આત્મનિર્ભર ગુજરાત યોજનાની ગાઈડલાઈન જાહેર થઈ – લોન માટેના ફોર્મ અને બીજી બધી વિગત વાંચો

ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની અંતર્ગત રૂપિયા એક લાખની લૉન અસપવાની જાહેરાત કર્યા બાદ આજે એ વિશેની વિગતવાર ગાઈડલાઈન જાહેર થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી.

આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. આ લૉન મધ્યમ વર્ગ, ઇલેક્ટ્રિશિયન, બાંધકામ શ્રમિકો, નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો મળી શકશે. લૉન માટેનાં ફોર્મ સહકારી મંડળી અને સહકારી બેન્કોમાંથી નિઃશુલ્ક મળશે. આ લૉન પર કોઈ જ પ્રકારની સ્ટેમ્પ ડ્યૂટી નહિ લાગે. જે લોકો કોઈ વ્યવસાયમાં 1 જાન્યુઆરી 2020થી પ્રવૃત્ત હોય તેમને આ લૉન મળી શકશે.

ટૂંક માં:

આત્મનિર્ભર ગુજરાત યોજનાની ગાઈડલાઈન જાહેર થઈ: મધ્યમ વર્ગ, ઇલેક્ટ્રિશિયન, બાંધકામ શ્રમિકો, નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ સુધીની લૉન માત્ર 2% વાર્ષિક દરે લૉન મળશે

લૉન માટેનાં ફોર્મ સહકારી મંડળી અને સહકારી બેન્કોમાંથી નિઃશુલ્ક મળશે: ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશે: કોઈ જ પ્રકારની સિક્યુરિટીની જરૂર નહિ રહે

કોઈ જ પ્રકારની સ્ટેમ્પ ડ્યૂટી નહિ લાગે: 6 મહિના સુધી EMI નહિ

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!