૧૫મી મેથી ફરી નોટબંધી ? – હોમ ડીલીવરી કરતી આટલી સર્વિસ પર હવે ‘નો કેશ ઓન ડીલીવરી’

કોરોના વાયરસને લીધે સમગ્ર અમદાવાદ શહેરમાં નોટબંધી 2.0 કરવામાં આવી છે. આજથી કોઈપણ પ્રકારના કેશ પેમેન્ટમાં ફૂડ કે હોમ ડિલિવરી કરવામાં આવશે નહીં. 15 મેથી ઓનલાઈન ફૂડ તથા હોમ ડિલિવરીમાં ફરજિયાત ડિજિટલ પેમેન્ટ જ ચાલુ કરવામાં આવશે. રોકડમાં કોઈ પેમેન્ટ કરવામાં આવશે નહીં. દુકાનધારકોએ પણ ડિજિટલ પેમેન્ટનું પાલન કરવાનું રહેશે. જેના લીધે શહેરમાં 17 હજારથી પણ વધારે શાકભાજી, કરીયાણા સાથેની વિવિધ દુકાનદારો જોડે જઈ અને ફકત ડિજિટલ પેમેન્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કેસલેસ સિસ્ટમ માટે માહિતી આપવામાં આવશે. ગુજરાત રાજ્યના હોટસ્પોટ નું કેન્દ્ર બની ગયેલા અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનો નિયંત્રણ કરવા માટે ખાસ મુકવામાં આવેલા કર્મચારી ડો. રાજીવકુમાર ગુપ્તા અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે વધુ એક અગત્યનો ખાસ નિર્ણય કર્યો છે.

• ચલણી નોટો એકબીજાને આપવાથી સંક્રમણ ફેલાતું રોકવાના પ્રયત્ન
કોરોના વાઇરસનો ફેલાવો ચલણી નોટો દ્વારા પણ થતો હોય છે. માણસો વસ્તુ ખરીદતી સમયે ચલણી નોટો આપે જેના કારણે પણ માણસોમાં કોરોના સંક્રમણ ફેલાતો રોકવા માટે 15 મેથી ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે.

• ડિલિવરી કરતા માણસોનું સંપૂર્ણ સ્ક્રિનિંગ કરવામાં આવશે
કોર્પોરેશને ડી-માર્ટ, ઓશિયા હાયપર માર્કેટ, બિગ બાસ્કેટ, બિગ બઝાર, ઝોમેટો, સ્વિગી કંપની જોડે તેમને બેઠક કરી હતી. જેમાં બધા જ ડિલિવરી કરતા વ્યક્તિઓનું સંપૂર્ણ સ્ક્રિનિંગની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી જ વસ્તુની ડિલિવરી કરવામાં આવશે અને ફક્ત ડિજિટલ પેમેન્ટનો જ સ્વીકાર કરવામાં આવશે. તેવો અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

• કેસ ઓન ડિલિવરી કરવામાં આવશે બંધ
યુપીઆઇ તથા બીજા પ્લેટફોર્મ મારફતે ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. ડિલિવરી બોયને હેલ્થ કાર્ડ આપી દેવામાં આવશે. જે સાત દિવસ સુધી જ લાગુ રહેશે. જેને ટાઇમ ટુ ટાઇમ કોર્પોરેશનમાં રિન્યુ કરવા માટે જવાનું રહેશે. કન્ટેન્ટમેન્ટ એરિયામાં ડિલિવિરી નહિ કરી શકે. કેશ ઓન ડિવિલરી નહીં કરી શકાય. બધા જ ડિલિવરી કરતા વ્યક્તિઓએ ફરજિયાત આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

કાગળથી કોરોના વધુ ન ફેલાય તે માટે અગત્યનો નિર્ણય
અમદાવાદ શહેરમાં શાકભાજી, ફળ, દૂધ, કરિયાણાની 17000 જેટલી રિટેઈલ શોપ માં કોર્પોરેશનની 100 ટીમ જઇને દુકાનદારોના મોબાઇલમાં ફરજિયાત ડિજિટલ પેમેન્ટ એપ ડાઉનલોડ કરાવશે અને તેના માટે તમામ ટેક્નિકલ સપોર્ટ આપશે. કોરોના કાગળ પર વધુ સમય રહેતો હોવાથી કરન્સી નોટ મારફત ન ફેલાય તેના માટે અગત્યનો નિર્ણય રિટેલ વેચાણ માટે 15 પછી હજુ વધુ ગાઇડલાઇન આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!