ક્રિકેટર બનવા માંગતા હતા ઈરફાન ખાન – આ કારણથી સિલેક્ટ થયા હોવા છતાય જોડાઈ નહોતા શકેલા

અભિનેતા ઈરફાનખાન નું મુંબઈ ની કોકીલાબેન હોસ્પિટલ માં મૃત્યુ થયું છે. ઈરફાન ખાન ના ચાહકો આ દુખદ સમાચાર ને કારણે શોકમાં છે.ઈરફાનખાન ક્રિકેટ ના ખુબજ શોખીન હતા, ગત વર્ષે અંગ્રેજી મીડીયમ ફિલ્મ ના શુટિંગ દરમિયાન લંડનના ક્રિકેટ સ્ટેડીયમ માં ક્રિકેટ ને એન્જોય કરતા જોવા મળેલા.

બોલીવુડ અને હોલીવુડ નો જાણીતો અને ફેમસ કલાકાર એવો ઈરફાનખાનનું મુબઈની કોકીલાબેન હોસ્પીટલમાં, પરીવારોની સમક્ષ આઈ સી યુ વોર્ડ માં નિધન થયું છે. ઈરફાનખાન લાંબા સમયથી ઇન્ડોક્રાઇન ટયુમર થી પીડિત હતા, colon ઇન્ફેકશન ને લીધે હાલમાં જ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલા. ઈરફાનખાન ના મૃત્યુ ને લઈને લાખો લોકો એ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે તેમાં કેટલાય ક્રિકેટરનો સમાવેશ થયેલ છે.ઈરફાનખાન હમેશા ક્રિકેટની દુનિયા માં મશહુર હતા, ગત વર્ષે અંગ્રેજી મીડીયમ ફિલ્મ ના શુટિંગ દરમિયાન લંડનના ક્રિકેટ સ્ટેડીયમ માં ક્રિકેટ ને એન્જોય કરતા જોવા મળેલા.ફિલ્મો ના શુટિંગ દરમિયાન પણ તેમને સેટ ઉપર ક્રિકેટ રમતા જોવામાં આવેલા છે.

મુખ્યવાત એ છે કે ઈરફાનની ઈચ્છા ક્રિકેટર બનવાની હતી, એ એમણે જાતે કબુલાત કરેલી છે,એક અભિનેતા પેહલા તેમની ક્રિકેટર બનવાની અગ્રેસર ઈચ્છા હતી, યુ ટ્યુબ ના એક ફેમશ “સન ઓફ આવીશ” નામના શો માં તેમને પોતાની આ પ્રબળ ઈચ્છા વિશેની માહિતી આપેલી. ઈરફાનખાન ક્રિકેટ ના મામલમાં ઓલરાઉન્ડર હતા, આમતો તેમને બેટિંગ કરવું ખુબજ પસંદ પડતું પરંતુ કેપ્ટનના કેહવા પ્રમાણે તેમને બોલિંગ કરવી પડતી હતી અને તેમને વિકેટ્સ પણ મળી જતી હતી.

ઈરફાન ના જણાવેલા એહવાલ પ્રમાણે તેમને ક્રિકેટ ની પ્રેક્ટીસ માટે છુપાઈને જવું પડતું હતું શોખ અને કેરિયર ની વચ્ચે તેમને ઘણીવાર ઘરવાળાની સામે ખોટું પણ બોલવું પડતું હતું, તેમને આમતો કોઈ દિવસ ક્રિકેટ ને કેરિયર બનવા વિશે બહુજ ગંભીરતાથી વિચારેલું નહોતું,આવામાં તેમની ટીમમાં પસંદગી થઇ અને ટીમ ને જયપુર થી અજમેર જવાનું હતું, અને વ્યક્તિ દીઠ ૨૦૦-૨૫૦ રૂપિયા ભેગા કરવાના હતા , અને જે ઈરફાનખાન થી ભેગા થયેલા નહિ અને ત્યારે તેમને એહસાસ થયો કે હવે તેમનાથી ક્રિકેટ આગળ રમી શકાશે નહિ અને તેમને ક્રિકેટ ને છોડવું પડ્યું.


ઈરફાનખાને તેમના ઇન્ટરવ્યું માં જન્વેલું કે , સચિન તેંડુલકર,મહેન્દ્રસિંહ ધોની અને કપિલ દેવ ના તે ફેન છે.તેમજ પાકિસ્તાન ના જહીર અબ્બાસ અને ભૂતપૂર્વ કેપ્ટન ઇમરાન ખાન પણ તેમની પસંદગીના ખેલાડીઓમાં આવે છે.છેલ્લા એહવાલ પ્રમાણે ઈરફાન ખાને જણાવેલુ કે ક્રિકેટમાં ભ્રષ્ટાચાર આવવાને લીધે તેમને હવે ક્રિકેટ જોવાનું જ છોડી દીધું છે.

Author: જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!