કલાકો લાઈનમાં ઉભા રહીને ઓડીશન આપતો આ એક્ટર – એક રોલે કિસ્મત બદલી દીધી

દરેક માણસ પોતાના સપનાને પુરા કરવા માટે અથાગ પરિશ્રમ અને સંઘર્ષ કરતો હોય છે, અને એવામાં ખુબજ ઓછા લોકોને પોતાના સપના સાકાર થતા જોવા મળે છે,એવામાં જયારે ટી.વી.કલાકારો વાત કરીએ તો તેઓને આ સંઘર્ષ દરમિયાન કેટ-કેટલાય સંઘર્ષોનો સામનો કરવો પડે છે,ટી.વી ના કેટલાય કલાકાર થોડાક સમયમાં ખુબજ સારી એવી લોકપ્રિયતા પામી જાય છે ,જે તેના સંઘર્ષના બળ રુપે જ છે, તો એવાજ એક અભિનેતા યોગેશ ત્રિપાઠી વિશે આજે અમે આપને તેમના સંઘર્ષ વિષે થોડી માહિતી જણાવીશું,જે આજે નાના પડદા પરના ખુબ જ ફેમસ કલાકારોમાંના એક છે,અને તે આજે નાના પડદા ઉપર ની શાન છે,યોગેશ ત્રિપાઠી ટી.વી ની દુનિયામાં હપ્પું સિંહ ના નામે ખુબ જ ફેમસ છે.આ જ હ્પ્પું સિંહ 12-12 કલાક ઓડીશન ની લાઈન માં ઉભા રહીને ઓડીશન આપતા હતા,એમની સફળતાની સ્ટોરી ખુબજ અલગ છે.

એન્ડ ટી.વી ઉપરના મશહુર શો “ભાભીજી ઘર પે હૈ “ નો હપ્પું સિંહ યાની કે યોગેશ ત્રિપાઠી યુ.પી ના ઝાંસી માંથી આવેલા છે.હમણાં જ થયેલા એક ઈન્ટરવ્યું માં યોગેશે જણાવ્યું છે કે જયારે ઓડીશન બહાર પડતા ત્યારે તેઓ 12-12 કલાક ની લાઈનમાં ઉભા રહીને ઓડીશન આપતા હતા,છતાંપણ તેઓને ચાન્સ ન મળતા તેઓએ થીયેટર કરવાનું શરુ કરેલું અને તેવામાં તેમને એક જાહેરાત વાચી જેમાં તેમને એફ.આઈ.આર માં કામ કરવાનો મોકો મળ્યો,તેમને તેમાં લગભગ 2વર્ષ સુધી તનતોડ મેહનત કરી ત્યારે જઈને તેમને સીરીયલમાં કામ કરવાની તક મળી.સાલ 2015માં “ભાભીજી ઘર પે હૈ “ માં તેમને દરોરાજી નો રોલ મળ્યો જેમાં તેમનું નામ હપ્પું સિંહ છે,આ સીરીયલમાં હપ્પુ સિંહ ઉર્ફ દરોરાજી ને નવ છોકરાવ અને એક પ્રેગનેટ પત્ની હોય છે,આ સીરીયલમાં હ્પ્પું સિંહ નો કિરદાર ખુબ જ કોમેડી છે, હ્પ્પુસિંહ કઈ કરે ય ના કરે પણ એ પોતાના ફેસના એક્સપ્રેસન થી જ લોકોને હસાવે છે.

આની સાથે તેમને “જીજીજી છત પાર હૈ” તેમાં પણ વાણંદની ભૂમિકા મળેલ છે,આ બંને સીરીયલમાં તેમનો રોલ ખુબજ કોમેડી છે અને લગભગ લોકો તેને હ્પ્પું સિંહ ના નામે જાણે છે,યોગેશ ને નાનપણ થી જ એક્ટિંગમાં રસ હતો અને 12th પછી યોગેશના પિતાએ તેનું એડમીશન બી.એસ.સી માં લાખનઉની એક  યુનીવર્સીટીમાં કરાવેલું હતું.લખનઉ આવીને યોગેશે એક નાટક કંપની જોઈન્ટ કરી લીધી હતી અને પિતાજીની જાણ બહાર તેઓ એક્ટિંગ શીખવા માટે જતા હતા,મુંબઈ ગયા પછી કેટલીય વાર એવું થયેલું છે કે તેમને ઘણી રાત રેલ્વે સ્ટેશન ઉપર જ વિતાવી પડેલી હતી.

હપ્પું સિંહ ઉર્ફે યોગેશ ત્રિપાઠી નો જન્મ 11ઓગસ્ટ 1979 માં ઝાંસીમાં થયેલો છે, ઝાંસીના યોગેશ ત્રિપાઠીને આજે કેટલાય એવોર્ડ મળી ગયા છે, જે તેમની કામ પ્રત્યેની લગન અને અથાગ સંઘર્ષનું પરિણામ બતાવે છે અને તેઓ હ્પ્પું સિંહ ના નામે જ ફેમસ થયા છે,”ભાભીજી ઘર પે હૈ “ શો માં તેમની લોકપ્રિયતા ખુબ જ છે,આ સીરીયલમાં તેમને નવ છોકરાવના બાપ બતાવેલા છે પરંતુ રીયલ લાઇફમાં તેમનો ખાલી એક જ દીકરો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!