વાહ રે મહામાયી – ભયાનક કોરોનાએ આ ૯ ગુજરાતી પરિવારને ફરી એક કરી દીધા

કોરોનાએ કરાવ્યું અદ્ભુત રી-યુનિયન – ૧૦ વર્ષ યુ.એ.ઈ.માં સાથે હતા

આ ૯ ગુજરાતી પરિવારોને કોરોનાએ ફરી ભેગા કરી દીધા

યુ.એ.ઈ. શારજાહમાં પોતાનું કેરિયર ચાલુ કરનાર ૯ અલગ અલગ ગુજરાતી પરિવાર કે જે યુ.એ.ઈ. માં આવ્યા ત્યારે એક બીજાને ઓળખતા પણ નહોતા અને  થોડા જ સમયમાં એકબીજાની એટલા નજીક આવી ગયા કે આ બધા જાણે એક જ પરિવાર ના હોય એ રીતે રહેતા હતા.

જીવનનો એક દશકો એવી રીતે સાથે પસાર કર્યો કે જે આખું જીવન ના ભૂલાય. આ ૯ પરિવાર નો પહેલા તો ટૂંકમાં પરિચાર આપી દઈએ. આ પોસ્ટના અંતમાં જે મેસેજ સાથેનો ફોટો છે એમાં જે પરિવારે જે મેસેજ નો શબ્દ પકડેલો છે એ પ્રમાણે પરિચય છે.

Together – મૂળ રાજકોટના ધર્મેશ વ્યાસ અને એમના પત્ની. કોમ્પ્યુટર પ્રોફેશનલ જે છેલ્લા ૩ વર્ષથી રાજકોટ પરત આવી ગયા છે અને ઇન્ડિયા માં આઈ.ટી. બીઝનેસ ની સાથે સાથે દેશીદુકાન ટીશર્ટ લોન્જ અને ધૂમખરીદી.કોમ ગુજરાતી બુક્સ ની ઈ-કોમર્સ ના માલિક છે.

We – મૂળ રાજકોટના અજય વ્યાસ અને એમના પત્ની. અજય કેમિકલ એન્જીનીયર છે અને હાલ યુ.એ.ઈ. અબુધાબી માં ત્યાં ની સરકારી કંપનીમાં ખુબ જ ઉંચી પોસ્ટ પર ફરજ બજાવે છે.

Can – અમરેલીના ચિરાગ પટેલ અને એમના પત્ની. ચિરાગે રાજકોટ વી.વી.પી. કોલેજ થી કેમિકલ એન્જીનીયરીંગ કરેલ છે અને છેલ્લા ૩ વર્ષથી ઓસ્ટ્રેલિયા સેટલ થયેલ છે.

Fight – મૂળ સુરેન્દ્રનગર ના મનીષભાઈ નિર્મલ અને એમના પત્ની. મનીષભાઈ હાલ દુબઈમાં પરફ્યુમ ની ઇન્ટરનેશનલ કંપનીમાં ઉંચી પોસ્ટ પર કાર્યરત છે. સ્વભાવે ખુબ રમુજી એવા મનીષભાઈ આ પરિવાર ના મુખ પર હમેશા સ્મિત પ્રસરાવતા રહ્યા છે.

Against – સુરતના સૌરભભાઈ પછીગર અને એમના પત્ની. દુબઈમાં ટેકનોલોજી રીલેટેડ બીઝનેસ અને યુ.એ.ઈ. ગવર્નમેન્ટ ને ઘણી સ્માર્ટ સીસ્ટમ માં મદદ કરનાર સૌરભભાઈ ના પત્ની પણ એમને એટલી જ મદદ કરે છે.

Corona – અમદાવાદના સચિનભાઈ વ્યાસ અને એમના પત્ની. આ આખા પરિવાર ના સૌથી જુના યુ.એ.ઈ. વતની એવા સચીનભાઈ શારજાહમાં મીકેનીકલ હીટ ટ્રાન્સફર કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. એમના પત્ની પણ શારજાહ સરકારી હોસ્પીટલમાં લેબોરેટરી માં કાર્યરત છે.

Stay – મૂળ સુલતાનપુર (ગોંડલ) ના સાવન ગોંડલીયા અને એમના પત્ની. સાવન શારજાહ માં કેમિકલ કંપનીમાં પાર્ટનર છે અને ખુબ જ નાની ઉમરમાં એમને પ્રોફેશનલી ઘણી સરસ પ્રગતિ કરી છે. ખુબ જ હસમુખા એવા સાવનભાઈ ને આ પરિવાર સાવનલાલ તરીકે પણ બોલાવતો હોય છે.

At – આખા પરિવાર નો એવો સભ્ય જે આ પરિવાર સાથે ખુબ ઓછો સમય રહેલો છે પણ લાગણીઓ સૌથી વધુ છે. અમિત પટેલ અને એમના પત્ની જે મૂળ વડોદરા ના છે અને છેલ્લા ૫-૬ વર્ષથી કેનેડા સ્થિત છે. કેમિકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા અમિત પટેલ ગુજરાતી પુસ્તકોની લોકપ્રિય ઈ-કોમર્સ ધૂમખરીદી.કોમ માં ધર્મેશ વ્યાસ ના પાર્ટનર અને કો-ફાઉન્ડર પણ છે.

Home – પરિવાર નો સૌથી નાના સભ્યો , મૂળ અમદાવાદના અર્પિત પટેલ અને એમના પત્ની. ઓટોમેશન રીલેટેડ અગ્રગણ્ય ભારતીય કંપની ની દુબઈ ની ઓફીસ માં એન્જીનીયર તરીકે કાર્યરત અર્પિત ખુબ જ હસમુખો છે.

તો આ ૯ પરિવાર કે જે લાગ્ભાગ્ગ ૨૦૦૬ થી એક બીજા ની સાથે હતા એ ૨૦૧૭ આસપાસ અલગ પડ્યા. પોત પોતાના પ્રોફેશનલ કેરિયરમાં આગળ વધવા અમુક પરિવાર કેનેડા, કોઈ ઓસ્ટ્રેલીયા, કોઈ અબુધાબી તો કોઈ ઇન્ડિયા આવ્યા અને બાકીના શારજાહ દુબઈ માં જ છે.

૨૦૦૭ થી ખુબ જ ઓછા સંપર્ક માં આ પરિવાર ને કોરોનાએ ફરી સાથે કરી દીધો છે. અને બધાએ સાથે મળીને કોરોના વિરુદ્ધ ફાઈટ આપવા આખા વિશ્વ ને આહવાન કર્યું છે.

આ પરિવારના બાળકો પણ આમાં પાછળ નથી રહ્યા. આપ જોઈ શકો છો, બાળકો પણ એટલા જ હરખ સાથે પોતાના ફોટો પડાવીને કહી રહ્યા છે કે ઘરે રહો, સેઈફ રહો.

કોરોના નો કહેર આખા વિશ્વમાં ફેલાયેલો છે ત્યારે એક બીજાના ટાઈમ ઝોન પ્રમાણે સમય સેટ કરીને આ બધા પરિવાર એક બીજાના સંપર્ક માં રહે છે, ઝૂમ મીટીંગ થકી ઓનલાઈન વાતો, અંતાક્ષરી પણ રમતા હોય છે.

તો દોસ્તો, આ ૯ પરિવારે આપેલ મેસેજ આપણે સમજીએ અને આપણે બધા ભારતીયો એક જ છીએ, એક પરિવાર છીએ એ રીતે એક બીજાને મદદ કરીએ. સરકાર ના આદેશો , સૂચનાઓ માનીએ અને કોરોના સામે આપણા દેશનું અને આખા વિશ્વનું રક્ષણ કરીએ.

જય હિન્દ

Leave a Reply

error: Content is protected !!