આ રીતે બનાવો ગુજરાતી ફેમસ નાસ્તો કમ ડીનર ક્રિસ્પી હાંડવો – વિડીયો હેલ્પ સાથે રેસીપી
અત્યાર ના સમય પ્રમાણે બધા જ લોકો ને ડાયેટ અને હેલ્થી ફૂડ જ ખાવું હોય છે તો હાંડવો બનાવવા માટે બહુ બધી દાળ અને શાકભાજી નો ઉપયોગ થતો હોય છે જે ને લીધે, આ ડીશ ને તમે હેલ્થી ફૂડ તરીકે ગણી શકો છો .
આ રેસિપીનો વિડીયો પણ જોઈ શકો છો
હાન્ડવો બનાવવા માટે જરૂરી સામગ્રી :-

- હાન્ડવા નો લોટ :- ૨૫૦ ગ્રામ
- ૧ ગ્લાસ- ખાટી છાશ
- ૨ ગ્લાસ – ગરમ પાણી ( જરૂર પ્રમાણે તેનો આપણે ઉપયોગ કરીશું )
- ૧ નાનો કપ – લીલા વટાણા
- ૧ નાનો કપ – બારીક કાપેલું ગાજર
- ૧ મોટી ચમચી – માંડવી ના અધકચરા બી
- ૧ નાની ચમચી – આદુ- મરચા ની પેસ્ટ
- એક નાનો કપ – છીણેલી દુધી
- ૧ નાની ચમચી – ખાંડ
- ૧/૨ નાની ચમચી – હળદર પાવડર
- ૧/૨ નાની ચમચી – ખાવાનો સોડા
- ૧/૨ નાની ચમચી – ગરમ મસાલો
- ૧ નાની ચમચી – મીઠું
- ૩-૪ ચમચી – તેલ
- ૧/૨ નાની ચમચી – તલ
- ૧/૨ નાની ચમચી –રાઈ
- ચપટી હિંગ પાવડર
- ૧-૨ સુકા લાલ મરચા
- ૧ નાની ચમચી ઈનો
- ૫-૭ મીઠા લીમડાના પત્તા
- એક મોટી ઊંડી તપેલી આથો મેળવવા માટે
- એક નોન સ્ટીક પેન
હાન્ડવા બનાવવા માટે ની પધ્ધતિ :-
સૌથી પેહલા આપને આથો નખાવો પડશે ,જે આપણે હાંડવો બનાવવાના ૬-૭ કલાક પેહલા નાખવો પડશે
તો આથો નાખવા માટે લોટ ને મોટી તપેલી માં લઇ લેવો પછી, તેમાં એક ગ્લાસ ખાટી છાશ નાખવી અને હલાવવું , આથો નાખવા માટે જયારે આપને હલાવતા હોઈએ ત્યારે એક જ દિશા માં હલાવવું, પછી જે પાણી ગરમ કરેલું છે, તે પાણી ધીમે ધીમે નખાવું અને હલાવવું હળવું પેસ્ટ જેવું થાય ત્યાં સુધી પાણી નાખીને મિશ્રણ બનાવવું, હવે મીઠું અને હળદર પણ નાખી દેવા અને પછી ખાવાના સોડા નાખી ને ફરીથી એક થી બે મિનીટ માટે હલાવી ને, ઢાંકીને બંધ જગ્યાએ ૬-૭ કલાક માટે મૂકી દેવું.
૬-૭ કલાક પછી, હવે આ મિશ્રણ ને સારી રીતે હલાવી ને તેમાં છીણેલી દુધી, ગાજર, વટાણા, અધકચરા માંડવીના બી, આદુ- મરચા ની પેસ્ટ , ખાંડ અને એક મોટી ચમચી તેલ નાખીને હલાવી લેશું,હવે તેમાં ઈનો નાખીને હલાવીશું,એટલે એકદમ આથો ફૂલી જશે અને હાંડવો અંદર થી સોફ્ટ થશે.
હવે સ્ટવ ને ચાલુ કરીને નોનસ્ટીક પેન મુકીશું અને તેમાં ૨ મોટા ચમચા તેલ નાખીશું , તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાય, ચપટી હિંગ , મીઠા લીમડાના ૪-૫ પતા અને તલ અને એક સુકું લાલ મરચા ના કટકા કરીને નાખો, વધાર પેન માં રેડી થઇ ગયો છે હવે હાન્ડવા ના મિશ્રણ ને પેન માં રેડી દો. અને પેન ને થોડું હલાવી ને સરખી રીતે બધી જ બાજુ સ્પ્રેડ કરી દો.હવે પેન ને ઢાંકીને ૧૫- ૨૦ મિનીટ માટે સ્ટવ ની મીડીયમ ફ્લેમ ઉપ્પર ચડવા માટેમૂકી આપો.
૧૫-૨૦ મિનીટ પછી તમે જોશો તો પેન માં નીચેની બાજુ એકદમ સરસ કડક પડ થયું ગયું હશે અને ઉપરની બાજુ પણ બફાઈ ગયું હશે,હવે આપને જાળવીને ઉપર ની બાજુ ને ચડવા માટે ઉલટાવી નાખીશું,ઉથલાવતા પેહલા તેના ઉપર થોડું લાલ મરચું , તલ અને મીઠા લીમડાના પત્તા નાખીશું એટલે બંને બાજુ સરખો જ લુક આવે.બીજી બાજુ ચડવા માં વાર નહિ લાગે લગભગ 10 મિનીટ માં તો ચડી જશે .
બંને બાજુ સરખો ચડી ગયો છે કે નહિ તે ચેક કરવા, વચ્ચે ટુથ પીક ભરાવીને ચેક કરી લેશું, ટુથ પીક માં કઈ મિશ્રણ ચોટે નહિ તો સમજી લેવું કે બરાબર ચડી ગયું છે,
તો આ તૈયાર થઇ ગયો છે હાંડવો તેને 10 મિનીટ પેન માં ઠરવા માટે છોડી દો, અને પછી તેના પીઝા કટર ની મદદ થી ત્રિકોણ શેપ માં કાપી લો. હાંડવો વધે તો તમે ફ્રીઝ માં રાખીને એક દિવસ વધુ પણ ખાઈ શકો છો, ઠંડો હાંડવો ખાવાની વધુ મજા આવે છે .
આ રેસિપીનો વિડીયો પણ જોઈ શકો છો
નોંધ :- હાન્ડવા ના લોટ ને તમે ઘરે જાતે પણ બનાવી શકો છો તેની સામગ્રી નીચે મુજબ લેવી
- ૧/૨ અડધો કપ – તુવેરદાળ
- ૧/૨ અડધો કપ – ચણાદાળ
- ૧/૪ કપ – મગની ફોતરા વગર ની દાળ
- ૧ અને ૧/૨ કપ – ખીચડીયા ચોખા
આ બધી જ વસ્તુ તમે રાત્રે પલાળીને સવારે મિક્સર માં જાડુ દળીલો અને પછી આથો નાખી શકો છો અને જો તમારે ઘરે ઘરઘંટી હોય તો તમે જાડો લોટ દળી શકો છો તો હાંડવાનો લોટ તૈયાર થઇ જશે.
આપને જો અમારી રેસીપી પસંદ પડે તો અમારી ચેનલ ને subscribe કરવાનું ભૂલશો નહિ.
નવા વિડીયો રેસીપી માટે અહી ક્લિક કરો
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.