દીકરી અને પત્ની સાથે અદનાન સાની આવા ભવ્ય ઘરમાં રહે છે – વજન ઉતારી હવે આવો હેન્ડસમ દેખાય છે

અદનામ સામી, બોલીવુડના એક પોપ્યુલર સિંગર છે,અદનામે પાકિસ્તાનની નાગરિકતા છોડીને ભારતની નાગરિકતા લઇ લીધી છે,અને મુબઈ આવીને રેહવા લાગ્યા છે.અને હમણાં જ તેમને તેમની દીકરી મદીનાનો ત્રીજો જન્મ દિવસ માંનાવેલો છે.


દીકરીના જન્મ દિવસ ઉપર અદનામ સામીએ instagram ઉપર એક ખૂબસૂરત પોસ્ટ પણ મુકેલી હતી અને આ પોસ્ટમાં તેમણે દર્શાવ્યું છે કે તેમની દીકરી મદીના તેમના માટે શું મહત્વ ધરાવે છે,અને તેમના ફેંસ ને આ પોસ્ટ ખુબ જ પસંદ આવેલ છે.

અત્યારે ભારત ભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે,જેથી અદનામ ને પોતાની દીકરી નો બર્થડે પોતાના ઘરમાં જ ઉજવવો પડ્યો. તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વિડીઓ પણ શેર કરેલો છે.જે વીડીઓમાં તેઓ મદીનાનો બર્થડે ઉજવી રહ્યા છે,અને તેમાં તેમનું આલીશાન ઘર પણ જોવા મળ્યું છે.

આ શાનદાર ઘરમાં તેઓ દીકરી મદીના અને પત્ની રોયા સામી સાથે રહે છે.અને આપની જાણ માટે રોયા અદનામ સામીની ત્રીજી પત્ની છે. તો ચાલો આપણે આજે અદનામ સામી ના શાનદાર ઘરની તસ્વીરો માણીએ.

ઉપરની તસવીરોમાં આપણે જોઈ શકીએ છીએ કે અદનામ સામી નો લીવીંગ રૂમ ખુબજ મોટો છે,અને લીવીંગ રૂમમાં સેન્ટ્રલ ટેબલ, તેમજ બુક શેલ્ફ અને મ્યુઝીક સીસ્ટમ જોવા મળે છે.

અત્યારે લોકડાઉન ના સમયમાં અદનામ મોટા ભાગનો ક્વોલીટી ટાઇમ પોતાની દીકરી મદીના સાથે કાઢે છે.અદનામ ના ઘરમાં એક મોટો પિયાનો પણ છે. અદનામ 5 વર્ષની નાની ઉમરથી પિયાનો વગાડે છે.અને આ પિયાનો વગાડીને અદનામ તેનો મોટા ભાગનો ટાઇમ કાઢી રહ્યા છે.તેઓના મોટા ભાગના ગીતમાં તેઓ પિયાનો વગાડતાજ નજરે ચડે છે.

અદનામ ને પાર્ટી કરવાનો ખુબ જ શોખ છે.તેઓ મોટા ભાગે તેમના ઘરે પાર્ટી રાખતા હોય છે.૧૫ ઓગસ્ટ 1971 માં લંડનમાં તેમનો જન્મ થયેલો હતો અને તેમને તેમનું ભણતર લંડનમાં જ પૂરું કરેલું.

અદનામની પર્સનલ લાઈફ  માં ખુબ જ ઉતાર ચડાવ આવેલા છે.1993માં તેમને પાકિસ્તાનની અભિનેત્રી “જેબા બ્ખીયાર” ની સાથે લગ્ન કરેલા.જેબા બોલીવુડ ફિલ્મ “હીના” માં ખુબજ લોકપ્રિય થયેલી.હીના અને અદનામનો એક પુત્ર પણ છે જેનું નામ “અજાન સામી ખાન” છે.

જેમકે અદનામ અને જેબનું લગ્ન જીવન લાંબુ ચાલી શક્યું નહિ, લગ્નના ત્રણ વર્ષમાં જ તેમનો તલાક થઇ ગયેલો.2001માં અદનામે દુબઈની “સબા ગલાદરી” ની સાથે લગ્ન કરેલા.બન્ને ની આ બીજા લગ્ન હતા, પરંતુ લગન લાંબા ટકી શક્યા નહિ અને દોઢ વર્ષમાં જ તલાક થઇ ગયેલા.

અદનામ ની બીજી પત્ની 2008માં મુંબઈ આવેલી અને અદનામ સાથે રેહવા લાગી પરંતુ આ વખતે પણ તેઓ બંને લાંબો સમય સાથે રહી શક્યા નહિ અને એક જ વર્ષમાં પાછા બંને છુટા થઇ ગયા.એના પછી 2010 માં અદનામે રોયા ની સાથે લગ્ન કર્યા અને લગ્ન ના સાત વર્ષ બાદ તેમના ઘરે એક નાની પરી આવી જેનું નામ મદીના છે.

અદનામ તેમના મોટાપાને લઈને ખુબ જ ચર્ચા માં હતા એક સમયે તેમનો વજના ૨૩૦ કિલો હતો.પરંતુ 2007 માં અદનામે નવો લુક આપ્યો જેનાથી બધા ખુબ જ પરેશાન ચોકી ગયા.અને આજે તેમની અમુક તસ્વીરો નજરે આવી છે, તેમાં તેઓ ખુબજ અલગ દેખાય છે, અને અત્યાર ના લુકમા તેઓ ખુબજ ફિટ અને પતલા દેખાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!