બોલીવુડની આ સુંદરીઓ પતિ કરતા ઘરડી દેખાવા લાગી છે – નમ્રતા શિરોડકર તો ઘણા સમયે દેખાઈ

‘ना उम्र की सीमा हो, ना जन्म का हो बंधन’ આ ગીત ની લાઈન અમુક લોકો માં તે ખુબજ ફીટ બેસે છે.જયારે મનુષ્યને પ્રેમ થાય ત્યારે જાત-પાત, જાતી –ધર્મે કે નાનું-મોટું કઈ નજર આવતું નથી.આજે અમે આપને બોલીવુડની અમુક અભિનેત્રીઓ વિશે માહિતી આપીશું,જેમેણે પોતાનાથી નાની ઉમરના છોકરાવ સાથે લગ્ન કરેલા છે.

પ્રિયંકા ચોપડા :- હાલમાં જ દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ. અમેરિકાના સિંગર “નીક જોન્સ” ની સાથે લગ્ન કરેલા છે.ગયા વર્ષે થયેલા આ બન્ને ના લગ્ન ને ખુબજ ખુશીઓ વેહચેલી. પ્રિયંકા કરતા નીક જોન્સ દસ વર્ષ નાના છે.પ્રિયંકાની ઉમર 36 વર્ષની છે.અને નીક જોન્સ ૨૬ જ વર્ષના છે.જયારે બંનેના લગ્ન થયેલા ત્યારે ઉમ્રના તફાવતને લઈને લોકોએ ખુબજ મજાક ઉડાવેલો. ત્યારે બંને એ લોકોની આ વાતો ને ધ્યાન પર લીધેલી નહોતી,અને બન્ને અત્યારે ખુશ ખુશાલ જીંદગી જીવે છે.

અમૃતાસિંહ :-  સૈફ અલીખાન બોલીવુડમાં છોટે નવાબ તરીકે જાણીતા છે.આપને જાણીએ જ છીએ કે સૈફ અલી ખાન ના પેહલા લગ્ન અમૃતાસિંહ સાથે થયેલા, અને સૈફે આ લગ્ન બધાની જાણ બહાર કરેલા.તેમના ઘરવાળા એ તેમના આ લગ્નનો વિરોધ પણ કરેલો.કેમ કે બંનેની ઉમ્ર માં ખુબ જ તફાવત હતો.અમૃતા સાથે લગ્ન સમયે સૈફ ખાલી ૨૧ જ વર્ષેના હતા અને અમૃતા સૈફ કરતા 13વર્ષ મોટી હતી.જો કે અત્યારે બંનેના તલાક થઈ ગયેલા છે.

એશ્વર્યારાય :- સાલ 2007 માં અભિષેક બચ્ચન અને એશ્વર્યારાય બંને ના લગ્ન થયેલા, જેમાં એશ્વર્યારાય અભિષેક બચ્ચન કરતા બે વર્ષે મોટી છે. એશ્વર્યારાયની ઉમ્ર 45 વર્ષની છે અને અભિષેકની ઉમ્ર 43વર્ષની છે.ઉમ્રના તફાવતને લીધે થઈને પણ તેઓં ખુશ-ખુશાલ જીંદગી જીવે છે. આમ જોઈએ તો તેઓની ઉમ્રમાં આમ ખાસ કઈ તફાવત ના કેહવાય છતાં પણ તેમના લગ્ન સમયે ઘણા બધા લોકો એ મજાક ઉડાવેલો.

અર્ચના પૂરણસિંહ :- અર્ચના પૂરણસિંહ એક ખુબજ લોકપ્રિય અભિનેત્રી છે,તેમને ઘણી બધી ફિલ્મોમાં શાનદાર અભિનય કરેલો છે.અને પોતાની કળા થી દર્શકોનું ભરપુર મનોરંજન કરેલ છે.હવે આપને જણાવી દઈએ કે અર્ચના પૂરણસિહે પોતાથી 7વર્ષ નાના પરમીત સેઠી સાથે લગ્ન કરેલ છે.ઉમ્રનો તફાવત થોડો વધારે હોવા છતાં પણ બંનેની વચ્ચે ખુબજ પ્રેમ જોવા મળે છે.

નમ્રતા શિરોડકર :- નમ્રતા શિરોડકર એક સમયની બોલીવુડની હીટ અભિનેત્રી હતી.નમ્રતા શિરોડકરે “કચ્ચે ધાગે” અને “વાસ્તવ” જેવી સુપર હીટ ફિલ્મ માં કામ કરેલ હતું.મિસ ઇન્ડિયા રહી ચુકેલી નમ્રતા શિરોડકરે ફિલ્મની શરૂઆત 1998 “જબ પ્યાર કિસી સેહોતા હૈ” થી કરેલી.અને છેલ્લે 2004માં “રોક શકો તો રોક લો” ફિલ્મ માં નરેટરની ભૂમિકા માં નજરે આવેલી.નમ્રતાએ સાઉથ ના સુપરસ્ટાર “મહેશ બાબુ” સાથે લગ્ન કરેલા છે અને મહેશ બાબુ, નમ્રતા થી 4 વર્ષ નાના છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!