આજે ખુલ્યા બાબા બદ્રીધામ ના કપાટ – ફોટા જોઇને બાબાના અદભુત દર્શન કરો

સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસના આંતકને લીધે લોકડાઉનનો તૃતીય તબક્કો હાલમાં ચાલુ થઈ ગઈ છે. આ બાજુ ઉત્તરાખંડમાં આજે સવારે 4.30 વાગે બદ્રીનાથ મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યાં છે. મંદિર પરિસરને સુંદર ફૂલો શણગારવામાં આવ્યું છે. સવારે 9 વાગે વડાપ્રધાન મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવશે. કોરોનાના કારણે ખુબ સાદગી જોડે આ કપાટ ખોલવામાં આવ્યાં. કપાટોદ્ઘાટનમાં મેઇન પૂજારી રાવલ, ધર્માધિકારી ભૂવન ચંદ્ર ઉનિયાલ, રાજગુરુ સાથેના ફકત 28 માણસો જ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સિવાય માસ્ક જોડે સામાજિક અંતરનું પણ પાલન કરવામાં આવ્યું હતું. બાબા બદ્રીનાથના કપાટ થોલતા પહેલા આખા મંદિર પરિસરને સેનેટાઈઝ કરી દેવામાં આવ્યું હતું.

આજના દિવસે ભગવાન બદ્રીનાથના દર્શન સાવ જુદા હોય છે. આવા દર્શન ભગવાન બદ્રીનાથના મંદિરમાં ફકત ને ફકત બે દિવસ માટે જ થઈ શકે છે. જેના સાક્ષી માત્ર એ બધા જ ભાવિકો હોય છે જે કપાટ ખુલતા અને બંધ થતી વખતે બદ્રીનાથ ધામમાં ઉપસ્થિત હોય છે. આજે બાબાની પૂજા, અર્ચના, શ્રૃંગાર, કઈ પણ થતા નથી. આજના દર્શનોમાં અગત્યના અખંડ જ્યોતિ અને ભગવાન બદ્રીનાથના નિર્વાણ દર્શન હોય છે.

હાલમાં તમને જણાવવાનું કે મંદિર આજે દિવસ દરમિયાન ખુલ્લુ રહેશે. ભોગ સમયે પણ તેને બંધ કરવામાં આવશે નહીં. જ્યારે 6 માસ સુધી બદ્રીનાથજીનું મંદિર બપોરે ભોગ લીધા બાદ 3 કલાક માટે બંધ થતું હોય છે.

શુક્રવારના દિવસે શુભ મુહૂર્તમાં બદ્રીનાથ મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યાં હતા. શુક્રવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ ખોલી દીધા પછી 4.30 વાગે બદ્રીનાથ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો. બુધવારે પૂજારી જોશીમઠ નરસિંહ મંદિરમાં પૂજા અર્ચના પછી આદિગુરુ શંકરાચાર્યની ગાદી તથા ગાડુધડા (તેલકળશ)ને જોડે લઈને યોગધ્યાન મંદિર પાંડુકેશ્વર પહોંચ્યા હતાં. આ અગાઉ જોશીમઠના નરસિંહ મંદિર જોશીમઠમાં પૂજા અર્ચના અને હવન કરવામાં આવ્યાં હતાં. ગુરુવારના દિવસે સાંજે ઉદ્ધવ અને કુબેરના વિગ્રહો જોડે મેઇન બૂજારી રાવલ ઈશ્વરી પ્રસાદ નમ્બુદરી સહિત 31 ચારધામ દેવસ્થાનમ બોર્ડના લોકો અને હક હહકૂકધારી ગ્રામીણ બદરીધામ ધામ આવ્યા હતા.

લોકડાઉન વખતે ખુલ્યા કપાટ
લોકડાઉન તથા કોરોના આંતક વચ્ચે બુધવારના દિવસે ભગવાન બદ્રીનાથના કપાટ ખોલી દેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ગુરુવારે સાદગીપૂર્ણ રીતે આદિગુરુ શંકરાચાર્યની ગાદી સાથેના ઉદ્ધવ અને કુબેરના વિગ્રહો સાથે યોગધ્યાન બદ્રીમંદિર પાંડુકેશ્વરથી બદ્રીનાથ ધામ રવાના થઈ. લોકડાઉનના લીધે આ વખતે રસ્તામાં લામબગડ અને હનુમાન ચટ્ટીમાં દેવડોલીઓએ વિશ્રામ કર્યો નહીં. આ વખતે આ સ્થાનો પર ભંડારો પણ આયોજિત થયો નહીં. જો કે બદ્રીનાથ પહોંચીને ભગવાન બદ્રી વિશાળના જન્મસ્થાન લીલા ઢૂંગીમાં રાવલો તરફથી પૂજા અર્ચના કરી દેવામાં આવી.

20 મેના દિવસે રોજ ખોલવામાં આવશે તુંગનાથજીના કપાટ
આ સિવાય 29 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યાં. શ્રી ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ 26 એપ્રિલના દિવસે ખુલ્લા કરવામાં આવ્યાં છે. જ્યારે દ્વિતિય કેદાર મદ્મહેશ્વરજીના કપાટ 11મી મેના દિવસે ખુલ્યા. તૃતીય કેદાર તુંગનાથજીના કપાટ 20મી મેના દિવસે ખોલવામાં આવશે. ચતુર્થ કેદાર રુદ્રનાથજીના કપાટ 18મી મેના રોજ ખોલવામાં આવશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!