ગભરાઓ નહિ – દુકાનો ખોલવાની છૂટ હજુ નથી મળી – વાંચો આ હકીકત અને અર્થઘટન

દેશ અને રાજ્ય કોરોનાના ભરડામાં છે અને હજુ કોરોના નો કહેર બંધ નથી થયો, લોકો ચિંતિત છે, લોકડાઉન માં છે ત્યારે સરકારે દુકાનો ખોલી શકાશે એવો નિર્ણય કર્યો છે. આ નિર્ણય થી લોકોમાં ફફડાટ વધ્યો છે અને લોકો સરકાર ને આ ખોટા નિર્ણય માટે સોશિયલ મીડિયા પર બ્લેમ કરી રહ્યા છે ત્યારે હકીકત ની વિગતો નીચે મુજબ છે.

શુક્રવારે મોડી રાત્રીના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લોક ડાઉન માં છૂટછાટ આપતો વધુ એક પરિપત્ર બહાર પાડ્યો છે. હજુ થોડા દિવસો પેહલા ઇલેક્ટ્રિક પંખા તથા વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વહેંચતી દુકાનો ખુલી રાખવા માટે ની છૂટ આપી હતી.

ત્યારબાદ શુક્રવારે મોડી રાત્રીના દુકાનો માટે નો પરિપત્ર આવ્યો સામે તેની વિગતો જાણો :

– શહેરી વિસ્તાર (મહાનગરપાલિકા અને નગરપાલિકા ) ની બહાર આવેલ દુકાનો જે રહેણાક કૉમ્પ્લેક્સ (બિલ્ડિંગ) માં હોય કે શોપિંગ કૉમ્પ્લેક્સ માં હોય તે ખુલી રખાશે.
પરંતુ સિંગલ (એક) બ્રાન્ડ ધરાવતો મોલ કે પછી મલ્ટી (અનેક) બ્રાન્ડ ધરાવતો મોલ હજુ શરૂ નહિ કરાય.

– શહેરી વિસ્તાર (મહાનગરપાલિકા અને નગરપાલિકા ) ની અંદર આવેલ દુકાનો જે એક માત્ર દુકાન હોય, આડોશ પાડોશ ની દુકાનો (નેબરહુડ શોપ), રહેણાંક કૉમ્પ્લેક્સ ( બિલ્ડિંગ) માં આવેલ દુકાનો ચાલુ કરી શકાશે. શોપિંગ કૉમ્પ્લેક્સ માં હોય તે નહિ ખુલી શકે. આ ઉપરાંત સિંગલ (એક) બ્રાન્ડ ધરાવતો મોલ કે પછી મલ્ટી (અનેક) બ્રાન્ડ ધરાવતો મોલ હજુ શરૂ નહિ થાય.

આ તમામ દુકાનોને ૫૦% સ્ટાફ સાથે કામ કરવું પડશે અને સાથે તમામ માટે માસ્ક ફરજીયાત રહેશે, સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવવું પડશે.

આ તમામ નિયમો કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર ના વિસ્તાર માટે લાગુ પડશે .

કેન્દ્ર સરકારના ગૃહ ખાતાએ મોડી રાત્રે વધુ દુકાન ખોલવાની છૂટ આપવાનો પરિપત્ર બહાર પાડ્યો છે
કાયદાની એક પ્રક્રિયા મુજબ પહેલાં ગુજરાત સરકારના ગૃહખાતા ખાતા અને તેના આધારે જે – તે જીલ્લા ના કલેકટર કાયદેસર નોટિફિકેશન બહાર પાડે છે એટલે જ્યાં સુધી જે તે જીલ્લા ના કલેકટર સ્પષ્ટ નોટિફિકેશન બહાર ના પાડે ત્યાં સુધી વેપારીઓએ પોતાની રીતે અર્થઘટન ના કરીને દુકાન ખોલવાની ઉતાવળ કરશો નહીં

વધુમાં દરેક જાહેરનામા ત્રણ મે સુધી યથાવત છે માટે જાહેરનામા ભંગ કે 144 ભંગ ના થાય તે ખાસ જોવું, બાઈકમાં એક જ વ્યક્તિ કારમાં બે વ્યક્તિ એ જ નીકળવું, રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી સંયમ રાખો ઉતાવળમાં બધુ ખોલવાની ભૂલ કરશો નહીં.

મેટ્રો સીટી મોટા શહેરોમાં 3 મે સુધી દુકાન ખોલવાની છૂટ નહીં મુખ્યમંત્રી સાથે હાઇ લેવલની બેઠક પછી અંતિમ નિર્ણય ગ્રામ્ય લેવલ પર આવતી કાલથી દુકાન ખોલવાની છૂટ મળે તેવી સંભાવના lockdown ત્રણ મે સુધી યથાવત્ છે lockdown નો ભંગ ન થાય તે ખાસ જોવું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!