આ બધી જ વસ્તુ પોતાની દિવ્યદ્રષ્ટિ થી નિહાળતા હતા અને જેવું ગાંધારીના ગર્ભપાત નું ઘ્યાન માં આવતા જ તે હસ્તિનાપુરમાં આવી ચડે છે,જે સમયે ગાંધારીની આજ્ઞાથી દાસી આ માંસના પીંડ ને ફેકવા માટે જઈ રહેલી હતી અને વ્યાસમુની  આવતા જ થોડા ક્રોધિત થાય છે અને તેના કમન્ડલ માંથી જળ છાંટે છે અને તે માંસના પીંડમાંથી 100 ખજુર પેસી જેવી પેસીઓ છૂટી પડે છે. જેને વ્યાસમુની ની આજ્ઞા થી 100 ગરમ ઘી ના કુંડ તૈયાર કરવામાં આવે છે, અને ત્યારે ગાંધારી 100 પુત્રો માટે એક પુત્રીની આશા પણ વ્યાસમુની ને જણાવે છે,અને વ્યાસ મુની આ 100 પેસી છૂટી પાડતા જે માંસ વધે છે તેમાંથી એક વધુ પેસી બનાવી દેજે અને પુત્રી ના પણ આશિષ આપે છે, આવી રીતે ૧૦૧ એક ઘી ના કુંડ ને આશરે ૨ વર્ષ સુધી રાખવામાં આવે છે.

આ ઘટના ના ૨વર્ષ બાદ જયારે ગાંધારી પેહલો કુંડ ખોલ્યો ત્યારે તેમાંથી એક પુત્ર જન્મે છે જે દુર્યોધનના નામ થી ઓળખાય છે, આમ એક પછી એક  કુંડ ખોલે છે અને તેમાંથી પુત્રો નીકળતા જાય છે,અને સૌથી છેલ્લા કુંડમાંથી પુત્રી નીકળે છે, જે દુ:શલા ના નામથી ઓળખાય છે.

એવું કેહવામાં આવે છે કે જન્મ લીધા પછી તરત જ દુર્યોધન ગધેડાની જેમ બોલવા લાગ્યો હતો. જેને જોઈને પંડિતો અને જ્યોતિષોએ એવી આગાહી ભાખી કહી હતી કે, આ બાળક કુળનો નાશ કરી દેશે. જેથી જ્યોતિષોએ દુર્યોધનનો ત્યાગ કરવા માટે ધુતરાષ્ટ્રને જણાવ્યું હતું. પરંતુ પુત્રમોહના કારણે ધૃતરાષ્ટ્ર આવું કરી શક્યા નહોતા. તેના પછી તો આખી મહાભારત સર્જાય છે, અને એક એક કરીને પાંડવોએ કેવી રીતે 100 કૌરવોનો નાશ કર્યો હતો.

Author: જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!