કોરોના સંકટમાં મોદી બન્યા તારણહાર – જર્મનીને આટલી અને અમેરિકાને આટલી હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ટેબ્લેટ આપશે ભારત

વડા પ્રધાન મોદીની આગેવાનીમાં ભારત ખરેખર વિશ્વગુરુ બની રહ્યું છે. કોરોના સામેની લડાઈમાં ભારત દેવદૂત રૂપે બહાર આવ્યુ છે. જે પોતાની ૧.૩ અબજની વસ્તીની જરૂરીયાતોને જાણે છે પણ જ્યારે સમગ્ર માનવજાત એક ભયાનક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે ત્યારે તેણે પોતાનુ દિલ જ નહીં પણ દવાઓના ભંડાર પણ ખુલ્લા મુકયા છે. અમેરિકા જેવી મહાશકિત હોય કે યુરોપીય દેશો અથવા સાર્કના પોતાના સહયોગી, ભારતે દરેક દેશને પોતાને ત્યાં ઉપલબ્ધ દવાઓ મોકલી છે, ઉદ્દેશ ફકત એટલો જ છે કે આ ભયાનક તોફાનથી માનવજાતને બચાવવામાં આવે.

એએનઆઈના રિપોર્ટ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે ભારતે હાઈડ્રોકસીકલોરોકવીન (એચસીકયુ) ટેબ્લેટ આપવા માટે ૧૩ દેશોની યાદી બનાવી છે. અમેરિકાએ ૪૮ લાખ ટેબ્લેટ માંગી હતી પણ અત્યારે તેને ૩૬ લાખ ટેબ્લેટ અપાશે. જર્મનીને પણ ૫૦ લાખ ટેબ્લેટ મોકલવામાં આવશે. આ યાદી મુજબ પાડોશી દેશ અને સાર્ક સહયોગી બાંગ્લાદેશને ૨૦ લાખ, નેપાળને ૧૦ લાખ, ભૂટાનને બે લાખ, શ્રીલંકાને ૧૦ લાખ, અફઘાનિસ્તાનને પણ પાંચ લાખ અને માલદીવને બે લાખ ટેબ્લેટ આપવામાં આવશે.

ભારત અમેરિકા, બ્રાઝીલ અને જર્મનીને એકટીવ ફાર્માસ્યુટીકલ ઈન્ગ્રેડીયન્ટસ (એપીઆઈ) મોકલશે જેનો ઉપયોગ જરૂરી દવા બનાવવામાં કરવામાં આવે છે. અમેરિકાને ૯ ટન, જર્મનીને ૧.૫ ટન અને બ્રાઝીલને ૦.૫ ટન અને એપીઆઈ અપાઈ છે.

ન્યુકલીયર હથિયારથી માંડીને ટ્રેડ વ્યાપાર સુધી ભારત સામે આંખો કાઢતા, એનએસજીના સભ્યપદથી માંડીને સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદમાં રોડા નાખનારા, ભારતની આંતરીક બાબતોમાં વિના કારણે હસ્તક્ષેપ કરનારા દેશો આજે ભારત સામે યાચકની મુદ્રામાં ઉભા છે. ભારતની તાકાતનું અનુમાન દુનિયાના શકિતશાળી દેશોથી માંડીને વિકાસશીલ અને નાના દેશોને પણ છે, પણ ભારતની તેમને કયારેક જરૂર પડશે. કોરોના દર્દીઓની સારવારમાં વપરાતી એન્ટી મેલેરીયા મેડીસીન એચસીકયુ અને પેરાસીટામોલ આનુ મુખ્ય કારણ છે કેમ કે ભારત તેનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

Author: ‘લેખક – પત્રકાર – ભવ્યા રાવલ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!