કેન્દ્ર સરકારનો અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય: શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ પોતાનાં વતન પરત જઈ શકશે

લોકડાઉન જાહેર થયા બાદ જે લોકો પોતાના વતનથી દૂર ફસાયા છે તેવા પરપ્રાંતિય શ્રમિકો, યાત્રીઓ, પ્રવાસીઓ અને અન્ય રાજ્યમાં અભ્યાસઅર્થે ગયેલા વિદ્યાર્થીઓને આજે કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. આજે ગૃહમંત્રાલય તરફથી લોકોને પોતાના વતન પરત ફરવા મંજૂરી આપવામાં આવી છે. ગૃહમંત્રાલયે દરેક રાજ્યની સરકારને આદેશ કર્યા છે આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે. લોકોના સ્થળાંતર પહેલા તેમનું સ્ક્રીંનીંગ કરવામાં આવશે. જેમને કોઈ શંકાસ્પદ લક્ષણ જણાશે નહીં તેને જ વતન પરત ફરવાની પરવાનગી આપવામાં આવશે. આવા સ્થળાંતર માટેની છ મુખ્ય શરતો નીચે મુજબ છે:

1. જે બે રાજ્યો વચ્ચે લોકોને સ્થળાંતરીત કરવાના છે તે બંનેની આપસી સહમતી. આ વાત જે તે બે રાજ્યો ના નિયમો પ્રમાણે લાગુ પડશે.

2. જે રાજ્યોમાંથી આ પ્રવાસીઓ પસાર થશે તે રાજ્યની સહમતી જોઇશે. એટલે કે જે જે રાજ્યો માંથી આ લોકો નીકળશે એ રાજ્ય ને કોઈ તકલીફ ના પડવી જોઈએ, એમને મંજુરી આપવી જોઇશે.

3. જે બસનો ઉપયોગ થશે તેને સેનિટાઈઝ કરવાની અને તેમાં પણ સામાજિક અંતરનું ખાસ ધ્યાન રાખવું. જેથી કોરોના વાઈરસ બસ અને વ્યક્તિઓ સાથે ટ્રાવેલ નો કરે.

4. દરેક વ્યક્તિનું સ્ક્રીનિંગ થશે. જે વ્યક્તિને કોઈ શંકાસ્પદ લક્ષણ નહીં હોય તેને જ પ્રવાસીની પરવાનગી મળશે. અને આ ખુબ ફરજીયાત નિયમ છે.

5. જે તે રાજ્યમાં પહોંચ્યા બાદ પણ આરોગ્ય વિભાગના અધિકારી તેમની તપાસ કરશે. અને જેમાં દરેક પ્રવાસી એ સહયોગ આપવો પડશે.

6. એક રાજ્યથી બીજા રાજ્ય જનાર વ્યક્તિએ આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર કોરોન્ટાઈનમાં રહેવું પડશે. અને એનો ચુસ્ત અમલ કરવો પડશે નહિ તો ગુનો દાખલ થશે.

કેન્દ્ર સરકાર ના આ નિર્ણય ને માન આપીએ અને બધી જ શરતો નું પુરતું ધ્યાન આપીને વતન થી દુર ફસાયેલા લોકોને ઘરે પહોંચાડવામાં મદદ કરીએ. આ પોસ્ટ બીજે મિત્રો સાથે જરૂર શેર કરજો.

Author: ‘ભવ્યા રાવલ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!