૫૪ વર્ષની ઉમરે આ બીમારી બાદ અભિનેતા ઈરફાનખાન નું મૃત્યુ – છેલ્લા સમયનો ફોટો જુવો

અમુક સમય પહેલા ઈરફાન ખાને ટ્વિટ કરી પોતાની રેર બીમારી અંગે જાણ કરી હતી. તે પછી તેની બીમારી અંગે ઘણી ચર્ચાઓ થઈ. હવે ઈરફાને ટ્વિટ કરી જણાવ્યું કે, તે છેલ્લા 15 દિવસથી આરામ કરી રહ્યો છે, પ્રારંભમાં તેને જોન્ડિસ હતું, જોકે તે પછી ઈરફાને જાણ કરી કે, તેને ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યૂમર નામની બીમારી છે, તેને ફેન્સ અને નિક્ટના સભ્યોના પ્રેમથી હિંમત મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોખડંવાલાના પાસે મડ આયલેન્ડમાં ઈરફાનનું અપાર્ટમેન્ટ છે. તે પત્ની સુતાપા અને દીકરા બાબિલ તથા આયન સાથે રહે છે.

૨ દિવસ પહેલા સમાચાર મળેલા કે અચાનક તબિયત લથડતા ઈરફાન ખાન ને હોસ્પિટલ માં આઈ.સી.યુ. માં દાખેલ કરેલ છે અને તબિયત વધુ જ ખરાબ છે અને લોકડાઉન વચ્ચે દોડાદોડી થઇ ગયેલી હતી.

એમને મુંબઈ માં કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલા. અને આજે ન્યુરોક્રાઇન ટ્યુમર નામની ગંભીર બીમારી ને લીધે મૃત્યુ થયું હતું.

ઘણા સમયથી જીંદગી ની જંગ સામે લડી રહેલા ઈરફાન ખાન આજે હારી ગયા હતા. મંગળવારે તબિયત એટલી બગડી ગઈ હતી કે કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ માં આઈ.સી.યુ. માં દાખલ કરીને ડોક્ટર દ્વારા જરૂરી સર્જરી કરવામાં આવી હતી.

ઈરફાન ખાને ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરેલું અને છેલ્લે અંગ્રેજી મીડીયમ ફિલ્મ માં ખુબ જ પ્રસંસનીય રોલ કરીને એવોર્ડ વિનિંગ એક્ટિંગ સાથે પોતાના જીવનના કેરિયર ને અલવિદા કહ્યું હતું.

Author: જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!