રાજકોટમાં બનેલા ‘ધમણ-૧’ વેન્ટીલેટર વિષે આવી મોટી સ્પષ્ટતા – સિવિલથી ડૉ. પ્રભાકરનો ખુલાસો

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓફીસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડૉ. એમ.એમ. પ્રભાકરે જણાવ્યું છે કે, કોરોના દર્દીઓની સારવારમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 અને અત્યાધુનિક એવા હાઈ એન્ડ વેન્ટિલેટર એમ બંન્ને ઉપયોગી છે.

કોરોનાગ્રસ્ત વ્યક્તિને શરૂઆતના તબક્કે કૃત્રિમ રીતે ઓક્સિજન પૂરો પાડવો પડે ત્યારે ધમણ-1 અત્યંત ઉપયોગી છે.પરંતુ જ્યારે દર્દી ક્રિટીકલ કન્ડીશનમાં હોય ત્યારે હાઇએન્ડ વેન્ટિલેટરની જરૂર પડે છે.

ડૉ. પ્રભાકરે જણાવ્યું કે, ધમણ-1 વેન્ટિલેટરનો ઉપયોગ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે. કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલા એનેસ્થેસિયા નિષ્ણાંત સહિતના તબીબો દ્વારા ધમણ-1નું ડેમોન્સ્ટ્રેશન યોજી તેના ઉપયોગની સમજ આપવામાં આવી હતી.

કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા વેન્ટિલેટરમાં એક પ્રકાર હાઇ એન્ડ વેન્ટિલેટર છે જે ખૂબ જ ગંભીર દર્દીની સારવારમાં ઉપયોગી છે. હાલમાં જે વેન્ટિલેટરની માંગ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે એ આ હાઇએન્ડ પ્રકારના અત્યાધુનિક વેન્ટિલેટર છે.

રાજકોટ ખાતે બનાવાયેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ ૧ પ્રાથમિક તબક્કાનું છે અને તેમાં જરૂરી સુધારા માટે અહીંના તબીબો દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.

કમ્પ્રેસર, મિક્ષ્ચર, હ્યુમિડિફાયર અને કેલિબ્રેશન જેવા ઉપકરણો સંલગ્ન ઉત્પાદક દ્વારા ધમણ-1 વેન્ટિલેટરના આગામી તબક્કામાં જોડવામાં આવશે તેમ ડૉ. પ્રભાકરે જણાવ્યું હતું.

ડૉ. પ્રભાકરે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા સત્વરે વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થઈ હતી. આવા સમયે રાજ્યની જ ખાનગી કંપનીએ માત્ર 10 દિવસમાં સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા જે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. ભારતમાં અને વિશ્વમાં જ્યારે વેન્ટિલેટરની કમી હતી ત્યારે ગુજરાતની કંપનીઓ સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!