૯ વર્ષની આ દીકરીએ જાતે કમાઈને પૈસા ડોનેટ કરવા હતા – આ રીતે લોકડાઉનમાં ઘરે બેઠા કમાણી કરી

૯ વર્ષની દીકરી નિયતિ રાજકોટ ની વતની છે. લોકડાઉન દરમિયાન નિયતિ આખો દિવસ ઘરમાં રહીને કંટાળવા ને બદલે, પોતાની રીતે જાતે કંઇક ને કંઇક કર્યા કરતી. કોઈ દિવસ એ૪ સાઈઝ પેપર લઈને એના પર પેઇન્ટિંગ કરે તો કોઈ દિવસ પેન્સિલ આર્ટ અને કોઈ દિવસ ક્રાફ્ટ એક્ટીવીટી.

લોકડાઉન ના પહેલા ચરણ એટલે કે વર્ઝન ૧ માં થાળી-વાટકા વગાડવામાં પણ અગ્રેસર રહી અને રામાયણ અને મહાભારત ની ધાર્મિક સીરીયલ્સ પણ બા-દાદા સાથે બેસીને રોજ જુવે, સમજે અને પૂર્ણ થયે “માતે મુજે ભોજન પરોસીએ” કહીને જમવાનું પણ માંગે.

લોકડાઉન વર્ઝન ૧ પૂર્ણ થવાનું હતું એના થોડા દિવસ પહેલા નિયતિ એ પરિવારના બધા સભ્યો એટલે કે પપ્પા, મમ્મી, બા, દાદા અને મોટા ભાઈ ને એક જાતે બનાવેલ આમંત્રણ પત્રિકા આપી જેમાં લખ્યું હતું આજે સાંજે મારી શોપ માં આવવાનું છે.

સાંજે નિયતિ એ જયારે શોપ ઓપન કરી ત્યારે આ લોકડાઉન ના દિવસો માં બનાવેલા એના બધા ક્રિએશન એને રાખેલા અને એકદમ ટોકન ચાર્જીસ માં નિયતિએ આ ક્રિએશન પરિવાર ને વેંચ્યા.

બીજા દિવસે આ ઓક્શન થી ભેગા થયેલા પૈસા ગણતી હતી ત્યારે એના પિતાએ પૂછ્યું કે શેના માટે ગણે છે? તો નિયતિ એ કહ્યું “હું આ પૈસા પી.એમ.કેર ફંડ માં મોકલીશ”

તે દિવસે એની પાસે લગભગ ૧૦૦ રૂપિયા જેવા હતા.

ફક્ત ૯ વર્ષની દીકરીની આટલી મોટી વાત સાંભળી એમના પિતાને ખુબ ગર્વ ની અનુભૂતિ થઇ. એમને  આ વાત ફેસબુક સ્ટેટ્સ તરીકે તરતી કરી અને એમના ફેસબુક ના અમુક મિત્રોએ આ વાતને આવકાર આપીને એક ઓફર રજુ કરી કે લોકડાઉન નું બીજું વર્ઝન આવ્યું છે અને હજુ ઘણો સમય ઘરે રહેવાનું છે . તમે નિયતિ ને કહો કે આવા બીજા ક્રિએશન બનાવે અને તમે ફેસબુક માં પ્રાઈવેટ ગ્રુપ માં એમના ક્રિએશન નું ઓક્શન કરો, ટોકન ચાર્જ સાથે જ અને અમે બધા તમારી લાડલી ના ક્રીએશન ઓનલાઈન ઓક્શન થકી ખરીદીને એની આ દેશપ્રેમ ની લાગણી ને પ્રોત્સાહન આપીશું અને એ બહાને દેશ માટે પણ કંઇક કરીશું.

આ આઈડિયા ને વધાવી નિયતિ એ ૭-૮ જેટલા આર્ટ બનાવ્યા અને ફેસબુક પ્રાઇવેટ ગ્રુપ માં કે જેમાં ખુબ જ થોડા પણ એવા જ મિત્રો હતા જે આ કાર્ય માં સહભાગી થવા ઈચ્છા વ્યક્ત કરી હતી

જેથી બીજા કોઈ મિત્રોને ડિસ્ટર્બ ના થાય અને શરમ ને લીધે પણ આવી ખરીદી ના કરવી પડે.

અને નિયતિ દીકરીએ જે આર્ટ ટોકન ભાવ ૧૦-૧૫-૨૦ રુ. માં મુકેલા એમાં ઓક્શન થકી ૫૦-૧૦૦ રુ. આપી ને બીજા મિત્રોએ ખરીદ્યા. પેમેન્ટ પે ટી એમ થી ત્વરિત થઇ ગયું.

ક્રીએશન ની હાર્ડ કોપી લોકડાઉન ખૂલ્યે કુરિયર થશે અને આ દરમિયાન નિયતિ ના ગલ્લામાં 578 રૂપિયા ભેગા થઇ ગયા અને લગભગ ૧૦૦ રુ. પહેલાના હતા.

જેટલા ઘટતા હતા એટલે પપ્પા એ એડ કરીને ૧૦૦૧ રુ. આજે પી.એમ કેર માં ડોનેશન કરતા ગર્વ, આનંદ અને હરખ થી આંખો ભીની થઇ ગયેલી.

નિયતિ એ લોકડાઉન માં એનું બીજું સપનું પણ સાકાર કર્યું છે. ઘણા સમયથી અમુક પોપ્યુલર યુ ટ્યુબ ચેનલ જોવાનો શોખ હોવાથી એની પોતાની એક યુ ટ્યુબ ચેનલ હોય જેમાં એના ડાન્સ અને એને ગમતી એક્ટીવીટી અપલોડ થઇ શકે. સમય હોવાથી આ સપનું પણ સાકાર થયું અને યુ ટ્યુબ ચેનલ તમારે જો માણવી હોય તો એની લીંક આ રહી

https://www.youtube.com/channel/UCvPbkVuH0hq9ci1lBR7TqTQ

નિયતિ ખુબ જ સરસ ડાન્સ કરી શકે છે એના વિડીયો તમે આ ચેનલ માં જોઈ શકશો અને નિયતિ એ મીરાબાઈ નો રોલ ભજવેલો એનો વિડીયો અહી શેર કરું છું.

નિયતિ એ આજે આ ડોનેશન કરીને એના પુરા પરિવાર ની આંખો ભીની કરેલી છે ત્યારે આપણે સૌ નિયતિ ને સો સો સલામ આપીને પ્રોત્સાહિત કરીએ.

બીજા મિત્રો સાથે પણ આ વાત શેર કરીને, બીજા બાળકો ને પણ લોકડાઉન માં આવી ક્રિએટીવ એક્ટીવીટી કરવા પ્રેરિત કરીએ.

તમને આ પોસ્ટ ગમી હોય તો જરૂર શેર કરજો.

 

Leave a Reply

error: Content is protected !!