અમદાવાદ બીજું વુહાન ના બને એટલે લેવાયો આવો આકરો નિર્ણય? – ધ્રુજી જશો આ વિગત વાંચીને

નવાં ૩૬૦ કેસ નાં ભયાનક વિસ્ફોટ સાથે અમદાવાદ વુહાન બનવાં થી માત્ર ૭-૧૦ દિવસ દૂર

જો આ જ ટ્રેન્ડ રહ્યો તો ૭-૧૦ દિવસ પછી અમદાવાદ માં રોજ નાં ૨૭૦૦/૩૦૦૦ કેસ આવવા લાગશે.

અમદાવાદ ની પરિસ્થિતિ ખરેખર ખુબ જ ભયાનક થઈ ગઈ છે. પણ મોટા ભાગના લોકો હજી પણ હસવા અને હળવાશ માં લઈ ને એમના જીવન ની મોટા માં મોટી બરબાદી નોંતરી રહ્યા છે.

ગુજરાતીઓ નાં સ્વભાવ મુજબ જ્યાં સુધી પડોશ માં કે ઘર માં ૧-૨ કેસ આવશે નહીં અને પોતાનું જ કોઈ ભોગ નહીં બને ત્યાં સુધી એ લોકો સમજશે નહીં.

દુઃખ અને ગુસ્સા ની બાબત તો એ છે કે અમદાવાદીઓ ને કોરોના મારે કે ના મારે પણ અમને તો રોજ શાક,ફળ,નાસ્તા જોઈએ જ વાળી માનસિકતા તો મારી જ નાખશે.

અમદાવાદ નાં મોટા ભાગ નાં લોકો ને એમ છે કે ખાલી શાક કે નાસ્તા લેવા ૫-૧૦ મિનિટ જઈએ એમાં કઈ નાં થાય, અને આજ માનસિકતા અમદાવાદ ને વુહાન કરતાં પણ ખરાબ બનાવી દેશે એ નક્કી છે અને ગઈ કાલ થી નવાં ૩૬૦ કેસ સાથે જ એની શરૂઆત થઈ ગઈ છે.

અને મજાની વાત તો એ છે કે આ ભયાનક હકીકત પોતાને સ્માર્ટ અને બહાદુર સમજતા અમદાવાદ વાળા સિવાય બધાજ સમજે છે.

સમગ્ર શહેરમાં 4મેની રાત થી ચાલુ કરીને 5મેની સાંજ સુધીમાં કોરોનાના349 નવા કેસ જોવા મળ્યા છે અને 39 પેશન્ટ ના નિધન થયા છે. આ સિવાય 84 પેશન્ટ સ્વસ્થ થયા છે. આમ હાલ સુધી ટોટલ 4,425 હકારાત્મક કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 273 થયો છે. જ્યારે 704 પેશન્ટ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે. જાણવા મળ્યું છે કે 5 મેના રોજ હાલ સુધીમાં એક દિવસનાસૌથી વધુ કેસ અને સૌથી વધુ મોત થઈ ગયા છે. સમગ્ર શહેરમાં બેકાબૂ બનેલા વાયરસ ને કાબૂમાં કરવા માટે નવી રણનીતિ બનાવવામાં આવી છે.

અમદાવાદમાંવિજય નેહરાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આવતીકાલ થી સમગ્ર અમદાવાદમાં ફકત દૂધ અને દવાની દુકાનો જ ચાલુ રાખવાનો અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે રેડ ઝોનમાં બધી જ બેન્ક બંધ રાખવામાં આવશે.

આ સિવાય બધા જ ઝોનમાં આવેલા સુપર સ્પ્રેડરોનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે. હમેશા દરેક ઝોનમાં 500 સુપર સ્પ્રેડરોનો રિપોર્ટ કરવામાં આવશે. જ્યારેસ્લમ ભાગોમાં કોવિડ કેર કીટ જેમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક આયુર્વેદિક- હોમીઓપેથીક દવાઓ NGOની સહાયથી વહેંચાશે.

ડો. રાજીવ ગુપ્તા અનેમુકેશ કુમારની કરવામાં આવી એક બેઠક


કોરોના વાયરસની અમદાવાદ શહેરમાં જોવા મળેલી ખરાબ બેકાબુ પરિસ્થિતિને કાબૂમાં કરવા માટે ગુજરાત સરકારે ડો. રાજીવ ગુપ્તાને તેની સંપૂર્ણ જવાબદારી આપી છે અને મ્યુનિસિપલ વિજય નહેરા સેલ્ફ ક્વોરન્ટાઈન થતાં મુકેશકુમારને ચાર્જ આપવામાં આવ્યો છે. આજે ડો. રાજીવ ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની અઘ્યક્ષતામાં બધા જ ઝોનના ડેપ્યુટી કમિશનર તથા અધિકારીઓ જોડે એક મીટીંગ કરી અને કોરોના વાયરસ ને કેમ કરી કાબૂમાં કરવો તેની રણનીતી પણ ઘડી હતી.

જો આજે નહીં સમજીએ તો કંઇજ હાથ માં નહીં બચે..

નહીં માણસ, નહીં પૈસો કે નહીં ભવિષ્ય,કશું જ નહિં બચે

આ વાત સાચી લાગે તો તમારા વોટ્સઅપ માં જેટલા અમદાવાદ વાળા હોય એ બધાં ને આ મેસેજ ફોરવર્ડ કરજો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!