રાજેશ ખન્ના સામે મોરચો માંડવા રાજકપૂરના કુટુંબમાં ‘તાંડવ’ સમિતિ રચાઈ – વાંચો વિગત
ગુજરાતી લેખક શ્રી સૌરભ ભાઈ શાહ થકી રિશી કપૂરની આત્મકથા ‘ખુલ્લમ્ ખુલ્લા’માંથી તારવેલી 51 નવી નવાઈની વાતો તમારી સાથે વહેંચાઈ રહી છે.
એમાની એક રસપ્રદ વાત હું સૌરભ ભાઈ ના રીસ્પેક્ત સાથે અને નામ સાથે અહી આપની સમક્ષ લાવ્યો છું.

રિશીકપૂરે ત્રણ ફિલ્મોમાં પિતા રાજ કપૂર માટે કામ કર્યું- ‘મેરા નામ જોકર’ ‘બૉબી’ અને ‘પ્રેમરોગ’. આ ઉપરાંત પિતાની હયાતિમાં આર.કે.સ્ટુડિયોની ‘કલ, આજ ઔર કલ’માં દિગ્દર્શક રણધીર કપૂરના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. લોકો રિશી કપૂરને પૂછયા કરતા કે તમારા પાપાની ફિલ્મોમાં તમે કામ કરો ત્યારે એ તમને પૈસા-બૈસા આપે કે નહીં? રિશી કપૂર કહેતાઃ ‘અત્યાર સુધી એક પૈસો પરખાવ્યો નથી!’ પછી ઉમેરતા, ‘એમણે મારા માટે જે કર્યું છે એમાં મારા મહેનતાણા કરતાં લાખગણું વધારે મને મળી ગયું છે.’
રાજકપૂર એમના દિગ્દર્શન હેઠળની ફિલ્મોમાં પોતાની સાથે કામ કરતાં કલાકારોને ખૂબ સાચવતા. એકટરોથી ભૂલ થાય અને ફરીથી શોટ લેવો પડે એમ હોય તો એક્ટરને માઠું ન લાગે એટલે એમને સીધું કહેવાને બદલે એમણે પોતાના સાઉન્ડ રેકોર્ડિસ્ટ અલાઉદીન ખાનને કહી રાખ્યું હતું કે કોઈપણ શૉટ બાદ હું જો તમને એમ પૂછું કે, ‘ખાનસા’બ શૉટ કૈસા થા?’ તો તમારે સમજી જવાનું કે માટે રિટેક લેવો છે અને બધા સાંભળે એમ કહેવાનું કે સાઉન્ડમાં જરા ગરબડ હતી. એક ઔર લેતે હૈં, સર!
‘સત્યમ શીવમ સુન્દરમ’ (૧૯૭૮) માં રાજ કપૂર રાજેશ ખન્નાને હીરો બનાવવા માંગતા હતા. રાજસા’બને કાકાજી ગમતા. રાજેશ ખન્ના આર.કે.ની ફિલ્મમાં કામ કરશે એવી અટકળો વહેતી થઇ. ઇન્ડસ્ટ્રી માટે આ ખુબ મોટા સમાચાર હતા. એ સ્પેશ્યલી ‘બોબી’ નું શુટિંગ ચાલુ હતું ત્યારે ડીમ્પલ કાપડીયાના રાજેશ ખન્ના સાથે લગ્ન થઇ ગયા એટલે દર વખતે રાજસા’બ શુટિંગની તારીખ નક્કી કરવા રાજેશ ખન્નાની મહેરબાની થાય એને રાહ જોવી પડતી. ‘બોબી’ વખતે ડીમ્પલ-રિશીના રોમાન્સની અફવાઓ વહેતી થયેલી અને લગ્નના થોડાજ વખતમાં ડીમ્પલ-રાજેશ ખન્ના વચ્ચે એ કારણોસર કે પછી બીજા કારણોસર ખટરાગ શરુ થઇ ગયાની પણ વાતો હતી.
આવા વાતાવરણમાં રાજ કપૂર રાજેશ ખન્નાને પોતાની ફિલ્મમાં હીરો બનાવે અને રાજેશ તૈયાર પણ થઇ જાય એ જબરજસ્ત ઘટના કહેવાય. પણ સાથોસાથ એવી હવા પણ વહેતી થઇ કે રાજ કપૂરનું ફેમીલી એમના પર દબાણ કરે છે કે આર.કે. સ્ટુડિયોની કોઈ પણ ફિલ્મમાં રાજેશ ખન્નાને સ્થાન ના હોય. આત્મકથામાં રીશીકપુર નીખાલ્સ્તાપુર્વક કબુલ કરે છે કે એ અફવા સાચી હતી. અને ઉમેરે છે કે રાજેશ ખન્ના વિરુદ્ધ મારા સહીત કુટુંબમાં સૌએ જાણે રાજસા’બ માટે તાંડવ કમિટી બનાવી હતી. અમારા પ્રેશરને કારણે એમણે રાજેશ ખન્નાને પડતા મુક્યા કે નહિ એ હું ખાતરીપૂર્વક ના કહી શકું પણ એતેલું જરૂર કે છેવટે શશીઅંકલે એ ફિલ્મ કરી. એ વાત મેં રાજેશ ખન્ના હયાત હતા ત્યારે એમની આગળ જઈને કબુલીને માફી પણ માંગી હતી અને પછી તો આર.કે.સ્ટુડિયોના બેનર હેઠળ મેં ડીરેક્ટ કરેલી ‘આ અબ લૌટ ચાલે’ માં એમણે કામ પણ કરેલું.
Author: ‘Saurabh Shah‘
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો