ડેરી જેવો જ સ્વાદિષ્ટ શ્રીખંડ ઘરે જાતે જ કોઈ તકલીફ વગર આ રીતે બનાવી શકાય..

ઉનાળાની ઋતુ શરુ થતા જ બધા ના ધરે મીઠાઈ માં શ્રીખંડ આવવા લાગે છે. શ્રીખંડ નાના મોટા બધા જ ને ખુબ જ પ્રિય હોય છે. ખાસ કરીને ઉનાળામાં શ્રીખંડ ખાવાનો આનંદ જ અનેરો હોય છે. ચાલો તો જોઈએ કે આપને ઘરે શ્રીખંડ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે.

શ્રીખંડ બનવવા માટે જરૂરી સામગ્રી( ૩-૪ વ્યક્તિઓ માટે ) :- 

  • ૧ કિલો દહીં ( બહાર નું કે ઘરે જમાવેલ કોઈ પણ લઇ શકો છો )
  • ૨૦૦ ગ્રામ ખાંડ( દળેલી ખાંડ)
  • બદામ ની કતરી ૧ નાનો વાટકો
  • એલચી પાવડર ૧ નાની ચમચી
  • સફેદ પાતળું નાનું કપડું
  • એક નાની દોરી બાંધવા માટે
  • ૧ ઊંડો ડબ્બો બધી જ વસ્તુઓ મિક્સ કરવા માટે
  • ૧ નાની તપેલી
    ૧ મોટો ગરણો

વાંચવાનો કંટાળો આવતો હોય તો વિડીયો જોઇને પણ શીખી શકશો

શ્રીખંડ બનવવા માટે ની પધ્ધતિ:-

સૈથી પેહલા આપણે દહીને સફેદ પતલા કાપડ માં લેવાનું છે, તેને એક નાની દોરી થી ટાઇટ બાંધી લેવાનું છે. અને નાની તપેલી પાર મોટો ગરણો મૂકી ને તેના ઉપર જે સફેદ કાપડ માં દહીં બાંધેલું છે તે મૂકી દેવાનું.

આ બાંધેલા દહીં ને લગભગ ૫-૬ કલાક માટે સાઇડ પાર રાખી દેવું,  દહીં માંથી બધું જ પાણી નીકળી જશે તે તમે નીચે રાખેલી તપેલી માં જોઈ શકો છો.હવે બાંધેલા દહીં ને થોડું પ્રેસ કરી જોવું જો પાણી નીકળતું હોય તો ફરી તેને એકાદ કલાક માટે રાખી શકો છો, અને પ્રેસ કરવાથી જો એક બે ટીપા જેટલું જ પાણી નીકડે તો સમજી લેવું કે તમારું દહીં શ્રીખંડ બનવા માટે તૈયાર થઇ ગયું છે.

હવે તમે કાપડ માં બાંધેલા દહીં ને ખોલસો તો તેમાં એકદમ ક્રીમી દહીં નો લચ્છો જોવા મળશે.

હવે ઊંડો ડબ્બા માં દહીં અને દળેલી ખાંડને ઇલેક્ટ્રિક જેરની ની મદદ થી ધીમે ધીમે કરીને એકદમ મિક્સ કરવાનું છે, દહીં અને ખાંડ મિક્સ તહી ગયા બાદ તેમાં એક નાની ચમચી એલચી પાવડર નાખવો અને ફરીથી એકાદ રાઉન્ડ જેરણી થી ફેરવી લેવું. હવે તેમાં કાતરેલી બદામ નાખી લેવી જે એક નાનો વાટકો બાદમ આપણે કાતરીને રાખેલી છે તેમાંથી એક નાની ચમચી સાઈડ માં રાખી દેવી બાકી ની બધી બદામ ચમચાની મદદ થી શ્રીખંડમાં સરખાઈથી ભેળવી દેવી, સાઈડ માં રાખેલી બદામ ને તૈયાર થયેલા શ્રીખંડ ઉપર નાખીને ડેકોરેટ કરીદો. અને ત્યાર થયેલા આ શ્રીખંડ ને ૮-૧૦ કલાક માટે ફ્રિઝ માં રાખી દો, તો આ તૈયાર થઇ ગયો તમારો બાદમ એલાઈચી શ્રીખંડ.

આવી જ રીતે તમે જુદા જુદા ફ્લેવર ના શ્રીખંડ બનવી શકો છો  જેમાં દહીં અને દળેલી ખાંડ ભેળવવા સુધીની પધ્ધતિ સરખી જ રેહશે,

કેશર બદામ પીસ્તા શ્રીખંડ- જેમાં આપને કેસર ને એકાદ કલાક પેહલા પાણીમાં પલાળીને રાખી મુકવાનું જેથી તેનો સરસ કલર આવી શકે.

ફ્રુટ શ્રીખંડ જેમાં તમે –સફરજન –ચીકુ – દાડમ – લીલી દ્રાક્ષ  નો ઉપયોગ કરી શકો છો. જે દહીં અને ખાંડ ના મિશ્રણ પછી નાના ટુકડા માં કાપીને તેમાં ઉમેરવાનું રેહશે.

મેંગો શ્રીખંડ જેમાં દહીં અને ખાંડ ના મિશ્રણ પછી,૨-૩ કેરી ના નાના ટુકડા કરીને તેમાંથી થોડાક ટુકડા ને બાજુ પાર રાખી દેવા અને બાકીના ટુકડા એક દમ છુંદી નાકાહવા અને પછી ચમચા ની મદદ થી દહીં અને ખાંડ ના મિશ્રણ માં નાખી ને સારી રીતે હલાવું જેથી કલર આવી જાય, અને પછી બાજુ પર રાખેલા નાના કેરી ના ટુકડા નાખીને ફરીથી મિશ્રણ થોડુક જ હલાવું જેનાથી શ્રીખંડ ખાતા સમયે નાના ટુકડા વચ્ચે આવતા ખુબ જ સરસ સ્વાદ નો આનંદ માણી શકશો.

આપને જો અમારી રેસીપી પસંદ પડે તો અમારી ચેનલ ને subscribe કરવાનું ભૂલશો નહિ.

વાંચવાનો કંટાળો આવતો હોય તો વિડીયો જોઇને પણ શીખી શકશો

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!