ઈરફાન ખાનની ના બાળપણ અને જવાનીના ૧૨ ફોટા જે ક્યારેય નહિ જોયા હોય

અભિનેતા ઈરફાનખાન નું મુંબઈ ની કોકીલાબેન હોસ્પિટલ માં મૃત્યુ થયું છે. ઈરફાન ખાન ના ચાહકો આ દુખદ સમાચાર ને કારણે શોકમાં છે. ઈરફાન ખાન ના છેલ્લા ફિલ્મ અંગ્રેજી મીડીયમ ની સફળતા પણ એ વાત ની સાક્ષી છે કે ઈરફાન ખુબ જ ઉમદા કલાકાર હતા.

ઈરફાન ખાન નો પરિવાર જયપુરમાં ટાયર નો બીઝનેસ કરતો હતો. ત્યાં જ શેરી માં ક્રિકેટ રમી રમીને ઈરફાન ખાન પોતાના ક્રિકેટર બનવાના સપના પણ જોતા હતા.

૫ દિવસ પહેલા ઈરફાન ખાન ના માતાનું મૃત્યુ થયેલું અને લોકડાઉન ને લીધે ઈરફાન ખાન એમના અંતિમ દર્શન માટે નહોતા પહોંચી શક્યા અને ૨ દિવસ પહેલા ઈરફાન ખાન ને પણ જૂની બીમારી ને લીધે હોસ્પિટલ માં દાખલ કરાયા અને આજે એમનું દુઃખદ અવસાન થયું.

ઈરફાન ખાન ના અવસાન ને લીધે આખું બોલીવુડ શોક માં છે અને અમિતાભ બચ્ચન થી લઈને, શાહરૂખ, અક્ષય, આમીરખાન બધા એ આ કલાકાર ના શ્રધાંજલિ અર્પી છે.

આજે બપોરે ૩ વાગ્યે મુંબઈ માં ઈરફાન ખાન ના પાર્થિવ દેવને દફનાવવામાં આવેલ. ખુબ જ સિલેક્ટેડ પરિવાર ના સભ્યો ની હાજરી માં આ અંતિમ સંસ્કાર યોજાયેલા.

પિંક સીટી જયપુર થી સંબંધ ધરાવતા ઈરફાન ખાન એન.એસ.ડી. થી પાસ આઉટ થયેલા. ઈરફાન ખાન ખુબ જ સરસ ક્રિકેટ રમતા હતા. પરંતુ પૈસાદાર ના હોવાથી સિલેક્ટ થયેલા હોવા છતાં પણ એ ક્રિકેટ ના ફિલ્ડ માં આગળ ના વધી શક્યા.

પછી એમને એન.એસ.ડી. માં એક્ટિંગ માં કેરિયર બનાવવા એડમીશન લીધું અને ત્યાંથી એમના એક્ટિંગ ફિલ્ડ ની શરૂઆત થઇ.

૫૪ વર્ષની નાની ઉમરે દુનિયા ને અલવિદા કહેનાર આ એક્ટર બોલીવુડ જ નહિ પણ હોલીવુડ ની પણ ઘણી ફિલ્મોમાં કામ કરેલું અને ખુબ જ સફળ એક્ટર સિદ્ધ થયેલા.

વર્ષ ૧૯૮૫ માં ઈરફાન ખાને શ્રીકાંત નામની ટીવી સીરીયલમાં પોતાનું કેરિયર શરુ કર્યું અને ટીવી જગતમાં છવાઈ ગયા. અને ૧૯૮૬ માં આ શો પૂર્ણ થયો પછી એમને ‘ભારત એક ખોજ’ નામ ના શો થી ખુબ સફળતા મળી. આ શો પૂર્વ ભારત વડાપ્રધાન જવાહરલાલ નેહરુજી ના પુસ્તક પર આધારિત હતો.

તો આ હતી આ ઉમદા કલાકાર ની ૧૨ ખુબ જ અપ્રાપ્ત તસવીરો , આજે ઈરફાન ખાન ના મૃત્યુ ના દિવસે આ ફોટો બીજા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.

Author: જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!