તો મહાભારતમાં અર્જુનનો રોલ જેકી શ્રોફે કર્યો હોત… પણ ફિરોઝ ખાને આ રીતે પતુ કાપ્યુ

બી આર ચોપડાનું મહાભારત એક એવી સીરીયલ છે  જેને દર્શકો ક્યારે પણ ભૂલી શકે તેમ નથી અને તેમાં પણ એકે એક કિરદાર નું સિલેકશન થી લઈને એક –એક સીન પાછળ ખુબ જ મેહનત કરાયેલી છે, શું તમે જનો છો? કે મહાભારત માં રહેલ અર્જુનનો રોલ પેહલા બોલીવુડ ફેમસ જેકી શ્રોફ કરવાના હતા.

મહાભારત માં અર્જુન ના રોલ માં ભરપુર આકર્ષણ છે, યુધ્ધ હોય કે બાળપણ હોય બધી જ જગ્યાએ તેને મહત્વાકાંશી અને અત્યંત ઈમ્પોર્ટન્ટ આપવામાં આવ્યુ છે, ફિરોઝ ખાનને જણવ્યું કે,અર્જુન ના રોલ માટે જેકી શ્રોફ ની પસંદગી થઇ ગઈ હતી, ફિરોઝખાન ની દિલ થી ઈચ્છા હતી કે તેને મહાભારત માં અર્જુન નો રોલ ભજવવો છે.ફિરોઝખાન લગભગ એકાદ અઠવાડિયાથી સોમેકર્સ ના ફોન ની રાહ જોઈ હતી.

મહાભારતમાં કૃષ્ણ અને અર્જુનનો રોલ હમેંશા આકર્ષણ નું કેન્દ્ર રહ્યા છે,કૌરવો અને પાંડવોના યુધ્ધ સમયે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને આખી શ્રીમદ ભાગવત ગીતા નો ઉપદેશ સંભળાવ્યો છે , જે આખા જગતમાં ખુબજ લોકપ્રિય અને સંસાર નો કલ્યાણકારી ઉપદેશ ગણવામાં આવે છે.આ બધા જ પરિબળોથી અર્જુન ના રોલ ને ખુબ જ વિશેષ માનવામાં આવે છે.બી આર ચોપડા ના મહાભારતમાં આર્જુનની ભૂમિકા માટે બોલીવુડ અભિનેતા જેકી શ્રોફ ની પેહલી પસંદગી કરવામાં આવી હતી,જે ખુદ ફિરોઝ ખાને તેના એક ઈંટરયુ દરમિયાન જણાવેલ છે.

ફિરોઝખાન ના જણાવ્યા પ્રમાણે અર્જુનના રોલ માટે જેકી શ્રોફ ની પસંદગી પેહલા થઇ ગઈ હતી અને ફિરોઝખાન ની દિલ થી ઈચ્છા હતી કે તેજ મહાભારતમાં અર્જુનનો રોલ નિભાવે, અને અર્જુન ના રોલ માટે લગભગ એકાદ અઠવાડિયાથી સોમેકર્સ ના ફોન ની રાહ જોઈ રહ્યો હતો અને સોમેકર્સ નો સામેથી કોઈ ફોન ના આવતા ફિરોઝખાન ઉર્ફે અર્જુન પોતે ઓફિસે પહોચી ગયા હતા.

ઓફિસ પહોચીને  આખી વિગત જાણતા બી આર ચોપડાએ, ફિરોઝ ખાન ને અર્જુનના રોલ નો કોસ્ચ્યુમ અને મૂછો લગાવવાની સુચના આપી, અને અર્જુનની આ વેશભૂષા માં જયારે ફિરોઝખાન, બી આર ચોપડા ની સામે આવે છે ત્યારે તે જોઇને એક જ વાર માં કહી દે છે કે તું જ અર્જુન ના રોલ માટે યોગ્ય છો. સોમેકર્સને પણ અરુણ ના રોલ માટે ફિરોઝખાનને તૈયાર થયેલો જોયા બાદ, જેકી શ્રોફ કરતા ફિરોઝખાન જ વધુ યોગ્ય લાગે છે અને એટલે જ જેકી શ્રોફની પસંદગી અર્જુનના રોલ માટે થઇ ગઈ હતી, છતાં પણ તેને આ રોલ માટે હાથ ધોવા પડ્યા હતા.

ફિરોઝખાને જણાવ્યું કે અર્જુનના આ રોલે તેને કેરીયરને નવી દિશા અને નવી ઉચાઇએ લઇ જવા માટે ઘણા દરવાજા ખોલી આપ્યા હતા, તેમને એ પણ જણાવ્યું છે કે બી આર ચોપડા અને ડો.રજા ના કેહવા પ્રમાણે તેમેણ પોતાનું નામ પણ કાયમી માટે અર્જુન કરી નાખ્યું હતું, અને આ નામે તેમને ઇન્ડસ્ટ્રીમાં સારી એવી નામના કરાવેલી અને અલગ ઓળખાણ આપવી છે.ફિરોઝખાન “ જીગર, તિરંગા, આદમી,ફૂલ,અંગારે,મિસ્ટર આઝાદ અને કરણ-અર્જુન જેવા ફિલ્મો માં જોવા મળ્યા છે. ૧૯૮૮ માં આવેલ મહાભારતમાં ફિરોઝખાન ને અર્જુનનો રોલ કરવાનો જે મોકો મળ્યો અને તેનાથી લોકો તરફથી તેને ખુબજ સારી એવી લોકચાહના મળી છે,અને લોકો તરફ થી અર્જુન ને એટલો બધો પ્રેમ મળ્યો કે ફિરોઝખાને  કાયમી માટે તેનું નામ ફિરોઝખાન માંથી અર્જુન રાખી દીધું છે.

Author: જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!