૧૧ મે થી શરુ થશે શનિ ની ઉંધી ચાલ – દરેક રાશી ઉપર આ રીતે થશે શુભ-અશુભ ની અસર

૧૧ મી મે થી લઈને ૧૪૨ દિવસ એટલે કે ૨૯ સપ્ટેંબર સુધી શનિ ઉંધી ચાલ કરશે જેના પરિણામે ઘણી રાશીઓ ઉપર શુભ-અશુભ અસર દેખાશે, શનિ ની ઉલટી ગતિ થી કઈ રાશી ઉપર કેવો પ્રભાવ પડશે તે રાશી મુજબ આ પ્રમાણે રેહશે.

મેષ રાશી ( અ,લ,ઈ) :- શનિ ની ઉંધી ચાલ થી મેષ રાશી ના લોકો એ ધય્ન રાખવું પડે તેમ છે,આ રાશી ના લોકો ના કામ માં વિધ્ન આવવવાની આશંકા છે તેમજ સ્વસ્થ ને લગતા પ્રશ્નો પણ જોવા મળશે, ખાસ કરીને ચામડીને લગતા રોગો થવાની સંભાવના છે અને પૈસા નો ખર્ચ પણ વધુ પ્રમાણ થવાની શક્યતા છે.

વૃષભ રાશી (બ,વ,ઉ) :- વૃષભ રાશી ના લોકો માટે આ સમય ખુબ જ કઠીન રેહશે , પરિવાર નો કલેષ રેહશે, તેમજ ગમે તેટલી મેહનત કરવા છતાં પણ ઉત્તમ ફળ મળશે નહિ, આ સમય માં સયમ રાખી ને આગળ વધતા રેહવું કોઈ પણ જાત ના વાળ વિવાદ માં પડવું નહિ.ટુકમાં આ સમય વૃષભ રાશીના જાતક માટે નુકશાનકારક વધુ રેહશે.


મિથુન રાશી ( ક,છ,ઘ) :- મિથુન રાશી ના લોકો માટે આ સમય સૌથી વધુ કઠીનાઈ વાળો છે, આ જાતક ના લોકો માં અઢીવર્ષ ની શનિની પનોતી ચાલી રહી છે,તેમાં શનિ ની ઉંધી ચાલ ને લીધે આ જાતક ના લોકો એ ખુબજ સાવધાની થી આગળ વધવું પડશે , ડગલે ને પગલે મુસીબાતો નો સામનો કરવો પડશે તેમજ આર્થીક તંગી પણ ઉભી થવાની સંભાવના છે, સમય અને સંજોગો સાથે સાવધાની પૂર્વક ચાલવામાં જ સમજદારી છે.


કર્ક રાશી (ડ,હ ) :- જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કર્ક રાશી ના લોકો માટે શનિ ની ઉંધી ચાલ શુભકારી ગણવામાં આવે છે. આ જાતક ના લોકો માટે વ્યાપાર-ધંધા માં વધારો થશે તેમજ આગળ વધવાના સારા સંકેતો પણ મળતા રેહશે,અને પરિવાર ના સદસ્યો તેમજ મિત્રો તરફ થી પણ સાથ અને સહકાર મળતો રેહશે. ટુકમાં આ સમય કર્ક રાશી ના જાતકો માટે શુભકારી માનવામાં આવે છે.


સિંહ રાશી (મ,ટ) :- સિંહ રાશી ના જાતક માંટે, શનિ ની ઉંધીચાલ લાભકારી ગણવામાં આવે છે,આ રાશી ના લોકો ના ધાર્યા કામો સફળ જશે તેમજ સિંહ રાશી ના લોકો પોતાના લક્ષ્ય ની પ્રાપ્તિ પણ કરી શકશે,પરંતુ સ્વાસ્થ્યને લગતી નાની –મોટી પરેશાનીઓં રહ્યા કરશે જેનું ધ્યાન રાખવું. અને કોઈ પણ કામ કરતા પેહલા સમજી વિચારીને પગલું ભરવું જેથી કરીને ધાર્યા કામો માં સફળતા અચૂક મળે.


કન્યા રાશી (પ,ઠ,ણ) :- જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કન્યારાશી ના લોકો માટે, આ સમય આમતો લાભકારી નીવડશે, માતા- પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે, તેમજ જે અધૂરા કામો છે તે પણ પુરા થવાની સંભાવના છે, કામ ના સ્થાન પાર બને ત્યાં સુધી વાડ અને વિવાદ ને ટાળવો તેમજ શક્ય હોય તો દુર રેહવું ઉત્તમ ગણાશે, રોજીંદા જીવનના ખર્ચાઓ માં વધારો થવાની સંભાવના રેહશે.


તુલા રાશી (ર,ત) :- તુલા રાશી ના લોકો માટે આ સમય કપરો ગણવામાં આવે છે અને સાવધાની વર્તી ને રેહવાનું સુચન કરવામાં આવે છે, આ રાશી ના લોકો ઉપર અઢી વર્ષની શનિ ની પનોતી ચાળી રહી છે જેને લીધે થઇ ને, શનિ ની ઉંધી ચાલ થી તુલા રાશી ના જાતકો ની પરેશાની માં વધારો થવાની સંભાવના છે, વ્યાપાર ધંધા માં નુકશાનની આશંકા છે તેમજ બને ત્યાં સુધી વાળ વિવાદ માંથી દુર રેહવું.


વૃશિક રાશી (ન ,ય ) :-આ રાશી ના લોકો માટે શનિ ની ઉંધી ચાલ ખુબ જ લાભકારી ગણવામાં આવે છે, આ જાતક ના લોકો માટે આ સમય લાભકારી નીવડશે,નવા વેપાર ધંધા શરુ કરવા માટે આ સમય શુભકારી નીવડશે, આર્થિક સ્થીતી માં પણ પેહલા કરતા સારી પરિસ્થિતિ થશે, જે લોકો આગળ ભણતર માટે વિચારતા હોય કે વિદ્યાર્થી હોય, તો આ રાશી ના જાતક માટે, શિક્ષા માટે આ સમય ને ખુબ જ અનુકુળ અને લાભકારી ગણવામાં આવે છે.


ધન રાશી (ભ,ધ,ફ,ઢ) :-ધન રાશી ના જાતક માટે આ સમય , સંયમ અને ધીરજ વાળો ગણવામાં આવે છે, આ સમય માં ધન રાશી ના જાતક માટે ચાલતી સાડા સાત વર્ષની ચાલતી શનિની દશા હવે પૂરી થવા માં છે, એટલે ધૈર્ય પૂર્વક કામ કરવાની જ્યોતિષશાસ્ત્ર સલાહ આપે છે, આ સમયમાં આ રાશી ના જાતકો માટે આર્થિક સ્થિતિ નબળી થઇ સકે છે અને તેનો સામનો કરવો પડશે, વ્યાપાર ધંધા માં થોડી વધુ મેહનત કરવાથી સમય આસાનીથી પસાર થઇ જશે તેવી સંભાવના છે.


મકર રાશી (ખ,જ) :- મકર રાશી ના જાતક માટે આ સમય થોડો કાથીની વાળો પસાર થશે, કેમ કે શનિ ની સાડા સત વર્ષ ચાલતી દશા હવે બીજા ચરણ માં પહોચી ગઈ છે , અને તેમાં શનિ ની ઉંધી ચાલ ને લીધે, વયાપાર- ધંધા માં થોડીક કઠીનાઈ રેહશે અને જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના વધુ રેહશે જેથી બને ત્યાં સુધી જીવનસાથી સાથેના વાળ-વિવાદથી દુર રેહવું. અને કારણ વગર કોઈની સાથે વગર કામના વિવાદ માં પડવું નહિ .


કુંભ રાશી (ગ.શ.સ.ષ):-કુંભ રાશી ના લોકો માટે આ સમય ખુબજ કાઠીનાઈ વાળો ગણવામાં આવે છે, કેમ કે, શનિ ની સાડાસાત વર્ષ ની પનોતી નો પ્રથમ ચરણ શરુ થાય છે અને તેમાં પણ શનિ ની ઉંધી ચાલ થી આ જાતક માટે આ સમય ખુબજ કપરો નીવડી શક્લે તેમ છે, તો સાવધાની થઇ આગળ વધવાની જ્યોતિષશાસ્ત્ર ની રજૂઆત છે, પારિવારિક અને વેપાર-ધંધા બંને માટે આ સમય માં ખુબજ સવધાની ચેતવણી થી આગળ વધવાની સલાહ છે.


મીન રાશી (ડ,ચ,ઝ,થ) :- આ રાશીના જાતક માટે આ સમય ઠીક ઠીક પસાર થઇ શકશે તેવી સંભાવના છે, સ્વાસ્થ્ય અનુકુળ રેહશે , તેમજ પારિવારિક અને માતા-પિતા નો સાથ પણ મળશે, શનિ ઉંધી ચાલ આ રાશી ના લોકો માટે કદાચિત લાભદાયી નીવડી શકે તેમ છે, તો હવે સમય આવી ગયો છે,આળસ ને ત્યજી ને આગળ વધવાનું છે, વેપાર ધંધા માં લાભ આવશે અને આર્થિક પરિસ્થિતિ માં સુધારો થવાની સંભાવના છે.

Author: જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો

Leave a Reply

error: Content is protected !!