રિશી કપૂરના જીવનના આ અનદેખા ફોટો અને એમના જીવનની આવી જ વાતો માણવા જેવી છે

રણધીરના જણાવ્યા પ્રમાણે ઋષિની તબિયત ખરાબ હતી. હોસ્પિટલમાં પત્ની નીતૂ સિંહ કપૂર તેમની સાથે હતા. ઋષિ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાથી ભારત પરત આવ્યા હતા. ત્યાં આશરે એક વર્ષ સુધી કેન્સરની સારવાર ચાલી હતી.

અને આજે સવારે સમાચાર મળ્યા કે હોસ્પીટલમાં રિશી કપૂર નું મૃત્યુ થયું છે ત્યારે એમના જીવન ના એવા ના જોયેલા ફોટો અને દરેક ફોટો સાથે એક પ્રસંગ જોડાયેલો છે એ જોઈએ.

આ ફોટો માં તમે રિશી કપૂરનો એક અલગ અને અનોખો અંદાજ જોઈ શકશો.

રિશી કપૂરનું નીક નેમ ‘ચિન્ટુ’ છે એ તો લગભગ બધાને ખબર જ છે. પણ શું તમને ખબર છે આ નામ એમને કોણે આપેલું? એમના મોટા ભાઈ રણબીર કપૂરે એમને ચિન્ટુ નામ આપેલું.

રિશી કપૂરે એક વખત એવું કહેલું કે એમને સ્કુલ ના દિવસોમાં એક પહેલી સાંભળેલી  ‘छोटे से चिंटू मियां लंबी सी पूंछ, जहां जाए चिंटू मियां वहां जाए पूंछ’  અને આ પહેલી નો જવાબ સોઈ-દોરો હતો અને ત્યાર થી જ એમને ‘ચિન્ટુ’ નામ મળેલું.

એમને એમના જીવનની એક બીજી વાત શેર કરેલી અને કહેલું કે જયારે એના બાળપણમાં એમની મમ્મી એમને મારતી ત્યારે એ અરીસા સામે જઈને ઉભા રહીને જોતા કે રોતા હોય ત્યારે એ કેવા લાગે છે.

રાજ કપૂર એમની પત્ની સાથે વાત કરતા હતા કે ‘મેરા નામ જોકર’ માં રિશી કપૂરને એક નાનકડો રોલ આપવા ઈચ્છે છે ત્યારે રિશી કપૂર એના રૂમમાં જઈને ઓટોગ્રાફ આપવાની પ્રેક્ટીસ કરવા લાગેલા.

તો આ હતા ૫ ના જોયેલા રિશી કપૂરના ફોટો અને એમના જીવનની પાંચ ક્યારેય નો સાંભળેલી વાતો. આજે એમને શ્રધાંજલિ રૂપે મુકેલી આ પોસ્ટ જરૂર શેર કરજો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!