દેશમાં લાગુ થઇ શકે છે ભીલવાડા મોડેલ – આ રીતે રાજસ્થાનના લોકોએ આપેલી કોરોનાને માત
કોરોના નો કહેર આજે જયારે પુરા વિશ્વમાં ફેલાઈ ગયેલો છે અને વિશ્વ આખું એની સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારતમાં પણ રોજ ૪૦૦ થી ૫૦૦ નવા કોરોના પોઝીટીવ કેસ આવી જ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ૨૧ દિવસ નું લોક ડાઉન મોદી સરકારે જાહેર કર્યું છે પણ અમુક લોકો ને ઘરમાં ટકવું જ નથી અને ફર્યા જ કરે છે ત્યારે એક બીજાના સંપર્ક થી આ રોગ દેશમાં વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે.

૧૪ એપ્રિલે સરકારે આપેલ લોક ડાઉન ની મર્યાદા પૂર્ણ થશે પણ અત્યારે સરકાર કોરોના સામેની આગળની રણનીતિ વિષે ચિંતાતુર છે. એવું બની શકે કે સરકાર રાજસ્થાન ના ભીલવાડા માં અપનાવેલું મોડેલ આખા દેશ કે અમુક વધારે ચિંતા વાળા એરિયા પુરતું લાગુ પડી શકે અને આ જ રીતે દેશમાં ૩-૪ અઠવાડિયા માં કોરોના ઉપર સંપૂર્ણ નિયંત્રણ લાવી શકાશે એવું લાગે છે.
જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે ભીલવાડા જીલ્લો જે રાજસ્થાન માં છે એ ભારતનો પહેલો જીલ્લો હતો જ્યાં કોરોના ના સંસ્કરણ થી વધારો થયેલો અને હોટસ્પોટ તરીકે એની ગણતરી થયેલી. આ જીલ્લામાં કોરોના ખુબ પ્રબળ ફેલાઈ ગયેલો અને ડોક્ટર સુધ્ધા કોરોના થી બચી શક્યા નહોતા.
આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે તરત જ આ એક્શન લીધું. સરકારે આખા જિલ્લાને કર્ફ્યું ઘોષિત કરી દીધો અને જીલ્લા ની તમામ બોર્ડર સીલ કરી દીધી. જેથી જીલ્લા માંથી કોઈ બહાર ના જઈ શકે અને બહાર થી કોઈ આ જીલ્લામાં ના આવી શકે.
રાજસ્થાન સરકારે આ એક્શન લીધા બાદ આ જીલ્લામાં ૧૫ હજારથી વધુ સ્વાસ્થ્ય કર્મીઓ ની ટીમ રવાના કરી જેમને ભીલવાડા જીલ્લાના દરેક ઘર, દરેક એટેલે દરેક ઘરમાં જઈ જઈને એક એક વ્યક્તિ ને પકડી પકડી ને એમનું ચેકઅપ કર્યું.
આ ટેસ્ટ દરમિયાન લગભગ ૧૮૦૦૦ લોકોમાં શરદી, ઉધરસ, તાવ ના લક્ષણો જોવા મળ્યા અને આ બધાનો કોરોના ટેસ્ટ કર્યો અને એમાંથી જેટલા ને કોરોના પોઝીટીવ મળ્યો એ બધાને અલગ કરીને એમના પર કોરોના ની સારવાર ચાલુ કરી દીધી.
લોકડાઉન થયા પછી અહી કર્ફ્યું હતો અને લોકોને અમુક કારણોસર ઘર બહાર જવાની છૂટ અપાતી હતી જેનાથી કોરોના પર કંટ્રોલ શક્ય નહોતો થયો એટલે ત્યાર બાદ સરકારે આ જીલ્લામાં કર્ફ્યું વધુ ચુસ્ત કર્યો અને કોઈ પણ સંજોગો માં ઘર બહાર જવાની મનાઈ ફરમાવવામાં આવી અને આજે પરિણામ એ છે કે આ જીલ્લામાં કોરોના નો કોઈ નવો કેસ છેલ્લા અમુક દિવસો થી આવ્યો નથી.
આજે આખા દેશમાં ટોટલ કોરોના ના ૪૦૦૦ થી વધુ દર્દીઓ થઇ ગયા છે અને મારનાર નો આંકડો પણ ૧૧૦ વટી જવામાં છે ત્યારે આ જિલ્લાએ અપનાવેલ મોડેલ ને આદર્શ મોડેલ ગણી શકાય છે અને સરકાર ગમે ત્યારે ગમે તે જીલ્લા કે ક્લસ્ટર માં આ મોડેલ લાગુ પાડી શકે છે અને જેનાથી જરૂરી પરિણામ પણ મળશે જ.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.