ગ્રીન ઝોન તરફ આગેકુચ કરી ગયેલા ગુજરાતના આ શહેરમાં કોરોના બ્લાસ્ટ – એક સાથે ૧૧ નવા કેસ

કોરોના નો કહેર ચારે તરફ ચાલી રહ્યો છે અને ગુજરાત આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાત નું આ શહેર છેલ્લા થોડા દિવસો થી શાંત હતું.

શહેર ની જનતા ને લાગતું હતું કે હવે એક બે દિવસમાં જ ગ્રીન ઝોન માં આ શહેર આવી જશે ત્યારે આજે એક સાથે ૧૧ વ્યક્તિઓ ને પોઝીટીવ આવતા શહેરમાં હાહાકાર મચી ગયો છે.

હા આ વાત છે રાજકોટ શહેરની કે જ્યાં આજે ફક્ત ૩ દર્દીઓ કોરોના ગ્રસ્ત બચતા કે જેમને હવે ૧-૨ દિવસમાં રજા મળવાની હતી, લોકોમાં હર્ષ ની લાગણી હતી કે હવે જલ્દી ગ્રીન ઝોન થશે પણ આજે આ સમાચાર આવતા ચિંતા વધી ગગી હતી.

મળતી વિગત મુજબ સમરસ ક્વોરેન્ટાઈન ફેસિલિટી ખાતેથી લેવાયેલ સેમ્પલમાંથી ૧૧ વ્યક્તિઓને કોરોના પોઝિટિવ નોંધાયેલ: હાલ કુલ ૧૪ કોરોના પોઝિટિવ છે.

આજ રોજ સમરસ કવોરેન્ટાઇન ફેસેલિટી ખાતેથી પોઝીટીવ કેસના કોન્ટેક્ટ પર્સનના કુલ ૨૨ સેમ્પલ લેવામાં આવેલ જે પૈકી ૧૧ વ્યક્તિઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ ૧૧ વ્યક્તિઓને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે.

પોઝીટીવ આવેલ તમામની વિગત નીચે મુજબ છે.

 1. રહીમભાઈ જુસાભાઈ વેદ (૫૦/પુરૂષ)
 2. ખેરૂનબેન રહીમભાઈ વેદ (૪૫/સ્ત્રી)
 3. મોઈન રહીમભાઈ વેદ (૨૮/પુરૂષ)
 4. મેહફુઝા મોઈનભાઈ વેદ (૨૩/સ્ત્રી)
 5. સોહિલભાઈ રહીમભાઈ વેદ (૨૪/પુરૂષ)
 6. ગુલામએમુસ્તફા વેદ (૨૨/પુરૂષ)
 7. તુફેલએહમદ વેદ (૨૦/પુરૂષ)
 8. અહેસાન એમ. બાબી (૧૯/પુરૂષ)
 9. વકાર અહેમદ મોઈનભાઈ વેદ (૨/પુરૂષ)
 10. કરીમભાઈ અનવરભાઈ ભટ્ટી (૨૬/પુરૂષ)
 11. રીઝવાનાબેન અનવરભાઈ ભટ્ટી (૩૦/સ્ત્રી)

ઉપરોક્ત તમામ વ્યક્તિઓ તા.૦૭-૦૫-૨૦૨૦ ના રોજના પોઝીટીવ કેસ મુસ્કાનબેન સોહેલભાઈ વૈદ (૧૯/સ્ત્રી), મદીના પાર્ક, જંગલેશ્વર, રાજકોટના નજીકના કોન્ટેક છે. રાજકોટ શહેરમાં કુલ ૧૪ કોરોના પોઝિટિવ દર્દીઓ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!