ગામ હોય કે શહેર – આટલી દુકાન નહિ જ ખુલે – ખુલશે તો થઇ શકે છે આવી સજા

સમગ્ર દેશભરમાં કોરોના વાયરસને લીધે મહામારી ફેલાઈ છે. આવામાં સમગ્ર દેશભરમાં હાહાકાર થઈ ગયો છે. લોકડાઉન ને કારણે નાના મોટા ધંધા ઠપ થઈ ગયા છે. તેથી તેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગઈ કાલે કેન્દ્ર સરકારના નિર્ણય પર આજે રાજ્ય સરકારે વિચાર કરી, મહત્વની બેઠક બોલાવી આ નિર્ણય લીધો છે.

હેર સ્પા અને સલુન

હેર સ્પા અને સલુન કોઈ પણ સંજોગોમાં ખુલા નહિ રહે. આવી જગ્યાઓ પર ખુબ ભીડ એકથી થઇ શકવાનો ડર હોય અને લોકો નું શિસ્ત જાળવવું પણ શક્ય ના હોઈ, સ્પા અને હેર સલુન ને દુકાન ખોલવાની મંજુરી નથી આપેલ.

પન્ના ગલ્લાઓ

આ એવી જગ્યા છે જ્યાં સૌથી વધુ ભીડ થવાની શક્યતા છે. લોકોનો મેળાવડો થતો હોય એવી જગ્યાઓ ચાલુ કરવી અત્યારે રિસ્કી જ નહિ જોખમી પણ છે. એટલે પાન બીડી તંબાકુ ની દુકાનો કોઈ કાલે અત્યારે ખુલશે નહિ જ.

મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ

મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ ટોળા વગર ચાલે જ નહિ. એટલે આવી જગ્યાઓ પણ અત્યારે ખોલવાની અનુમતિ સરકારે આપેલ નથી.

આઈસ્ક્રીમ પાર્લર અને નાના ફરસાણ ની દુકાનો

કે જ્યાં વધુ લોકો પણ ભેગા થઇ શકે અને કોઈ રીતે ચેપ સરળતાથી એક બીજામાં પ્રસરી શકે. એટલે આવી જગ્યાઓ પણ બંધ રહેશે.

રેસ્ટોરન્ટ અને હોટેલ્સ

ઉપર ની જગ્યાઓ ને જોઇને સમજી જ શકાય કે રેસ્ટોરન્ટ અને હોટેલ્સ તો કોઈ પણ સંજોગો માં ખોલવા જોખમી જ છે. અને ખુલશે નહિ.

ટૂંકમાં રાજ્યમાં હેરકટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં

શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે.

અને આ નિયમો નો ભંગ એટલે સજા એ ભૂલાય નહિ.

આ પોસ્ટ બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!