‘રામાયણની’ ફી કહેવામાં શરમ આવે છે – દીપિકાએ કહી દિલની વાત | હવે મોદી સરકાર આટલું કરે કહી….

દેશમાં લોકડાઉન હોવાથી લોકોના મનોરંજન માટે 33 વર્ષ પછી ફરી વખત રામાયણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ શો એ ટીવી પર આવતા જ ધમાલ મચાવી દિધી અને ટીવી શો ના દરેક ટીઆરપી રેકોર્ડ તોડી નાખ્યા. જુના જમાનાના લોકોની સાથે સાથે નવા જમાનાના લોકો પણ આ સીરીયલ ના ચાહક બની ગયા છે. રામાયણ પ્રસારિત થવાથી આ શો ના કલાકારો ફરી વખત ખુબ જ ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા માં આ કલાકારો પણ ફરી એક્ટીવ થયા છે અને તસ્વીરો શેર કરી રહ્યા છે અને જૂની યાદો તાજી કરાવી રહ્યા છે. હાલમાં જ રામાયણ માં સીતા બનેલ દીપિકા ચીખલીયા એ શો ને લઈને દુખ વ્યક્ત કર્યું હતું.

રામાયણ ની સીતાએ રજુ કર્યું દુખ :


રામાયણ સીરીયલ માં સીતાજી નો રોલ કરનાર દીપિકા ચીખાલીયાને ઘરે ઘરે સીતાજી તરીકે ઓળખવામાં આવે છે અને તે દર્શકોના આ પ્રેમ થી ખુબ જ ઉત્સાહિક છે. હાલમાં જ તેને આ શો સાથે જોડાયેલ એક વાત કહી હતી. થોડા સમય પહેલા જ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર એ રામાયણ નિર્માતા રામાનંદ સાગર ના દીકરા પ્રેમ સાગરને ધન્યવાદ પત્ર લખ્યો હતો જેમાં તેના લખ્યું હતું, નવી પેઢી માટે રામાયણ વરદાન રૂપ સાબિત થઇ છે.


જણાવી દઈએ કે ફરી વખત રામાયણ ચાલુ થવાથી નાના બાળકો અને યુવાનોએ પણ તેને જોવાનું ચાલુ કર્યું છે. આ વાત ને ધ્યાન માં રાખતા દીપિકાએ તેની વાત કહી. દીપિકાએ કહ્યું કે દર્શકોએ તો ખુબ જ પ્રેમ આપ્યો, પરંતુ તે સમયે સરકાર તરફથી ઘણી બેરુખી જોવા મળી હતી. અમને આ શો માટે કોઈ નેશનલ એવોર્ડ પણ મળ્યો નથી કે પદ્મ સમ્માન પણ નહિ.

દીપિકાએ આગળ કહ્યું કે રામાયણ નાં શૂટિંગ સમયે અમને જે ફી મળતી હતી તે કહેવામાં પણ શરમ આવતી હતી અને આજે પણ કહેવામાં શરમ આવે છે. દીપિકા એ કહ્યું કે આજે આટલા વર્ષ પછી રામાયણ શો ને દર્શકો નો આટલો પ્રેમ એટલે મળ્યો કેમ કે તે સમયે આ સીરીયલ સાથે જોડાયેલ દરેક કલાકારે ખુબ જ મહેનત કરી હતી.

મોદી સરકાર ને દીપિકાની અપીલ :

દીપિકા એ કહ્યું કે અમે બધા કલાકારોએ પૈસા માટે ક્યારેય એવું કામ નથી કર્યું જેનાથી દર્શકોની લાગણી ને ઠેસ પહોંચે. તેને આગળ કહ્યું કે અમે એવોર્ડ નથી માંગી રહ્યા પરંતુ આ વાત પર ધ્યાન જરૂર લાવવું જોઈએ કે હવે મોદી સરકારે જે રીતે ફરી વખત રામાયણ સીરીયલ દુનિયા સામે લાવવાનું કામ કર્યું છે. આગળ મોદીજી ને લાગે કે રામાયણ ની ટીમ ના કલ્ચર અને લીટેચર માં પણ કંઈક કામ કર્યું છે તો અમને પદ્મ સન્માન આપવા વિશે વિચારે.

જો કે આની પહેલા રામાયણમાં શ્રીરામ નો કિરદાર નિભાવનાર અરવિંદ ગોવિલે પણ કહ્યું હતું કે તેના કામ ને લઈને સમ્માન મળવું જોઈએ. જણાવી દઈએ કે લોકડાઉન ના લીધે 33 વર્ષ પછી ફરી વખત રામાયણ નું પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને દર્શકોએ ખુબ જ પસંદ કર્યું છે. આ શો એ ટીઆરપી ના દરેક રેકોર્ડ તોડીને પહેલા જ અઠવાડિયા માં 77 મિલિયન વ્યું મેળવ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!