જયારે અમિતાભને આ કારણે શત્રુઘ્ન સિંહાની કારણે ધક્કો લગાવવો પડેલો – આ વાત બીગબીએ પોતે સ્વીકારી

70ના દશકાની વાતો કરીએ તો, અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિન્હા ખુબજ મોટા સ્ટાર્સ હતા, અને લોકો પડદા ઉપર આ બંને સ્ટારસ ને સથે જોવાનું પણ પસંદ કરતા હતા, આ સમયે બંને સ્ટાર્સ સારા એવા મિત્ર પણ હતા,અને તેઓ બંનેએ સાથે ઘણી ફિલ્મો પણ કરેલી,આ સમયે બંને સારા એવા દોસ્ત પણ બનેલા અને  લોકો આ બંનેની દોસ્તીની મિશાલ પણ આપતા હતા,આ સમયે તેમની જાણીતી એવી ફિલ્મ નસીબ, કાલા પથ્થર,શાન, દોસ્તાના, પરવાના અને બોમ્બે ટુ ગોવા સિનેમા ઘરો માં ખુબજ છવાઈ હતી.

રીલ લાઈફની સાથે સાથે તે લોકો રીયલ લાઈફમાં પણ સારા એવા મિત્રો છે અને તેમની કેમેસ્ટ્રી પણ કમાલ ની છે,હવે બંને મિત્રો ની દોસ્તી આટલી જડબેસલાક છે, તો આ બંને દોસ્તના રીયલ લાઈફ માં પણ એવા ઘણા કિસ્સાઓ છે જે આપણામાંથી ઓછા લોકોને જ ખ્યાલ હશે.

અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિન્હા બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવા નવા આવેલા, આં બંને ની જોડી પડદા ઉપર બધાને ખુબ જ પસંદ આવતી હતી, એ સમયે શત્રુઘ્ન સિન્હા પાસે એક કાર હતી અને તે કાર માં બંને મીત્રો લગભગ સાથે ફિલ્મ જોવા માટે સિનેમા ઘર માં જતા,અને આ કાર સેકન્ડ હેન્ડકર હતી એટલે ક્યારેક કયારેક રસ્તામાં બંધ પડી જતી.

આ બંને મિત્રો આવી જ રીતે એકવાર સિનેમા ઘર માંથી પરત આવતા હતા અને રસ્તામાં કાર બંધ પડી ગઈ અને આ સમયે તેમની સાથે બીજા પણ મિત્રો હતા, આ સમયે શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે, કાર માંથી ઉતારો અથવા કારને ધક્કો મારો, અને શત્રુઘ્ન સિન્હા સિવાય બધા જ મિત્રો એ કાર ચાલુ કરવા માટે ધક્કો મારેલો અને ધક્કો મારવામાં અમિતાભજી પણ સામેલ હતા.અને કિસ્સો અમિતાભ બચ્ચને તેના એક શો માં શેર કરેલો હતો.

આ સમયે અમિતાભજી એ શત્રુઘ્ન સિન્હા અને તેમની વચ્ચેની ઘણી વાતો દર્શકો ને જણાવેલી હતી,અમિતાભજી નું કેહવું હતું કે શત્રુઘ્ન સિન્હા લેટ- લતીફ હતા, તે હમેશા શુટિંગ સમયે લેટ આવતા અને ઘણીવાર તો એવું બનેલું છે કે તેમને લાસ્ટ મિનીટ ઉપર ફ્લાઈટ પકડી હોય.

શત્રુઘ્ન સિન્હા અને અમિતાભ બચ્ચનની દોસ્તીમાં ઘણા ઉતાર ચડાવ આવેલા છે,પણ હમેશા તેઓ બંને એ એકબીજાનો સાથ આપેલો છે. અને એક દોસ્તીની મિશાલ ને કાયમ માટે જલતી રાખેલ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!