નમસ્તે.. મારા વ્હાલા દેશવાસીઓ – અને પછી જે મોદીજી એ કહ્યું એના અંશો વાંચવા ગમશે

નમસ્તે.. મારા વ્હાલા દેશવાસીઓ.. કોરોના વૈશ્વિક મહામારી વિરુદ્ધ ભારતની લડાઈ ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે. દેશવાસીઓની તપસ્યા, ત્યાગથી ભારત કોરોનાથી થનારા નુકસાન ટાળવામાં સફળ. કષ્ટ વેઠીને પણ દેશને બચાવ્યો છે. ભારત વર્ષને બચાવ્યું છે. હું જાણું છુ તમને કેટલી સમસ્યાઓ થઈ રહી છે. પરંતુ તમે દેશ માટે એક અનુશાષિત સૈનિક માફક કર્તવ્યો નિભાવી રહ્યાં છો. આપ સૌને આદરપૂર્વક નમન કરું છું.

આપણા સંવિધાનમાં વી પીપલ ઓફ ઈંડિયા કહ્યું છે. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ સાચી શ્રદ્ધાંજલિ. હું બધા દેશવાસીઓ તરફથી બાબાસાહેબને નમન કરું છું. દેશનાં અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ તહેવારોનો સમયગાળો ચાલે છે. નવા વર્ષની શરૂઆત થઈ છે. લોકડાઉનનાં બંધન વચ્ચે દેશનાં લોકો નિયમનું પાલન કરી રહ્યાં છે. ઘરમાં સંયમથી રહી તહેવાર સાદગીપૂર્વક ઉજવી રહ્યાં છે. નવ વર્ષ પર તમારા અને તમારા પરિવારની મંગળકામના કરું છું.

આપણે આજે સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારીની સ્થિતિથી પરિચિત છીએ. અન્ય દેશની સરખામણીમાં ભારતે કરેલા મુકાબલાનાં તમે સાથી અને સાક્ષી રહ્યાં છો. આપણે ત્યાં કોરોનાનો એકપણ કેસ ન હતો ત્યારે પણ કોરોના પ્રભાવિત દેશમાંથી આવેલા યાત્રીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. કોરોનાનાં ૧૦૦ કેસ સુધી આપણે પહોચીએ એ પહેલા ૧૪ દિવસ એવા લોકો માટે આઈસોલેસન પણ અમલી કર્યું. આપણે ત્યાં કોરોનાનાં ૫૫૦ કેસો થાય એ પહેલા ભારતે ૨૧ દિવસનાં લોકડાઉનનું પગલું ભર્યું. ભારતે સમસ્યા વધવાની રાહ ન જોઈ પરંતુ સમસ્યા દૂરથી જોઈ સમસ્યા રોકવા પ્રયાસ કર્યો.

સાથીઓ આ એવું સંકટ છે જેની કોઈપણ દેશ સાથે તુલના યોગ્ય નથી પરંતુ આપણે સત્યને નકારી શકતા નથી. એ પણ સચ્ચાઈ છે કે અન્ય દેશોની તુલનામાં કોરોના કેસનો આંકડો ભારત આજ સારી સ્થિતિમાં છે. મહિના-દોઢ મહિના અગાઉ કેટલાક દેશ ભારત બરાબર હતા આજ એ દેશોમાં ભારતની સરખામણીમાં કોરોના કેસ ૨૫થી ૩૦ ગણા. હજારો લોકોની દુઃખદ મૃત્યુ થઈ રહી છે. અગાઉથી જ ભારતે હોલીસ્ટિક એપ્રોચ, ઈટ્રીગેટ એપ્રોચ અપનાવ્યો. એવું ના કર્યું હોત તો આજ ભારતની સ્થિતિની કલ્પના કરતા જ રુવાડા ઉભા થઈ જાય.

પાછલા દિવસોનાં અનુભવ કહે છે કે આજની સ્થિતિ બરાબર છે. સોશિયલ ડિસ્ટિંગ અને લોકડાઉનનો લાભ દેશને મળ્યો. આર્થિક દ્રષ્ટિએ મોંઘો છે પણ ભારતવાસીઓની જિંદગી આગળ તેની સરખામણી ન થાય. સીમિત સંશાધન વચ્ચે ભારતે ખૂબ સારું કરી બતાવ્યું. દેશની રાજ્ય સરકાર અને નગરપાલિકાઓએ જવાબદારીપૂર્વક કાર્ય કર્યું. આ પ્રયાસો વચ્ચે કોરોના જે રીતે ફેલાઈ રહ્યો છે એણે વિશ્વભરને હેલ્થ એક્સપર્ટ અને સરકારને વધુ સતર્ક કર્યા છે. ભારતમાં પણ કોરોના વિરુદ્ધ લડાઈ હવે આગળ કેમ વધે, આપણે વિજય કેમ થાય, નુકસાન કેમ ઓછુ થાય, લોકોની સમસ્યા કેમ ઓછી થાય વગેરે અંગે રાજ્યો સાથે નિરંતર ચર્ચા થઈ. બધાની એક જ સલાહ. લોકડાઉન લંબાવાઈ.

ભારતમાં લોકડાઉન ૩ મે સુધી લંબાવાશે. આપણે સૌએ લોકડાઉનમાં જ રહેવું પડશે. મારી પ્રાર્થના છે કે હવે કોરોનાને કોઈપણ કિંમતે નવા ક્ષેત્રમાં ફેલાવા દેવાનો નથી. હવે એકપણ દર્દી વધશે તો આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. ક્યાય પણ એકપણ વ્યક્તિની દુઃખદ મૃત્યુ થાય તો આપણા માટે ચિંતા. હોટસ્પોટમાં વધુ સતર્કતા રાખવી પડશે. જે ક્ષેત્રો હોટસ્પોટ બનવા જઈ રહ્યાં છે તેને પણ અટકાવવા પડશે.

આગલા એક અઠવાડિયામાં કોરોના વિરુદ્ધ લડાઈની કઠોળતા વધારવી પડશે. દરેક ક્ષેત્રોની બારીકાઈથી તપાસ થશે. જે ક્ષેત્ર અગ્નિ પરીક્ષા સફળ થશે, પોતાના ક્ષેત્રને હોટસ્પોટ નહીં બનવા દે ત્યાં ૨૦ એપ્રિલથી શરતી છૂટછાટ આપી શકાય છે. હા, પણ જો શરતી લોકડાઉનનાં નિયમ તૂટે છે અને કોરોના ફેલાઈ છે તો બધી છૂટછાટ પાછી લઈ લેવામાં આવશે. સરકાર તરફથી વિસ્તૃત ગાઈડલાઈન્સ જાહેર કરાશે. ગરીબ ભાઈ-બહેનોની આજીવિકાને ધ્યાનમાં રાખી આ છૂટછાટ. આ મારી સર્વોચ પ્રાથમિકતા. તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂતોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એ જોવાનું છે. દવાથી લઈ અનાજ સુધી પૂરતો જથ્થો છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોરચે આગળ વધી રહ્યાં છીએ. વિશ્વકલ્યાણ માટે.. માનવકલ્યાણ માટે.. આગળ આવો.. કોરોના વેક્સિન બનાવવાનું નેતૃત્વ લ્યો.. ધીરજ રાખીશું, નિયમ પાલન કરીશું તો કોરોનાને મ્હાત આપી શકીશું..

સાત વાતમાં સાથ જોઈએ છીએ. ૧. ઘરનાં વડીલોનું વિશેષ ધ્યાન રાખો. ૨. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટિંગનું પાલન કરો. ઘરમાં બનેલા ફેસકવર અને માસ્કનો ઉપયગો કરો. ૩. ઈમ્યુંનીટી વધારવા આયુષ મંત્રાલયનાં નિર્દેશ પાલન કરો. ૪. કોરોના સંક્રમણ ફેલાતો અટકવવા આરોગ્યસેતુ મોબાઇલ એપ ડાઉનલોડ કરો. અન્યને કરાવો. ૫. જેટલું થાય એટલું ગરીબ પરિવારની દેખરેખ કરો. ભોજન જરૂરિયાત પૂરી પાડો. ૬. વ્યવસાય-ઉદ્યોગમાં કામ કરેતા લોકો પ્રત્યે સંવેદનશીલ બનો. નોકરી પરથી છૂટા ન કરતા. ૭. કોરોના યોદ્ધા ડોક્ટર, નર્સ, સફાઈકર્મી એવા બધા લોકોનું સન્માન કરો. ગૌરવ કરો. આ સાત વાતમાં તમારો સાથ આ સપ્તપદી વિજય પ્રાપ્ત કરવાનો માર્ગ છે. પૂર્ણ નિષ્ઠા સાથે ૩ મે સુધી લોકડાઉન નિયમ પાલન કરજો. જ્યાં છો ત્યાં રહેજો.. સુરક્ષિત રહેજો.. આપણે સૌ રાષ્ટ્રને જીવંત અને જાગૃત બનાવી રાખીશું..

– નરેન્દ્રભાઈ મોદી

Author: ‘Bhavya Raval’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!