ચીને ધાર્યું હોત તો કોરોનાએ આટલો વિનાશ ના કર્યો હોત – ટ્રમ્પ નક્કી કરશે સજા

યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પેઓએ ફરી એકવાર ચીનને સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાવવા માટે નિશાન બનાવ્યું છે. તેમણે ચીન પર આ  આરોપ લગાવ્યો કે કોરોના વાયરસના ચેપ ફેલાવવાનું ગંભીર જોખમ છે તે જાણતા  હોવા છતાં તેના લોકોએ વિદેશ પ્રવાસની મંજૂરી આપી હતી અને વાઈરલ બધે જ ફેલાયો હતો.

આને કારણે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ચેપનું જોખમ ખુબ જ વધ્યું હતું. જો ચીન ઇચ્છત  તો કોરોના સમગ્ર વિશ્વમાં ના ફેલાયો હોત. તેમણે એ પણ કહ્યું કે આ વ્યૂહરચના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નિર્ણય કરવામાં આવશે કે આ મામલે ચીનને કેવડી  અને કઈ પ્રકારની સજા આપવી જોઈએ.

તમને જણાવી દઈએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ પહેલા કહ્યું હતું કે તેઓ હજી સુધી તેમના ચીની સમકક્ષ સાથે વાત કરવા માંગતા  નથી. ત્યારે જ વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોનું આ નિવેદન આવ્યું છે. યુ.એસ. માં કોરોના વાયરસના ચેપથી ,  88,૦૦૦ થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને તેઓ વિશ્વવ્યાપી રોગચાળા માટે ચીનને જવાબદાર માને છે.

જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ મુજબ, યુ.એસ. માં કોરોનો વાયરસના અત્યાર સુધીમાં 1,482,916 કેસ નોંધાયા છે અને ઓછામાં ઓછા 89,318 લોકો મૃત્યુ પામ્યા છે. એક અન્ય અહેવાલ મુજબ, કોરોનાના અત્યાર સુધીમાં લગભગ 46 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 3 લાખ 14 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!