સરકારે કોરોના માટે જે કર્યું એ યોગ્ય કે યોગ્ય ? – પ્રખ્યાત લેખિકા કાજલ ઓઝા વૈદ્ય નો સડસડતો જવાબ

વિખ્યાત લેખિકા કાજલ ઓઝા વૈદ્યની ફેસબુક પોસ્ટ વાંચો અને જાણો કે, વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર કોરોના સંકટ નાથવા કેવી કામગીરી કરી રહી છે..

મારા વાચકો જાણે છે કે સરકારી બુલેટિન બનવું મને ગમતું નથી, એવી જ રીતે કારણ વગરની ટીકા પણ મને યોગ્ય લાગી નથી. આજે, આ લખું છું ત્યારે ક્રોસ વેરીફાઈ કરીને, પૂરી જાણકારી સાથે લખું છું. આ વિગતો મારા fb પેજ ઉપર મૂકવાનું કારણ એ છે કે જે રીતે case વધ્યા છે, અને લોકો હજી સમજવા તૈયાર નથી…

પીએમ સાથેની વીડિયો conference દરમિયાન લગભગ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ એ લોક ડાઉન વધારવાની માગણી કરી છે…
ત્યારે, લોક ડાઉન વધવાની સંભાવના દેખાઈ રહી છે! ગભરાટ અને અકળામણ પણ વધ્યાં છે, હજુ વધશે!


એવા સમયે સરકારની કામગીરી મારા વાચકો સાથે શેર કરીને એમને રાહત અને ધરપત આપવાની મારી જવાબદારી મારે નિભાવવી જોઈએ.આપણે બધા આપણા ઘરોમાં બેઠા છીએ, નાના મોટા આર્થિક નુકસાન કે કાંટાળા, ડિપ્રેશન વિશે ફરિયાદ કરીએ છીએ પરંતુ, ૨૦૧૮ની વસ્તી ગણતરી ના આંકડા મુજબ ૬,૦૪,૩૯,૬૯૨ લોકો ગુજરાતમાં વસે છે. બહારથી કામ મેળવવા આવેલા શ્રમજીવી કે ઉચ્ચ સ્તરે કામ કરતા સૌ અલગ…

આ બધાને છેલ્લા, ૩૮ દિવસથી કોઈ તકલીફ ના પડે તે જોવાનું કામ કેટલું મોટું છે એનો અંદાજ લગાવી જોઈએ તો સમજાય ! એક ઘરમાં ચાર/પાંચ જણ ને પણ જો સતત ખુશ ના રાખી શકાય તો સવા છ કરોડથી વધુને સાચવવા કેટલા અઘરા હશે!??

સ્વાસ્થ્ય


ગુજરાતના ૨૬ જિલ્લાઓમાં
૩૧૦૦ બેડની કોવિડ-19 હોસ્પિટલ ઊભી કરી,
મહાનગરોમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ અને જિલ્લા મથકોએ ૧૦૦-૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીઓની વિનામૂલ્યે સારવાર માટે કાર્યરત કરી છે.

 • માત્ર ૬ દિવસમાં ૨૨૦૦ બેડની કોરોના હોસ્પિટલ તૈયાર કરી ચીનનો રેકોર્ડ ગુજરાતે તોડ્યો હતો.
 • ગુજરાતમાં અમદાવાદની હોસ્પિટલને પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર તરીકેનું બહુમાન મળ્યુ.
 • વેન્ટીલેટર, ફેસ અને સર્જિકલ માસ્ક, પર્સનલ પ્રોટેકશન ઈકિવપમેન્ટ (પીપીઈ) અને કોવિડ-19 ટેસ્ટ કિટ પરની કસ્ટમ ડ્યુટી અને હેલ્થ સેસ હટાવી દેવાયા.
 •  ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધ્યું.
 • જીનોમ સિક્વન્સથી કોરોના વાઈરસ કોવિડ ૧૯ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે.
 • 8 વરિષ્ઠ IAS અધિકારીઓ કોરોના વાઈરસ સાથેના જંગમાં વધારાની જવાબદારી સાથે સંકલન કરવા તૈયાર છે.

પોલીસ


આખા રાજ્યની તમામ પોલીસ ફોર્સ તૈનાત છે. લોકરક્ષક અને crpf, home guards થઈને સાડા ચાર લાખ કરતાં વધુ કર્મચારી, ઓફીસર અને સ્વયંસેવકો ૨૪ કલાક ડયુટી કરે છે.
* એમની સાથે થયેલા કેટલીક ગેરવર્તણૂંક ને ક્ષમા કરીને, પોતાના ઘર અને કોરોના નો ડર બાજુએ મૂકીને આ આખી સિસ્ટમ નાગરિકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે કાર્યરત છે.

કૃષિ

 • ખેડૂતોનાં માર્ચ મહિના સુધીનાં ધિરાણનું ૭ ટકા વ્યાજ બેંકોને સરકાર ચૂકવશે.
 • પાક ધિરાણની મુદત બે મહિના લંબાવાઈ.
 • પાકની લણણી માટે ખેડૂતો અને ખેતીનાં વાહનોની અવરજવરને વિશેષ છૂટછાટ અપાઈ.
 • બિયારણ, ખાતર અને પાક જંતુનાશક – પેસ્ટીસાઇઝડસનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ.
 • ૮ માર્કેટિંગ યાર્ડને પણ છૂટછાટ આપવામાં આવી.

જનસામાન્ય

 1. અન્નબ્રહ્મ યોજના અંતગર્ત રેશનકાર્ડ વગર અનાજ વિતરણ કરવામાં આવ્યા.
 2.  દેશમાં પહેલીવાર અંત્યોદય અને બીજા અનેકને પહેલીવાર વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું.
 3. આઠ મહાનગરોમાં એકલા વસવાટ કરતા નિ:સહાય વૃદ્ધ વડિલો અને નિરાધાર વ્યક્તિઓને ઘેર બેઠા વિનામૂલ્યે ભોજન અપાઈ રહ્યું છે.અનેક શ્રમિકોને અનાજ અને જરૂરિયાતની ચીજો પહોંચી રહી છે.
 4. રાજ્યનાં ૬૦ લાખથી વધુ એપીએલ કાર્ડધારકોવાળા કુટુંબનાં ૨.૫૦ કરોડ લોકો અને ૬૬ લાખથી વધુ બીપીએલ કાર્ડધારકોવાળા કુટુંબનાં ૩.૨૫ કરોડ લોકોથી વધુ લોકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડનું વિનામૂલ્યે વિતરણ
 5. ૪ લાખ ૪૩ હજાર જેટલી વિધવા માતા-બહેનોને /સાડા ત્રણ લાખ અન્ય બહેનોને પણ, બે મહિના માટે પ્રતિમાસ રૂ. પ૦૦ પ્રમાણે ૧૦૦૦ રૂપિયાની વધારાની સહાય કરવામાં આવી.
 6. ૬૫ લાખ જેટલા ગરીબ શ્રમજીવી અસંગઠીત કામદારો, બાંધકામ કામદારો માટે ૬૫૦ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે.
 7. ૬૫ લાખ પરીવારોને એક હજાર રૂપિયાની આર્થિક સહાય બેન્ક ખાતામાં જમા થઈ.
 8. ઘર વીજ વપરાશકારો અને વેપારી એકમો માર્ચ – એપ્રિલ મહિનાનાં વીજ બીલ ૧૫ મે સુધી ભરી શકે તેવી છૂટછાટ આપવામાં આવી.
 9. નાના-મોટા ઉદ્યોગો, વેપારી એકમોનો માર્ચ-એપ્રિલ મહિનાનાં વીજ બીલનો ફિક્સ ચાર્જ નહીં લેવાઈ.
 10. વીજ બીલ નિયમિત ન ભરાય તો પણ પેનલ્ટી કે કનેકશન કાપી નાખવાની બાબત મોકૂફ રખાશે.

શિક્ષણ

 1. વિદેશમાં વસતા અને અન્ય રાજ્યમાં રહેલા વિદ્યાર્થીઓને હેમખેમ પોતાના વતન લાવવા-લઈ જવામાં આવ્યા.
 2. ધોરણ ૧થી ૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું.
 3. આશ્રમશાળાઓ, સમરસ હોસ્ટલ, દિવ્યાંગ છાત્રાલયો અને બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા ૩.૨૫ લાખ બાળકો તેમજ ૧૧ હજાર દિવ્યાંગ બાળકોને એપ્રિલ માસનાં ખર્ચ પેટે વિદ્યાર્થીદીઠ રૂ. ૧૫૦૦ની સહાય ચૂકવાઈ.
 4. ગુજરાતની કોઈપણ સ્કૂલ આ વર્ષે ફી વધારો નહીં કરી શકે એવો નિર્ણય જાહેર કર્યો

આ સાથે કલેક્ટર કચેરી, સરકારી ઓફિસ ૧૭/૧૮ કલાક કામ કરી રહી છે…
આ બધું આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જ છે. સરકારને સહકાર આપીએ. ઘરમાં રહીને, માસ્ક પહેરીને,ઓછામાં ઓછું ત્રણ મીટર ડિસ્ટન્સ જાળવીને…
સ્વસ્થ અને તંદુરસ્ત રહીએ, આપણા પરિવાર માટે !
આપણા પોતાને માટે!

-કાજલ ઓઝા વૈદ્ય

કાજલ ઓઝા વૈદ્ય ના પુસ્તકો ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો અથવા 7495479678 નંબર પર વોટ્સએપ કરો

Leave a Reply

error: Content is protected !!