બહાર જેવા સોફ્ટ અને મુલાયમ નાયલોન ખમણ જાતે ઘરે બનાવો – આ એક વાતનું ખાસ ધ્યાન રાખજો

નાયલોન ખમણ નો ખાટો-મીઠો સ્વાદ જ બધાને ખુબજ પસંદ આવે છે, ખમણ ને તમે નાસ્તા માં ઉપયોગ કરી શકો છો,તેમજ બાળકો ને લંચ બોક્ષ માં પણ આપી શકો છો.

નીચેની પધ્ધતિ વધુ સારી રીતે સમજવા આ વિડીયો પણ એક વખત જરૂર જોશો

નાયલોન ખમણ માટે જરૂરી સામગ્રી :-

 • ૧ કપ – ચાના નો લોટ ( ચાળેલો જ લેવો નહિતર ગાઠા પડશે )
 • અડધી નાની ચમચી – મીઠું
 • અડધી નાની ચમચી – લીમ્બું ના ફૂલ
 • અડધી નાની ચમચી બેકિંગ સોડા
 • અડધી નાની ચમચી રાઈ
 • એક મોટો ચમચો કુકિંગ ઓઈલ
 • ૧ નાનું લીલુ મરચું
 • ૫-૭ મીઠા લીમડાના પાન
 • પાણી જરૂરિયાત પ્રમાણે
 • એક મીડીયમ સાઈઝ ની તપેલી જેમાં તમે મિશ્રણ તૈયાર કરી શકો
 • ઈડલી અને ઢોકળાં બનવાવા માટે વપરાતું ઢોકળીયુ
 • એક નાની કડાઈ વધાર કરવા માટે

નાયલોન ખમણ બનાવવા માટેની પધ્ધતિ:- સહુથી પેહલા ગેસ ચાલુ કરીને ઢોકલીયા માં નીચે પાણી મૂકી ને, ઢોકલીયા ને ઉચા તાપમાને જ ગરમા કરવા મૂકી દો. અને અંદર ખમણ બનાવવા માટેની થાળી ઉપર ઓઈલ લગાવીને , થાળી ને પણ ઢોકલીયા ની અંદર જ ગરમ કરવા માટે રાખવી,અંદાજે ૭-10 મિનીટ સુધી ઢોકલિયુ ગરમ કરવા રાખવું,અને બાજુમાં આપને ખમણ બનાવા માટેનું ખીરું બનાવી લેશું.

ખીરું બનાવા માટે ચણાના લોટ ને ચાળીને એક ઊંડા વસં માં મુકો,તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી લીંબુ ના ફૂલ,અને જરૂરિયાત પ્રમાણે પાણી લેવાનું રેહસે , ખીરું બનાવવા ધીમે ધીમે પાણી નાખીને સરસ લીસું ખીરું બનાવવાનું , આટલું થઇ જાય પછી અડધી ચમચી બેકિંગ સોડા નાખવાનો જેથી સરસ આથો આવી જશે, પછી આ ખીરા ને તરતજ ગરમ કરેલા ઢોકલીયા માં નાખીને ઢાકી દેવું, 10-૧૫ મિનીટ માટે મીડીયમ તાપમાને ઢાંકીને રાખી મુકાવું.

જ્યાં સુધી ખમણ બને ત્યાં સુધી માં આપણે બાજુના બીજા ગેસ ઉપર ખમણ ઉપર નો વઘાર રેડી કરીને રાખીશું, વઘાર માટે આપણે એક નાની કડાઈ માં એક મોટો ચમચો ઓઈલ લેશું, ગેસ ચાલુ  કરીને ઓઈલ ને ગરમ કરીશું, ઓઈલ ગરમ થઈ જાય એટલે આપને તેમાં એક નાની ચમચી રાઈ નાખીશું ,લીમડો અને કાપેલું લીલું મરચું નાખીશું પછી અડધો ગ્લાસ પાણી નાખીશું અને તેમાં ૨ ચમચી ખાંડ નાખીને ખાંડ

ઓગળે ત્યાં સુધી ગરમ કરીશું આ મિશ્રણ ને અને પછી  ગેસ બંધ કરી દેશું, આ તૈયાર કરેલ વઘાર ને આપને ૫-૭ મીંટ સુધી ઠંડો થવા દેવાનો છે.

હવે ખમણ જે રાખેલા છે તે ગેસ બંધ કરીને આપને ચેક કરી લેશું કે બરાબર થઇ ગયા છે કે નહિ? તેના માટે આપને ચપ્પુ કે ટુથપીક નો ઉપયોગ કરીશું અગર ટુથપીક માં કોઈ પણ જાતનો લોટ ચોટે નહિ અને એમને જ બહાર આવે તો સમજી લેવું કે ખામના તૈયાર થઇ ગયા છે અને ખમણ ની ડીશ ને બહાર કાઢીને ૮-10 મીંટ માટે ઠંડી થવા દેશું, પછી તેમાં ચોરસ કપ કરીને ,ઉપર ઠંડો થયેલો વઘાર નાખીશું. વઘાર કાપા કર્યા પછી જ નાખવાનો છે. જેથી બધી જ બાજુ સરસ રીતે પાણી પ્રસરી જાય અને સોફટ ને મુલાયમ ખમણ બને છે.નાયલોન ખમણ ને તમે કોથીર અને જીણા ટોપરાના ખમણ થી તમે તેને ડેકોરેટ કરી શકો છો.

આ પધ્ધતિ વધુ સારી રીતે સમજવા આ વિડીયો પણ એક વખત જરૂર જોશો

આ નાયલોન ખમણ તૈયાર થઈ ગયા છે, જેનો તમે નાસ્તા માં ઉપયોગ કરી શકો છો. અને છોકરાવને લંચ બોક્સ માં પણ આપી શકો છો. જેનો તમે ભોજન માં સ્વિટ ની સાથે ફરસાણ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.

આપને જો અમારી રેસીપી પસંદ પડે તો અમારી ચેનલ ને subscribe કરવાનું ભૂલશો નહિ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!