1 એપ્રિલ થી ચાલી રહેલ આ વર્ષના સૌથી મોટા ઓપરેશનમાં 5 આતંકીઓ ઠાર – આપણી બાજુ પણ 5 શહીદ થયા

આપણે અને આખો દેશ જયારે કોરોના સામે એક જંગ લડી રહ્યા છીએ ત્યારે શ્રીનગર થી મળેલ ખબર મુજબ આ વર્ષ એટલે કે ૨૦૨૦ ના સૌથી કપરા અને મુશ્કેલ આર્મી ઓપરેશન માં આપની સેનાના ૫ પેરા યુનિટના જવાનો શહીદ થયા છે. અહી ઉલ્લેખનીય છે કે રવિવારે આ ઓપરેશન પૂર્ણ થઇ ગયેલ છે. આર્મીના ૨૦૧૬ ઉરી હુમલા બાદ થયેલ સર્જીકલ સ્ટ્રીક ના લીડર કહી શકાય એવા ૫ જવાન શહીદ થયા છે.

આપણને ખ્યાલ પણ નથી પણ 1 એપ્રિલથી આ ઓપરેશન ચાલુ હતું


ભારતીય સેનાએ ગયા અઠવાડીએ ડ્રોન દ્વારા કાશ્મીરના કહેવાતા કેરન સેક્ટર માં તપાસ કરેલી અને આ તપાસ દરમિયાન એમને ખ્યાલ આવ્યો કે આ એરિયામાં પાકિસ્તાન થી અમુક આતંવાદીઓ ઘુસેલા છે.

આ સમાચાર ની ખરાઈ થતા જ  આતંકવાદીઓ ને સબક શીખવવા અને ખતમ કરી દેવા ભારતીય આર્મીએ આ ઓપરેશન ગયા બુધવારે એટલે કે ૧ એપ્રિલે હાથ ધર્યું. ખુબ જ હિમ ને લીધે આપણા જવાનો માટે આતંકવાદીઓ ના લોકેશન સુધી પહોંચવું ખુબ અઘરું હતું. મળતી માહિતી મુજબ, સેનાએ પેરાટ્રૂપર્સને હેલિકોપ્ટર દ્વારા જવાનોને એલઓસી પાસે ઉતાર્યાઅને શનિવારે આખી રાત અને રવિવાર સવાર સુધી ફાયરિંગ થતી રહી. અને રવીઅરે ઓપરેશન પૂર્ણ થયું.

આતંવાદીઓ ના પગના નિશાન બરફ પર જોઇને ફોલો કરીને આપણા જવાનો  લોકેશન સુધી પહોંચવા માંગતા હતા પરંતુ રસ્તામાં બરોબર વચ્ચે ના ભાગમાં બરફનો એક ભાગ તૂટી ગયો અને નાળામાં પડી ગયા હતા. આ નાળા પાસે જ આતંકવાદી છૂપાયેલા હતા. અને તેથી અંતર ઘટી ગયું અને  આતંકવાદી અને જવાનો વચ્ચે પોઇન્ટ બ્લેન્ક રેન્જ પર ફાયરીંગ થવા લાગ્યું. ખાસ ટ્રેનિંગના લીધે પડ્યા બાદ પણ પેરાટ્રૂપર્સે પાંચ આતંકવાદીઓનેમારવામાં સફળ થયા.

ઓપરેશન પૂર્ણ થયું પછી આપણા ત્રણ કમાન્ડો અને પાંચ આતંકવાદીઓના મૃતદેહ 5 મીટરના અંતરમાં જ મળ્યા તેથી કહી શકાય કે બધા વચ્ચે સામસામી લડાઇ થઇ હતી. બે જવાન ગંભીર હાલતમાં મળ્યા જેમને રવિવારે એરલિફ્ટ કરીને શ્રીનગરમાં આર્મી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે દુખની વાત એ છે કે  પછીથી તેમનું મૃત્યુ પણ થયું હતું અને જવાનો શહાદત પામ્યા હતા.

અહી ઉલ્લેખનીય છે કે આર્મીની આ 4 પેરાયુનિટે 2016માં સર્જિકલ સ્ટ્રાઇક થયેલી તેમાં ભાગ લીધો હતો. રવિવારે રાત્રે થયેલા આ ઓપરેશને હિમાચલ પ્રદેશના સુબેદાર સંજીવકુમાર લીડ કરી રહ્યા હતા. તેમની સાથે 2016ની સર્જિકલ સ્ટ્રાઇકમાં ભાગ લેનાર પેરાટ્રૂપર અમિતકુમાર અંથવાલ પણ હતા જેઓ ઉત્તરાખંડના રહેવાસી છે.

શહાદત પામેલા ૫ જવાનો ને શ્રધાંજલિ આપીએ, કોમેન્ટ માં જય હિન્દ જરૂર લખીએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!