ઓહ… જંગલેશ્વર રાજકોટમાં સાંજે ફરી એક કેસ નોંધાયો – રાજકોટમાં કુલ કેસ આટલા થયા

રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આજે તા. ૧૬-૦૪-૨૦૨૦ ના રોજ સાંજે ૦૬:૦૦ વાગ્યે મળેલા રીપોર્ટ અનુસાર શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વધુ એક વ્યક્તિને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. જેનું નામ દિલદાર યુસુફ બલોચ (ઉ.વ. ૩૩/M) છે, અને તે જંગલેશ્વર શેરી નં. ૨૪ માં રહે છે.

આ પહેલા આજે સવારે જંગલેશ્વર વિસ્તારમાં વધુ ત્રણ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું છે. જેમાં (૧) અફસાના નાસીર જંગલેશ્વર – ૨૬ ઉ.વ. ૨૬-F, (૨) ચુડાસમા ફિરોઝ જંગલેશ્વર – ૨૪ ઉ.વ. ૩૪ – M અને (૩) નસીમ દિલાવર જંગલેશ્વર – ૨૪ ઉ.વ. ૪૦- F નો સમાવેશ થાય છે. આમ, આજે દિવસ દરમ્યાન જોવા મળેલા આ ૦૪ કેસ સાથે રાજકોટ શહેરમાં આજ દિન સુધીમાં કુલ ૨૭ કેસ નોંધાયા છે. આજે જોવા મળેલા તમામ ૦૪ કેસ જંગલેશ્વરના કન્ટેઇનમેન્ટ એરિયાના જ છે.

રાજકોટમાં કુલ ૨૮ કેસ અને ઉલ્લેખનીય છે કે આ ૨૮ માંથી ૧૯ દર્દી જંગલેશ્વર વિસ્તારના જ છે જે વિસ્તાર ઓલરેડી રેડ્ઝોન અને હોટસ્પોટ તરીકે ઘોષિત છે.

આપણા ભારત દેશમાં વધી રહેલા કોરોના વાયરસનાં ચેપના કેસો પર સરકાર તથા સ્વાસ્થ્ય મંત્રાલય હમેશા જોવા મળી રાખી રહ્યા છે. બુધવારનાં દિવસે સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આ વિષય પર વાત કરતા કહ્યું કે દેશમાં બધા જ જિલ્લાઓને ત્રણ ઝોનમાં ભાગ પાડી દેવામાં આવ્યા છે. ભારત દેશનાં 170 જિલ્લા કોરોના વાયરસ સંક્રમણનાં હૉટસ્પોટ શ્રેણીમાં છે. તો ભારત દેશમાં ગયા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણનાં અત્યાર સુધીનાં સૌથી વધુ 1,173 કેસ જોવા મળ્યા છે

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!