બોલીવુડ પર યમરાજનું રાજ – ઈરફાન પછી આજે રિશી કપૂર પણ આ કારણથી સંસાર છોડીને ગયા

ગઈ કાલે ઈરફાન ખાન ના મૃત્યુ એ બોલીવુડ ને હલાવી દીધું છે ત્યારે ગઈ કાલે રાત્રે રિશી કપૂર ને બીમારી ને લીધે હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

રણધીરના જણાવ્યા પ્રમાણે ઋષિની તબિયત ખરાબ હતી. હોસ્પિટલમાં પત્ની નીતૂ સિંહ કપૂર તેમની સાથે હતા. ઋષિ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાથી ભારત પરત આવ્યા હતા. ત્યાં આશરે એક વર્ષ સુધી કેન્સરની સારવાર ચાલી હતી.

આજે સવારે સમાચાર મળ્યા છે કે બોલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરનું હાલ નિધન થયું છે.

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરની અચાનક તબિયત ખરાબ થતા ગઈ કાલે રાત્રે તેમણે મુંબઇના એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને નીતુ સિઘ તેમની સાથે હતા.  હોસ્પિટલના સુત્રોથી મળેલી માહિતી મુજબ ઋષિ કપૂરને કેન્સર સંબંધિત સમસ્યાને લઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને થોડા સમય પહેલા રિશી કપૂર અમેરિકા કેન્સર ની સારવાર કરાવી ને આવેલા. પરંતુ હોસ્પિટલ ખસેડ્યા પછી એમની તબિયત સ્ટેબલ હતી. આ પહેલા તેમણે ફેબ્રુઆરીમાં પણ ઋષિ કપૂરની તબિયત ખરાબ થઇ હતી જે બાદ તેમણે દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એની પણ નોંધ લેવાઈ હતી.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને રિશી કપૂર ના મૃત્યુ ના સમાચાર જાહેર કર્યા હતા જે ટ્વીટ સોશિયલ મીડિયા માં ફરતો થયો હતો.

 

બોલીવુડ ના આ સુપર સ્ટાર ને આપણે ક્યારેય ભૂલી નહિ શકીએ.

ઓમ શાંતિ શાંતિ શાંતિ

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!