કેસ ડબલીંગ ને લીધે વિજય નહેરાએ ફરી હાકલ કરી – ૧૫ મે સુધી અધધ આટલા કેસ થઇ શકે છે

કોરોના ના કહેર વચ્ચે દેશ લડી રહ્યો છે ત્યારે આપણા ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ અને સૌથી ઝડપી ફેલાવો અને કેસ અમદાવાદમાં આવ્યા છે અને આજે આખા ગુજરાતમાં જોઈએ તો અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચૂક્યું છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના 1660 થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

અહી ઉલ્લેખનીય છે કે ૨૪ તારીખ થી અમદાવાદ ના અમુક સંવેદનશીલ વિસ્તારોમાં લાદવામાં આવેલો કર્ફ્યું પણ હટાવી લેવામાં આવ્યો છે ત્યારે પોલીસ અને જનતા ની ફરજ ખુબ વધી ગઈ છે.

આવી પરિસ્થિતિમાં ગઈ કાલે રાત્રે સેન્ટ્રલ ગવર્મેન્ટ થી પરિપત્ર આવ્યો કે આજથી શહેરી વસ્તારમાં દુકાનો ખોલી શકાશે જેને લઈને સવાર થી ખુબ ચર્ચાઓ હતી અને લોકોને ખુબ મુશેકલી હતી સમજવામાં કે કઈ દુકાનો ખુલશે, ક્યાં ખુલશે વિગેરે.

ફક્ત અમુક કલાકોમાં જ ગુજરાત ની સરકારે હાઈ લેવલ મીટીંગ કરીને સ્પષ્ટતા કરી કે નીચે પ્રમાણે દુકાનો જ ખુલી રહેશે, બાકીની નહિ રહે.

સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં

I.T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો મંજૂરી આપવામાં આવશે

જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. રાજ્યમાં હેરકટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં. શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે.

આ સાથે હમણાં થોડી વાર પહેલા જ અમદાવાદ થી શ્રી વિજય નેહરા લાઈવ હતા અને એમને સૌ પહેલા તો રાજ્યના મુસ્લિમ ભાઈ-બહેનો ને આજથી ચાલુ થનારા પવિત્ર રમજાન મહિનાની શુભેચ્છાઓ પાઠવી અને સાથે સાથે કહ્યું કે, દેશમાં પરિસ્થિતિ હજુ ગંભીર જ છે કેમકે અમુક શહેરો, વિસ્તારો માં કોરોના ના કેસ આવી રહ્યા છે. જો કે એમાં હળવાશ છે.

ગુજરાત અમદાવાદમાં એમને આ પહેલા આપેલા ડબલીંગ વિષે કહ્યું કે છેલ્લા  ૭ દિવસમાં આંકડો ઘટી રહ્યો છે ૧૮ તારીખે ૨૪૩ પોઝીટીવ નવા કેસ હતા, ૧૯ તારીખે ૨૩૪ કેસ થયા, ૨૦ તારીખે ૧૫૭ અને છેલ્લા બે દિવસમાં ૧૫૧ જેટલા. જો પરિસ્થિતિ હાથ બહાર જતી હોય તો સામાન્ય રીતે અગાઉ કરતા નવા કેસમાં ખુબ વધારો થતો હોવો જોઈએ જે નથી થતો.

પણ એમને ગંભીર વાત એ જણાવી કે અત્યારે ૮ દિવસનો ડબલીંગ રેટ છે એના હિસાબે ૧૫ મે સુધીમાં ૧૫૦૦૦ જેટલા પોઝીટીવ કેસ આવી શકે પણ જો કોઈ રીતે આ ડબલીંગ રેટ ૧૨ દિવસ સુધી લાવવામાં આવે તો ૧૫ મે સુધી ૧૫૦૦૦ ને બદલે ફક્ત ૮૦૦૦ જેટલા પોઝીટીવ કેસ હોઈ શકે. જો કે આ અઘરું છે એવું એમને કહ્યું પણ અશક્ય તો નથી જ.

આ સાથે નેહરા સરે મુસ્લિમ ભાઈઓ ને વિનંતી કરી હતી એમને પવિત્ર રમજાન મહિનામાં પણ ઘરની બહાર ના નીકળવું જોઈએ અને નમાઝ અને રોજા ઘરે જ કરવા અને ઘરે જ રોજા તોડી ઇફતાર કરવું એવી વિનંતી અને સુચના આપેલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!